ક્રાઇમ
કુવાડવા રોડ પર કારમાંથી 200 કિલો ગૌમાંસ પકડાયું વાંકાનેરનો શખ્સ જંગલેશ્ર્વરમાં આપવા જતો’તો
શહેરના ગૌરક્ષક કાર્યકરોએ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામેના હાઇવે પરથી ગૌરક્ષકને મળેલી માહિતીને આધારે બી-ડિવીઝન પોલીસે વોચ રાખી વાંકાનેરના શખ્સને ઇકો કારમાં 200 કિલો ગોમાંસ ભરીને નીકળતાં પકડી લઇ એફએસએસનો રિપોર્ટ આવ્યા બાદ ગુનો નોંધ્યો છે. વાંકાનેર તરફથી ભરાયેલુ આ ગૌમાંસ રાજકોટના જંગલેશ્વર તરફ લઇ જવાનું હોવાનું પકડાયેલા શખ્સે રટણ કર્યુ હતું.
આ બનાવમાં બી-ડિવીઝન પોલીસમાં હેડકોન્સ. હિતેષભાઇ જોરૂૂભા જોગડાની ફરિયાદ પરથી શાહરૂૂખ મહેબુબભાઇ શાહમદાર (ઉ.વ.21-રહે. વાંકાનેર કુ઼ભારપરા, મતવા મસ્જીદ પાસે ઇબ્રાહીમભાઇના મકાનમાં) તથા તપાસમાં ખુલે તેના વિરૂૂધ્ધ પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 6 (બી) સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડની તજવીજ કરી છે.હેડકોન્સ. હિતેષભાઇ જોગડાએ જણાવ્યું છે કે,27મીએ અમે ફરજ પર હતા઼ ત્યારે એએસઆઇ નીતીનદાન ગઢવીએ જણાવેલુ કે અરજદાર મયુરભાઇ મુકેશભાઇ દેસાઇ (રહે. માયાણીનગર-5) કે જે ગોૈરક્ષક કાર્યકર છે તેઓ રૂૂબરૂૂ આવીને કહે છે કે કુવાડવા રોડ જુના પોલીસ સ્ટેશન નજીકથી ઇકો કાર નીકળવાની છે અને તેમાં ગૌમાંસ છે.
આથી વોચ રાખીને ઉભા રહેતા ઇકો નીકળી હતી. તેના ચાલકનું નામ પુછતાં શાહરૂૂખ શાહમદાર (રહે. વાંકાનેર) કહ્યું હતું. ઇકોની ડેકીમાં જોતાં માંસ હોઇ તે ગોૈમાંસ હોવાની શંકા હોઇ એફએસએલને બોલાવી કાર્યવાહી કરી હતી.એફએસએલનો રિપોર્ટ આવતાં આ જથ્થો ગોૈમાંસ હોવાનું સ્પષ્ટ થતાં ગુનો દાખલ કરાવ્યો હતો. કાર્યકરોમાં સામેલ હતા.
જ્યારે હેડકોન્સ. હિતેષભાઇ જોગડા સાથે કોન્સ. વિજયભાઇ સિંધવ, હોમગાર્ડ રવિભાઇ પાનસુરીયા સહિતે કામગીરી કરી હતી. ઇકો કારની ડેકીમાં ઢોરના પગ, અલગઅલ માંસના ટુકડા મળી આવ્યા હતાં. જેનું વજન બસ્સો કિલો જેવુ થયું હતુ. એફએસએલમાં મોકલાયેલા સેમ્પલ મુજબ માસ ગૌવંશનું હોવાનું સ્પષ્ટ થયું હતું. પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં આરોપી શાહરૂૂખની વિશેષ પુછતાછ થતાં તેણે એવુ રટણ કયુૃ હતું કે મને વાંકાનેરથી મારા મિત્રએ કહેલુ કે મારી ગાડી ખરાબ થઇ ગઇ છે,આ માંસ રાજકોટ જંગલેશ્વરમાં લગ્ન પ્રસંગમાં પહોંચાડવાનું છે,જેથી હું માંસ મારી ગાડીમાં લાવ્યો હતો.