ગુજરાત
વેચેલી જમીનના પૈસા નહીં મળતાં મહિલાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
જશદણ તાલુકાના ભંડારીયા ગામે પોતાએ વેંચેલી જમીનની નકિક કરેલ રકમ લેનારે નહી આપતા મહિલાએ ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળેલ માહિતી મુજબ જશદણ તાલુકાના ભંડારીયા ગામે રહેતી અસ્મીતાબેન ધર્મેશભાઇ મેતાણીયા જાતે કોળી ઉ.વ. 33 એ પોતાની માલિકીની જમીન સાડા સાત વીઘા એક કરોડ પાંચ લાખમાં રમેશ દેવા દેશાઇ નામના વ્યકિતને વેંચતા જમીન લેનારે આ પેટે સોદા પેટેની રકમ માત્ર 26 લાખ આપેલ હતા. અને ત્રણ વીધા જમીન પરત આપેલ હતી. બાકીના પૈસા ન આપતા તેઓએ પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે.
અસ્મીતાબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. અને ખેતીકામ કરે છે.
અસ્મીતાબેનના પતિના કહયા અનુસાર આ બાબતે અમે ભંડારિયા પોલીસમાં અરજી કરેલ હતી. પરંતુ પોલીસે અમોને ફરિયાદ લેવાના બદલે ધમકાવ્યા હતા. અમારી જમીન પચાવી પાડનાર રાજકિય વડા ધરાવતા હોય પોલીસે ઓમને ન્યાયના બદલે અન્યાય કર્યો છે. અમારી જમીન પડાવી લીધી છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.