Site icon Gujarat Mirror

ચોટીલા માનતા પૂરી કરવા જતા યુવાનોને અકસ્માત નડ્યો, ડમ્પરે ટક્કર મારતા એકનું મોત

રાપરથી કાકા-ભત્રીજા પગપાળા માનતા પૂરી કરવા જતા હતા

રાપરથી ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માનતા પૂરી કરવા જતા યુવકોને માર્ગમાં મોટી દુર્ઘટના નડી છે. માળીયા મીયાણા નજીક ભીમસર ઓવરબ્રિજ પાસે ડમ્પરે બે યુવકોને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 24 વર્ષીય દિનેશ માવજીભાઈ ગોહિલનું મોત નીપજ્યું છે.

ઘટનાની વિગતો મુજબ, રાપરના શામજીભાઈ ખોડાભાઈ ગોહિલ (30) તેમના કૌટુંબિક ભત્રીજા અને ભાણેજો સાથે પગપાળા ચોટીલા જઈ રહ્યા હતા. રાત્રે લકડિયા બ્રિજ પાસે આરામ કર્યા બાદ, દોઢ વાગ્યે તેઓ આગળની યાત્રા માટે નીકળ્યા હતા. ત્રણ સાથીદારો આગળ નીકળી ગયા હતા, જ્યારે શામજીભાઈ અને દિનેશભાઈ પાછળ આવી રહ્યા હતા.

સવારે સાત વાગ્યાના સુમારે, ભીમસર ઓવરબ્રિજ પાસે ડમ્પર નંબર ૠઉં-12-ઇઢ-0002ના ચાલકે બેદરકારીથી વાહન ચલાવીને બંને યુવકોને હડફેટે લીધા. અકસ્માતમાં શામજીભાઈને ઢીંચણ અને કમરના ભાગે સામાન્ય ઈજાઓ થઈ, જ્યારે દિનેશભાઈને માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું મૃત્યુ થયું. માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં શામજીભાઈએ ડમ્પરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂૂ કરી છે.

Exit mobile version