રાજકોટ
‘તું કાંઇ કમાતી નથી તારે ઘરમાં બોલવાનું નહીં’ કહી પરિણીતાને ત્રાસ
રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર શેરી નં.7માં રહેતી અવનીબેન નામની પરિણીતાએ પતિ દિપેશ, સસરા રમેશ હિરાભાઈ ખાણધર, સાસુ ભાવનાબેન (રહે. ત્રણેય પટેલ કોલોની સિધ્ધનાથ રેસિડેન્સી, જામનગર) અને નણંદ જાગૃતિબેન ઉર્ફે પૂનમબેન રીપલભાઈ હડીયર (રહે. જામનગર) વિરૂૂધ્ધ મારકૂટ કરી, ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં અવનીબેને જણાવ્યું છે કે,તેણે બીએ, બીએડ સુધી અભ્યાસ કર્યો છે.આઠ વર્ષ પહેલા લગ્ન થયા હતા.સંતાનમાં બે બાળકો છે.બાદમાં પતિની નોકરી વડોદરા હોવાથી ત્યાં રહેવા જતી રહી હતી.જયાંથી અમદાવાદ જોબ મળતા ત્યાં રહેવા આવી ગઈ હતી.કોરોનાને લીધે થોડો સમય અમદાવાદ રહ્યા બાદ પરત જામનગર આવી ગયા હતા.લગ્નના ત્રણેક માસ સુધી સાસરિયાઓએ સારી રીતે રાખ્યા બાદ ત્રાસ આપવાનું શરૂૂ કર્યું હતું.
પતિને અન્ય મહિલા સાથે અફેર હોવાથી ઝઘડા કરી, તું કાંઈ કમાતી નથી, તારે કાંઈ ઘરમાં બોલવાનું નહીં કહી ત્રાસ આપતા હતા.એટલું જ નહીં પતિ મારકૂટ પણ કરી લેતો હતો.સાસુ-સસરા પતિનો સાથ આપતા હતા.સસરા કહેતાં કે આને હજૂ માર,આ માર ને લાયક છે.નણંદ જામનગરમાં સાસરે હોવાથી તેના ઘરની બાબતમાં દખલગીરી કરતી હતી.ગઈ તા.29 ઓગષ્ટના રોજ છોકરાવની બાબતમાં પતિએ ગુસ્સો કરી હાથ ઉપાડી લીધો હતો.એટલું જ નહીં ઘરમાંથી કાઢી મુકતા મામા રાજેશભાઈ ચૌહાણ પોતાના ઘરે લઈ ગયા હતા. ત્યારબાદ સમાધાન કરી સાસરિયા લઈ ગયા હતા. રક્ષાબંધનના દિવસે પતિ પાસે પોતાનો ફોન માંગતા પતિએ આપવાની ના પાડી, મારકૂટ કરી, ગળું દબાવવાની કોશિશ કરી હતી.તે વખતે પતિએ ઘરની બહાર નીકળી જવાનું કહ્યું હતું. સાસુ અને નણંદે તેના દાગીના કાઢી લીધા હતા.એટલું જ નહીં તેના છોકરા પણ ઝુંટવી લઈ બહાર કાઢી મુકી હતી.આ અંગે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
ગુજરાત
માસૂમ બાળકીને ફાડી ખાધા બાદ તંત્ર રઘવાયું, કૂતરાં પકડવા ટીમો ઉતારી

જંગલેશ્ર્વરમાંથી 8 કૂતરાં પકડ્યા, તમામનું મેડિકલ ચેકઅપ કરી એનિમલ હોસ્ટેલ ખાતે રાખવામાં આવશે
શહેરમાં વધતા જતા કુતરાના આતંક વચ્ચે ગઈકાલે જંગલેશ્ર્વર વિસ્તારમાં પાંચ ડાઘિયાઓએ એક પાંચ વર્ષની બાળકીને ફાડીખાતા શહેરભરમાં ચકચાર મચી ગઈ છે જેના પગલે મહાનગરપાલિકાની કુતરા પકડ પાર્ટી દ્વારા સવારથી જ જે સ્થળે બનાવ બન્યો હતો ત્યાં ટીમો ઉતારી કુતરા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને તમામ શેરીઓ અને વિસ્તારમાં ચકાસણી કરી 8 કુતરાને પકડીને હાલ પાંજરે પુરવામાં આવ્યા છે. તેમ ડો. જાકાસણિયાએ જણાવ્યું હતું.
