મોરબીના મકનસર ગામના સ્મશાનમાં વૃધ્ધનો આપઘાત

ઝાડની ડાળીએ લટકી જિંદગી ટૂંકાવી મકનસર ગામમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધે ગામના સ્મશાનમાં ચુંદડી વડે વૃક્ષની ડાળી પર લટકી જીવનલીલા સંકેલી લીધી હતી પોલીસે આપઘાતના…

ઝાડની ડાળીએ લટકી જિંદગી ટૂંકાવી

મકનસર ગામમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધે ગામના સ્મશાનમાં ચુંદડી વડે વૃક્ષની ડાળી પર લટકી જીવનલીલા સંકેલી લીધી હતી પોલીસે આપઘાતના બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ થાનગઢ તાલુકાના વતની અને હાલ મકનસર ગામે રહેતા શંકરભાઈ સવાભાઇ સત્રોટીયા (ઉ.વ.62) તા. 18 ના રોજ મકનસર ગામના સ્મશાનમાં ઝાડની ડાળી સાથે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું. મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો અને આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.