Site icon Gujarat Mirror

ગોંડલ રેલવે સ્ટેશનમાં લોખંડના બ્રિજ પરથી પટકાયેલા શ્રમિકનું મોત

આધેડે સારવાર દરમિયાન દમ તોડતા પરિવારમાં કલ્પાંત

ગોેંડલ રેલવે સ્ટેશન પર લોખંડના બ્રીજ પર કામ કરતા શ્રમીક આધેડ અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી. આધેડનુ ટુકી સારવાર દરમ્યાન મોત નીપજતા શ્રમીક પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ રાજસ્થાનનાં વતની અને હાલ ગોંડલમા રેલવે સ્ટેશનમા આવેલા લોખંડનાં બ્રીજ પર કામ કરતા દીપભાઇ મહાવીર પ્રસાદ જોશી નામનાં પ3 વર્ષનાં શ્રમીક આધેડ અકસ્માતે 10 ફુટ જેટલી ઉચાઇથી નીચે પટકાયા હતા ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે ગોંડલ અને રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામા આવ્યા હતા. જયા તેમનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે . આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version