Site icon Gujarat Mirror

બી.પી.ની બીમારી મટાડવા ભૂઇએ દવા બંધ કરાવતા મહિલાનું મોત

મોરબી જિલ્લાના વાંકાનેરના શક્તિપરામાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં મંદિર બનાવી દોરા-ધાગા, અસાધ્ય રોગ મટાડવાનો દાવો કરનાર મુસ્લિમ હનીકા શબ્બીરભાઈ પઠાણ ભુઈની કપટલીલાનો ભાંડાફોડ ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની મદદથી કર્યો હતો. ભઈ હનીફાએ કબુલાતનામું-માફીપત્ર આપી કાયમી ધતીંગલીલા બંધની જાહેરાત કરી દીધી હતી.

બનાવની વિગત પ્રમાણે મુળ ચોટીલાના હાલ થાનગઢ મારૂૂતિનંદન સોસાયટી, આંબેડકર હોલ સામે રહેતા દેવજીભાઈ રામજીભાઈ રાઠોડનો દિકરો અરવિંદ તથા સંજય ગોગીયા રૂૂબરૂૂ જાથાના કાર્યાલયે આવી પોતાની આપવિતીમાં જણાવ્યું કે મારી માતા કમુબેન દેવજીભાઈ છેલ્લા બે-ત્રણ મહિનાથી ભુઈ હનીફા પાસે બી.પી. ની બિમારીના ઉકેલ માટે જાય છે. ભુઈએ દવા પીવાનું બંધ કરવું, જુવારના દાણા પીવા, માતાજીની ટેક બાધા રાખવાથી કાયમી રોગ મટી જશે તેવી ખાત્રી આપી હતી.

ભુઈની શ્રધ્ધાના કારણે ઘરમાં કોઈની વાત દવાને લેતી ન હતી. 15 વર્ષથી નિયમિત દવા લેતી મા એ એકાએક બંધ કરતાં દિવસે દિવસે બિમારીમાં વધારો જોવા મળતો હતો. ભુઈ હનીફા મોબાઈલમાં વિધિ કહે તેમ કરતી હતી. તેવામાં દર્દીનું મોત તા. 27 મી ઓકટોબર રાત્રે ઘરે થયું હતું. મારી માતા કમુબેનની ઉંમર 58 વર્ષની થઈ હતી. બીજા અમારા સગાના દિકરાને ડાયાબીટીસ હોય 17 દિવસની બધા રખાવી જુવારના દાણા પીવડાવી દવા બંધ કરી દેવી માતાજી સારુ કરી દેશે. અસાધ્ય રોગ મટાડું છું. આ દર્દી હાલ અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જાથાના જયંત પંડયાએ ભઈ હનીફાના ઘરે જઈ રૂૂબરૂૂ પરિચય આપી અસાધ્ય રોગ મટાડવાની, દોરા-ધાગા, દાણા આપવાની ધતિંગલીલા કાયમી બંધ કરાવવા આવ્યા છીએ અને થાનગઢના રાઠોડ પરિવાર કે જેઓએ પોતાની માતા કમુબેનનું અવસાન બી.પી. ની દવા બંધ કરવાને કારણે થયું હતું તેવી વાત કરતા ભુઈ ભાંગી પડી અને તુરંત કબુલાત આપી મારાથી ભુલ થઈ ગઈ છે, દવા બંધ કરવાનું કીધું હતું. મારી પાસે મેડીકલ કોઈ લાયસન્સ નથી, દુ:ખી લોકો જોવડાવવા માટે દરરોજ આવે છે, હું કોઈના રૂૂપિયા લેતી નથી, શ્રધ્ધા પ્રમાણે કામ થાય છે. જાથાએ રૂૂબરૂૂમાં પુરાવા આપતા સ્થળ ઉપર લોકોની માફી માગી કાયમી જોવાની કપટલીલા બંધની જાહેરાત કરી દીધી હતી. આસપાસના લોકો ભુઈના ઘરે આવી ગયા હતા.

પોલીસ સાથે પરામર્શ કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવેલ હતા.
જાથાનો 1279 મો સફળ પર્દાફાશમાં રાજકોટ રેન્જના આઈ.જી.પી., મોરબી જિલ્લા પોલીસ વડા, વાંકાનેર ડીવાય.એસ.પી. સમીર સારડા, પો.ઈન્સ. જાડેજાએ જાથાને ઉત્કૃષ્ઠ મદદ કરી હતી. પોલીસ કર્મી લીંબાભાઈ રબારી, ભાવનાબેન અને શીતલબેન જોડાયા હતા.

Exit mobile version