ક્રાઇમ

ભાવનગરમાં દુકાનમાં યંત્ર આધારિત ઓનલાઇન જુગાર રમતા 19 શખ્સો પકડાયા

Published

on

ભાવનગર શહેરમાં દુકાનમાં યંત્ર પર ઓનલાઈન હારજીત નો જુગાર રમતા 19 શખ્સોને ભાવનગર એલસીબી પોલીસે રેડ પાડીને ઝડપી લીધા હતા.ભાવનગર શહેરના દિપક ચોક થી તિલકનગર જવાના રસ્તા ઉપર ડોડીયા વાસ માં રહેતા ક્રિશ વિકી ભાઈ રાઠોડ ની ઓનલાઇન માર્કેટિંગ ના નામની ફ્રેન્ચાઇઝી માં પોતાના આર્થિક લાભ માટે આ વિસ્તારમાં જ રહેતા રાજવીર સુશીલભાઈ ગારંગે, મનીષ મનુભાઈ રાઠોડ, બળદેવસિંહ અરવિંદસિંહ સરવૈયા અને દુકાનદાર પોતે ક્રીશ વિકીભાઈ રાઠોડ ન રોકડ રૂૂપિયા 12250 તથા કોમ્પ્યુટર સહિત અન્ય કુલ રૂૂપિયા 27,750 ના મુદ્દામાંલ સાથે તેમજ આડોડીયાવાસ સામે આવેલ રોમી પાર્લર ની દુકાન માં પણ ઓનલાઇન જુગા રમાડતા મિલનભાઈ હિતેશભાઈ પંડ્યા (નિર્મળનગર), કિરણભાઈ બાબુભાઈ ચોવીસીયા (કુંભારવાડા), આબિદ સુલેમાનભાઈ લાખાણી (બોરડીગેટ), અલ્તાફભાઈ ઉંમરભાઈ મકી (આનંદ નગર), મનીષભાઈ રમેશભાઈ ડોડીયા (નિર્મલ નગર), કલ્પેશ દાનાભાઈ ડાંગર (નેસડા), ઠાકરશીભાઈ ધુડાભાઈ બારીયા (કુંભારવાડા), અહેમદભાઈ કાદરભાઈ શેખ (અમીપરા), ચાલે ભાઈ મુન્નાભાઈ બકેલી (દિવાનપરા), અમીનભાઇ ઉમરભાઈ શેખ (જોગીવાડની ટાંકી), હિરેનભાઈ કાનજીભાઈ મકવાણા (નિર્મલ નગર), લાલાભાઇ ભોપાભાઈ ગુડાળા (જૂની માણેકવાડી), વિશાલભાઈ નટુભાઈ રાજ પોપટ (આણંદ નગર), રાહુલભાઈ ભરતભાઈ ચુડાસમા (ભાવનગર) અને રજનીભાઈ વલ્લભભાઈ પટેલ (ભાવનગર) ને પોતાની દુકાનમાં ઓપરેટર રાખી યંત્રના નામે દર પાંચ મિનિટે ઓનલાઈન યંત્ર વિજેતા જાહેર કરી ગ્રાહકને નવ ગણી રકમ ચૂકવી વિજેતા સિવાયના ગ્રાહકો પાસેથી રકમ રોકડ રકમ મેળવી રોકડ રૂૂપિયા 31 060 તથા યંત્રના મશીન, સિસ્ટમ, સ્કેનર વગેરે મળી કુલ રૂૂપિયા 42,260 ના મુદ્દા માલ સાથે તમામને એલસીબીએ ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version