સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જામી; મહાઆરતી, યજ્ઞ, રામધૂન, અન્નકૂટ દર્શન, કેક કટિંગ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા
સૌરાષ્ટ્રભરમાં ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી. સવારથી જ મંદિરોમાં ભકતોની ભીડ જામી હતી. મંદિરમાં મહાઆરતી, યજ્ઞ, રામધુન અન્નકુટ દર્શન, કેક કટીંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. ઠેર ઠેર અંજનીના જાયાની શોભાયાત્રા નીકળી હતી. હનુમાન ચાલીસાન પાઠ અને જયશ્રી રામના ગુંજરાવથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
ગોંડલ
ગોંડલમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળનાં ઉપક્રમે હનુમાન જયંતી પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરાયુ હતુ.જેતપુર રોડ ત્રણખુણીયેથી નિકળેલી શોભાયાત્રા રાજમાર્ગોપર ફરી તરકોષી હનુમાનજી મંદિરે પંહોચી પુર્ણ થઈ હતી.ત્યાં મહાઆરતી તથા પ્રસાદનું આયોજન કરાયુ હતું.બાલાજી હનુમાન મંદીરે મહાપુજા અને આરતી સાથે પ્રસાદનું આયોજન કરાયુ હતુ.ભોજરાજપરા ખિજડાવાળા મામાદેવ મંદિર, સહજાનંદ નગર ખાતે હનુમાનજી મંદિર સહિત ઠેરઠેર હનુમાન મંદિરો માં પુજન આરતી,બટુકભોજન તથા મહાપ્રસાદનાં આયોજન કરાયા હતા.
મોરબી
મોરબી ના શકિત પ્લોટ મા શેરી નંબર ચાર મા આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી શકિત હનુમાન મંદિર ખાતે શ્રી શકિત પ્લોટ મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતી મહોત્સવ શ્રદ્ધા ભકિત આરાધના સાથે આસપાસના એપાર્ટમેન્ટ વાસીયોના સહારા સહયોગથી ધામધૂમ થી ઉજવાયો હતો જેમા બાળકો સાથે.બેન્ડ વાજાની રમઝટ સાથે કેક કટીંગ કરવામા આવ્યુ મહાપ્રસાદ હનુમાન મારાજનું પુજન અર્ચન ધુન સહીત કાર્યક્રમ યોજાયા હતા તેમજ મોરબી શહેરના મણીધર હનુમાન, ચકીયા હનુમાન, રોકડીયા હનુમાન, કષ્ટભંજન હનુમાન, .પંચમુખી હનુમાન, અયોધ્યાપુરી મંદિર, સંકટ મોચન હનુમાન ( એસ પી રોડ) અંબિકા રોડ હનુમાન મંદિર, સહીતએ હનુમાન જયંતી નિર્મિત એ હવન મહાપ્રસાદ ધુન ભજન બટુક ભોજન સહીત કાર્યક્રમ યોજાયા હતાં.
વેરાવળ
વેરાવળ શહેરમાં હનુમાન જ્યંતિ ની ભક્તિભાવ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં યજ્ઞ, હનુમાન ચાલીસાના પાઠ અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. હિંદુ યુવા સંગઠનના નેજા હેઠળ વેરાવળ બસ સ્ટેન્ડ પાસે આવેલા હનુમાનજી મંદિરથી એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ભારત માતા, શ્રીનાથજી, ભગવાન શિવ અને આદિયોગી સહિતના કલાત્મક ફ્લોટ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પ્રભાસ પાટણ
હનુમાન જયંતિ શોભાયાત્રા ના માર્ગમાં ઠેઠ ધજા પતાકા થી શણગાર કરવામાં આવ્યા હતા અને સેવાભાવી ભક્તો દ્વારા માર્ગમાં ઠેર ઠેર ઠંડા પીણા શરબત બુંદી ગાંઠિયા પ્રસાદી અને ચા પાણી પીવામાં આવતા હતા ઢોલ શરણાઈ અને ડીજેના તાલે લોકો ભજનમય બન્યા હતા શોભાયાત્રામાં વિવિધ વેશભૂષાઓથી શોભાયમાન બનવાઇ હતી જેમાં હનુમાનજી સસલુ અને રીંછ ના મહોરા પહેરી ભાવિકો જુમ્યા હતા શોભાયાત્રા વડલા પોલીસ ચોકી પાસેના હનુમાન મંદિરેથી બજાર તાલુકા શાળા દરજીવાડા અને મોટા કોળીવાળા થઈ હનુમાન મંદિરે શોભાયાત્રા નું સમાપન થયું હતું. શોભાયાત્રામાં ભાવિકો કેસરી ધ્વજો લહેરાવી જય હનુમાનના ગગનભેદી નારાઓ લગાવી નગર યાત્રામાં ફર્યા હતા હનુમાનજી મંદિરે પણ ભાવ્યું કોઈ પૂજનને વિશેષ આરતી કરી ધન્યતા અનુભવી હતી.
