રાષ્ટ્રીય
120 કિ.મી. ઝડપે ત્રાટકશે ‘દાના’ વાવાઝોડુ, સેના-NDRF તૈનાત
ઓડિશા-બંગાળને ધમરોળશે, કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદની ચેતવણી, શુક્રવાર સુધી શાળાઓ બંધ
આગામી 24 કલાકમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે દાના વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેને ધ્યાનમાં લઈને ઈંખઉએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.
સોમવારે, ભારતની સિલિકોન વેલી બેંગલુરુમાં ભારે વરસાદ થયો હતો. જેના પગલે 20 ફ્લાઇટ્સ મોદી પડી હતી તો ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ શહેરમાં ભારે વરસાદને કારણે અઠવાડિયામાં બીજી વખત શાળાઓ શાળા-કોલેજો બંધ કરવી પડી. હવામાન વિભાગે આજે દક્ષિણી કર્ણાટક, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આજે સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જેના પગલે 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક વાવાઝોડાની શક્યતા છે. તેમજ બંગાળની ખાડીમાં આજનું હવામાન ખૂબ જ ગંભીર બની શકે છે. બંગાળની ખાડીથી લઈને તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિ 25 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ઓડિશાના 11 જિલ્લા સહિત બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દાના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ઓડિશા સરકારે 23 થી 25 ઓક્ટોબર સુધી રાજ્યભરના 14 પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ ઓડિશાના પુરીમાં આવેલા ભક્તોને શહેર છોડવા માટે કહેવામાં આવ્યું છે. ઈંખઉએ માછીમારોને કિનારા પર પાછા ફરવાની અને 26 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે.
ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ સોમવારે ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક કરી હતી. ત્યારબાદ હવામાન વિભાગે આગાહી કરી હતી કે પદાનાથ વાવાઝોડું 24 ઓક્ટોબરે લેન્ડફોલ થવાની સંભાવના છે.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (ગઉછઋ) એ પશ્ચિમ બંગાળમાં 14 ટીમો અને ઓડિશામાં 11 ટીમોને તૈનાત માટે સ્ટેન્ડબાય પર રાખી છે.