વહીવટીતંત્ર દ્વારા હેમખેમ પરત લાવવા વ્યવસ્થા, સરકારે ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ ભયાનક ઘટનામાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં ગુજરાતના ત્રણ પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. આ દુ:ખદ ઘટનાને પગલે રાજકોટથી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા અંદાજે 17 જેટલા પ્રવાસીઓ ત્યાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે.
સ્થાનિક વહીવટી તંત્ર તેમજ ગુજરાત રાજ્ય સરકાર આ ફસાયેલા પ્રવાસીઓના સતત સંપર્કમાં છે અને તેમને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્ય સરકારે રાજકોટના ફસાયેલા તમામ 17 પ્રવાસીઓનો સંપર્ક કર્યો હતો અને તેમની સલામતીની ખાતરી મેળવી હતી.
જમ્મુ કાશ્મીરના સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્ક જાળવીને ફસાયેલા તમામ પ્રવાસીઓ હેમખેમ પોતાના વતન પરત ફરે તે માટે જરૂૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂૂરી મદદ મેળવી શકાશે.
ફસાયેલા પ્રવાસીઓની યાદી
1. કુલદીપસિંહ નકુમ
2. રુચિ નકુમ
3. રાજદિપસિંહ વાઘેલા
4. વૈશાલીબા વાઘેલા
5. જગદિપ રસિકલાલ પારેખ
6. નીતાબેન જગદીશ પારેખ
7. મહેન્દ્રભાઈ એમ. મહેતા
8. મયુરીબેન એમ મહેતા
9. નીરવ રમેશભાઈ આચાર્ય
10. કિંજલબેન નીરવભાઈ આચાર્ય
11. જ્ઞાનેશ નિરવભાઈ આચાર્ય
12. તીર્થ નિરવભાઈ આચાર્ય
13. હેત મનોજભાઈ માંકડ
14. હિતેશ કતીરા
15. હિતેશભાઈના માતા
16. મૃદુલા કતીરા (પત્ની)
17. રોનક કતીરા (પુત્ર)

