Site icon Gujarat Mirror

રાજકોટના બે સહીત રાજ્યના 103 વકીલ સિવિલ જજ બન્યા

ઈન્ટરવ્યૂ બાદ હાઈકોર્ટે સિવિલ જજનો એપોઈન્ટમેન્ટ લેટર આપ્યો

રાજ્યમાં સિવિલ જજની ભરતીના તાજેતરમાં લેવાયેલા ઇન્ટરવ્યૂ બાદ હાઇકોર્ટ દ્વારા ગઈકાલે જાહેર કરેલા પરિણામમાં કુલ 103 ઉમેદવારોને સિવિલ જજના એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા છે, જેમાં રાજકોટમાંથી માત્ર બે યુવા વકીલો સિવિલ જજ તરીકે પસંદ થયા હોવાનું જાણવા મળે છે.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યમાં સિવિલ જજની 212 જેટલી જગ્યાઓ ભરવા 2025માં જાહેરાત આપવામાં આવી હતી, એ માટે રાજ્યભરમાંથી 6,500 જેટલા વકીલોએ ફોર્મ ભર્યા હતા. તેમાં મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન કસોટી 829 જેટલા વકીલોએ પસાર કરી હતી. તેમાંથી લેવાયેલી લેખીત પરીક્ષા 211 વકીલોએ ક્લિયર કરી હતી, આ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાઈ જતા, તેમાંથી માત્ર 103 ઉમેદવારોની સિવિલ જજ તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમાં રાજકોટમાંથી માત્ર બે યુવા વકીલો અજય તોલાણી અને આદિત્ય પોપટની પસંદગી થઇ હોવાનું જાણવા મળે છે. બંને ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે. કુલ 212 સિવિલ જજની ભરતી ની જાહેરાત હતી, પરંતુ મૌખિક ઇન્ટરવ્યૂના અંતે માત્ર 103ની પસંદગી થતા 109 જગ્યા ભરવા નવેસરથી કાર્યવાહી કરવાની થશે તેમ મનાય છે.

Exit mobile version