બેટ દ્વારકા
બેટ દ્વારકાના હનુમાન દાંડી તીર્થક્ષેત્ર એ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જયાં પિતા હનુમાનજી તથા તેમના પુત્ર મકરધ્વજજી સાથે બિરાજતાં હોય સ્થાનિય ભાવિકોમાં આસ્થાનું પ્રતિક એવા આ પાવનધામમાં આજરોજ ચૈત્રી પૂર્ણિમાના પાવન દિવસે હનુમાનજીની જન્મજયંતિના હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ઊજવણી કરાઈ હતી. ગઈકાલથી જ મોટી સંખ્યામાં ભાવિકો દાંડીવાલા તીર્થ ખાતે દર્શનાર્થે ઉમટયા હતા. આજે સવારે 6:58 કલાકે હનુમાનજી મહારાજનો પ્રાગટ્યોત્સવ સાથે મંગલા આરતી કરાયા બાદ સવારે 10 વાગ્યે મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું. સવારે 11 વાગ્યે અન્નકુટ દર્શન મનોરથ યોજાયો હતો. ભકતગણ માટે બપોરે 12 કલાકથી સમુહ પ્રસાદીનું યોજાઈ હતી. ગઈકાલે શરૂૂ કરાયેલ અખંડ રામધૂન આવતીકાલ તા. 3 એપ્રિલના સવારે 10 કલાકે સંપન્ન થશે.
દ્વારકા
દ્વારકામાં સુપ્રસિધ્ધ સિદ્ધનાથ મંદિર પરિસરમાં આવેલ મારૂૂતિ નંદન હનુમાનજી મંદિરે આજરોજ હનુમાનજીના પ્રાગટ્યોત્સવ પર્વની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. આજરોજ હનુમાનજીના વિશેષ શૃંગાર સાથેના દર્શન મનોરથનો લાભ બહોળી સંખ્યામાં સ્થાનીકો તેમજ બહારગામથી પરાધેલ ભાવિકોએ લીધો હતો. સવારે 6:00 કલાક સુધી જન્મોત્સવની અભિષેક પૂજા અને આરતી યોજાઈ હતી. સવારે 9 વાગ્યે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ બપોરે 12:00 કલાકથી બટુક ભોજનનું આયોજન કરાયું હતું. સાંજે 5 વાગ્યાથી સુંદરકાંડના પાઠ યોજવામાં આવ્યા હતા. રાત્રે 9 વાગ્યે ઉત્સવ મહાઆરતી તેમજ રાત્રે 8 વાગ્યાથી હનુમાન ચાલીસા પાઠ તથા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનમાં મંદિરના પૂજારી ભદ્રેશભાઈ દવે તેમજ મારુતિ નંદન ગૃપના પરેશભાઈ, મહેન્દ્રભાઈ તેમજ અન્ય સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહયુ છે.
સાગર ખેડૂઓની બોટ ઉપર સદાય માટે ફરકે છે સંકટ મોચક હનુમાનજીની ધ્વજા
ચૈત્ર સુદ પૂનમના દિવસે સમગ્ર દેશ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે. ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે ગીર- સોમનાથ જીલ્લાના બંદરો હોય કે અન્ય જીલ્લાના તેમાં જે બોટ હોય છે. તેમાં એક ધ્વજ અવશ્ય જોવા મળશે અને એ છે હનુમાનજીનો ધ્વજ આ ધ્વજ ઉપર સાગર ખેડુઓને અપાર શ્રદ્ધા હોય છે સોમનાથના માછીમારો ધાર્મિક તેમજ સેવાભાવી હોય છે અને પોતાનો આજીવીકા માટે ઉંડા દરિયામાં જઈ માછીમારી કરતા હોય છે. આ વ્યવસાય દરિયાને લગતો હોઈ અવાર-નવાર ક્યારેય સંકટો આવતા રહેતાં હોય છે. વીસ-વીસ દિવસની દરિયાની ટ્રીપ હોય છે અને ટમટમતા તારાઓનું આકાશહોય છે. આવા પ્રસંગે બોટમાં ફરકાવાયેલી હનુમાનજીની ધજા તેને મન મંદિર બને છે અને સંકટ સમયે હનુમાન ચાલીસાનું પઠન પણ કરે છે. માછીમાર સમાજને હનુમાનજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે જેથી સંકટ મોચન હનુમાનજીની ધજા કાયમી ધોરણે વાહણોમાં ફરકતી રાખે છે કોઈ – કોઈ વાર તો વહાણ પ્રસ્થાન કરતી વખતે કે નવા વાહણને દરિયામાં પ્રથમ વખત તરતું મુકતી વખતે હનુમાનજીને શ્રીફળ વધેરી પૂજા કરી પછી જ બોટનું પ્રસ્થાન કરવામાં આવે છે.