મનપાના પશુ પકડ પાર્ટીના હેડ ડો. જાકાસણિયાના જણાવ્યા મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમાં ગઈકાલે બનેલ ઘટનાએ શહેરભરમાં રોષનું વાતાવરણ ઉભુ કર્યુ છે. સરકારના નિયમ મુજબ રખડતા કુતરા પકડવાની મનાઈ છે પરંતુ જ્યાં અમુક ચોક્કસ કુતરાઓનો ત્રાસ હોય અને ફરિયાદો ઉઠતી હોય ત્યારે આ પ્રકારના કુતરાઓને પકડી એનિમલ હોસ્ટેલ ખાતે સારવાર કરવામા આવે છે. જેમાં આજની ઘટનાએ પણ મનુષ્ય ઉપર હુમલો કરનાર કુતરાને ક્યા પ્રકારનો રોગ છે તેમજ માનસીક રીતે બીમાર છે કે નહીં તે જાણવા માટે આજે સવારથી અલગ અલગ ટીમોને જંગલશ્ર્વર વિસ્તારમાં દોડાવવામાં આવી હતી. અને વિક્રાળ તેમજ હિંસક લાગતા 8 કુતરાઓને પકડી એનિમલ હોસ્ટેલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં આ કુતરાઓની ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવશે અને હડકવા તેમજ અન્ય રોગોનો ભોગ આ કુતરા બન્યા છે કે નહીં તેનું નિદાન કરવામાં આવશે. ત્યાર બાદ જરૂરત પડ્યે આ કુતરાઓને અમુક દિવસો સુધી એનિમલ હોસ્ટેલમાં રાખી શાંત થાય ત્યાર બાદ ફરી વખત જે સ્થળેથી પકડવામાં આવ્યા છે. તે સ્થળ ઉપર છોડી મુકવામાં આવશે.
ક્રાઇમ
અગાઉની ફરિયાદમાં હકુભાની ધરપકડ કરી હોત તો સગીરા પર દુષ્કર્મ ન થાત: ફોજદાર ભગોરા સસ્પેન્ડ

સગીરાએ પોલીસ કમિશનર કચેરીએ ઝેરી દવા પીધા બાદ વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી છતાં હકુભા વિસ્તારમાં ખુલ્લેઆમ ફરતો અને સગીરાના ઘરે જઇ દુષ્કર્મની ધમકી પણ આપી
શહેરના ભીસ્તીવાડમાં રહેતાં નામચીન શખ્સ હકુભાએ વ્યાજખોરી અંગે થયેલી ફરિયાદમાં સમાધાન કરવાનું કહી એક સગીરા, તેણીના માસી, નાની બહેન અને માસીના દિકરા સહિતનાનું કારમાં અપહરણ કરી ભગવતીપરાના છેડે વાડીમાં લઈ જઈ સગીરા અને તેના માસીને મારકૂટ કરી બાદમાં હકુભાએ પોતાની પત્ની અને બાળાના માસીની હાજરીમાં જ આ બાળા પર બળાત્કાર ગુજારી ત્યાંથી ફરીવાર ભગવતીપરાના ડેલામાં ફરીથી બાળા પર બીજીવાર બળાત્કાર ગુજારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી.આ બનાવ બાદ બી ડિવિઝન પોલીસમાં અપહરણ,દુષ્કર્મ,પોસ્કો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી હકુભા અને તેમના પુત્ર સહિત ત્રણની ધરપકડ કરી હતી.
