Site icon Gujarat Mirror

રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં 11 વધારાના જનરલ ડબ્બા જોડાયા

31 ડિસેમ્બર સુધી મુસાફરોને મળશે સુવિધા

મુસાફરોની વધતી માંગ અને તેમની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ-વેરાવળ પેસેન્જર ટ્રેનમાં અસ્થાયી રૂૂપે 11 વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન સં. 59421 (રાજકોટ વેરાવળ પેસેન્જર)માં આજથી 31 ડિસેમ્બર અને ટ્રેન સં. 59422 (વેરાવળ- રાજકોટ પેસેન્જર)માં 1 નવેમ્બરથી 01 જાન્યુઆરી 2026 સુધી 11 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે.

આ અસ્થાયી વધારો આગામી તહેવારોના સમયગાળા દરમિયાન મુસાફરોની વધુ ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુસાફરી દરમિયાન વધુ સુવિધા મળી શકે અને તેમની યાત્રા સરળ અને સુરક્ષિત બની શકે.

Exit mobile version