Site icon Gujarat Mirror

ભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોત

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે કારની હડફેટે ચડી જતા સ્કૂટર પર જઈ રહેલા બે ના બનાવ સ્થળે કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વલભીપુર નજીક મહેન્દ્રપુરમ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કારે સ્કૂટર પર સવાર બે આધેડને અડફેટે લેતા બંનેનું ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મરનાર ચમારડી ગામના મુંજાણી પ્રેમજીભાઈ જેરામભાઈ અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી હોવાનું ખુલવા પામ્યું છે. બનાવ ની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવ અંગે પોલીસે. કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version