Site icon Gujarat Mirror

ચોટીલાના અકાળા ગામે મહિલાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું

ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતા ચતુરભાઈ ગોવિંદભાઈ વાઘરોડિયાના લગ્ન 18 વર્ષ પહેલા સાયલા તાલુકાના વખત પરના રૂૂપસિંગભાઈ રાસીંગભાઇની પુત્રી ક્રિષ્નાબેન સાથે થયા હતા. તેમાં લગ્નજીવનમાં એક પુત્ર અને બે પુત્રીઓ સાથે રહેતા હતા.

તેમાં ક્રિષ્નાબેન ચતુરભાઈ ઉં. 38 અગમ્ય કારણોસર ઘરે કોઈ હાજર ન હતું તે સમયે ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેની તેના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરી મહિલાના મૃતદેહને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની મહિલાના પિયર પક્ષમાં જાણ થતા ક્રિષ્નાબેનના પિતા અને પરિવારજનો સાથે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ચતુરભાઈ ગોવિંદભાઈ સામે હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.

ક્રિષ્નાબેનના ભાઇએ જણાવ્યુ હતું કે, બે દિવસ પહેલા ક્રિષ્નાબેન સાથે વાતચીતમાં ખુશી મજામાં હોવાનું જણાવ્યું હતું. તેમાં કોઈ સમસ્યા અંગે જણાવ્યું ન હતું. મારી બેને આવુ પગલું શા માટે ભરી લીધુ તે સમજાતુ નથી. બેનની હત્યા થયા હોવા બાબતે તપાસની માંગ છે.

Exit mobile version