Site icon Gujarat Mirror

રાજકોટના હોમફોર લોકપમાંથી ફરાર થયેલો 17 વર્ષનો તરૂણ મોરબીમાંથી પકડાયો

પ્ર.નગર પોલીસના ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી જૂનાગઢથી ઝડપાયો

પાલીતાણા પોકસોના ગુનામાં પકડાયેલા 17 વર્ષના તરૂૂણને રાજકોટમાં ઝોનલ ઓબ્ઝવેર્શન હોમ કમ પ્લેસ ઓફ સેફટી ખાતે રખાયો હતો. જે ત્યાંથી ગઈ તા.3-5-25નાં ભાગી ગયો હતો જે અંગે એ-ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન તરૂૂણ મોરબી હોવાની માહિતીના આધારે પેરોલ ફર્લોની ટીમે તેને મોરબીથી પકડી એ-ડીવીઝન પોલીસને સોંપવા તજવીજ શરૂૂ કરી હતી.

જયારે પ્ર.નગર પોલીસમાં દાખલ ખુનના ગુનામાં જેલમાં આજીવન કેદની સજા ભોગવતી કેદી નિઝામ ઉર્ફે નાશીર અબુભાઈ સુમરા (ઉ.વ.58, રહે. ભવાનીનગર શેરી નં.5, હાલ જુનાગઢ) ફર્લો રજા પર ફરાર થઈ ગયો હતો. જેને પણ ટીમે જૂનાગઢથી ઝડપી લીધો હતો.

આ કામગીરી પીઆઇ ભાર્ગવસિંહ એમ. ઝણકાટ તથા પીએસઆઇ જે.જી. તેરૈયા, એ.એસ.આઇ. ઝહીરભાઇ ખફીફ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદીપસિંહ ચૌહાણ,સીરાજભાઇ ચાનીયા, રોહિતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, શાંતુબેન મુળીયા અને દોલતસિંહ રાઠોડએ કરી હતી.

Exit mobile version