આ બનાવના ઘેરા પડઘા પ્ર.નગર પોલીસ મથકમાં પડ્યા હતા.જેમાં અગાઉ તાં.18/10ના રોજ બાળકીની બહેને હકુભા આણી ટોળકીએ આંતક મચાવી પૈસાની ઉઘરાણી કરતા પોલીસ કમિશ્નર કચેરીમાં યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ બનાવમાં પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઈ ભગોરાએ બાળકીના માતાની ફરિયાદ પરથી હકુભા ખિયાણી,તેનો પુત્ર મિરઝાદ,પુત્ર વધુ સોનીબેન એઝાઝ અને અલી વિરુદ્ધ મારામારી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ બનાવમાં તપાસ પ્ર.નગર પોલીસના પીએસઆઈ કે.એસ.ભગોરા ચલાવી રહ્યા હતા.આ બનાવમાં હકુભાની ધરપકડ ન કરી જેથી હકુભા ઉપર પોલીસનો ખૌફ ના હોય તેમ પોતે ખુલ્લેઆમ વિસ્તારમાં ફરતો અને આ ફરિયાદ મામલે ફરિયાદીના ઘરે જઈ એક વાર આ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકી પણ આપી હતી.આ ફરિયાદમાં પીએસઆઈ ભગોરાએ બેદરકારી દાખવી આરોપી હકુભાને ન પકડતા તેમને સગીરાને પરિવાર સાથે સમાધાનના બહાને લઈ જઈ દુષ્કર્મ આચાર્યુ હતું.આ મામલે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે આકરા પગલાં લઈ પીએસઆઈ ભગોરાને ફરજ પર બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જૂની ફરિયાદમાં એટ્રોસિટીનો કરાયો ઉમેરો
ગઈ.તા.19/11ના રોજ સગીરાની માતાની ફરિયાદ પરથી હકુભા આણી ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં પ્ર.નગર પીએસઆઈ કે.એસ.ભગોરાએ આજ સુધી કોઈ પણ આરોપીને પકડયા નહોતા.આ મામલે તપાસમાં બેદરકારી બદલ તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.પોલીસના આધારભૂત સૂત્રોમાંથી જાણ્યા પ્રમાણે,જૂની ફરિયાદમાં એટ્રોસીટીની કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે.
ગુજરાત
કેમેરા હોય ત્યાં પિચકારી મારવાનું બંધ: ફક્ત 6 જ પકડાયા

ગંદકી કરતા 32 નાગરિકોને દંડ, 2.75 કિ.ગ્રા પ્લાસ્ટિક જપ્ત: ન્યૂસન્સ પોઈન્ટ ખાતેથી 25.4 ટન કચરાનો નિકાલ
સ્વચ્છતાહી સેવા અભિયાન અંતર્ગત મનપા દ્વારા આજે પાનખાઈને પીચકારી મારતા ફક્ત 6 લોકોને જ પકડ્યા હતા કારણ કે હવે લોકો કેમેરા જોઈને પીચકારી મારતા થયા હોય તેવું જણાઈ રહ્યું છે. તેવી જ રીતે જાહેરમાં કચરો ફેંકતા અને ગંદકી કરતા 32 લોકોને દંડ કરી 2.75 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ ખાતેથી વધુ 25.4 ટન કચરાનો નિકાલ કર્યો હતો.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત આજે 08 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1207 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 248 સફાઈ કામદારો ની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, આજે 1(એક) સફાઈ કામદાર કચરો રોડ પર સળગાવતા ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે. ઉપરોકત કામગિરી મ્યુનિ. કમિશનર આનંદ પટેલના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝન હેઠળ, કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરનાં નોડલ ઓફિસર વત્સલ પટેલ તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર2 months ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર