Site icon Gujarat Mirror

અજિતની વિદાય સાથે જ NCPના અનુગામી માટે ‘પાવર રેસ’

સુનેત્રા પવાર સહિત પ્રફુલ્લ પટેલ, સુનિલ તટકરે, પુત્ર પાર્થ પવાર, છગન ભુજબળ, ધનંજય મુંડે સહિતના નામો ચર્ચામાં : શરદ પવાર રાજકીય રીતે ફરી સક્રિય થઈ મેદાનમાં આવવાની સંભાવના

અજિત પવારનાં વિમાન અકસ્માતમાં નિધન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી પલ્ટો આવવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. બંને એનસીપીનું વિલિનીકરણ તો આજકાલમાં નક્કી જ મનાતું હતું પરંતુ હવે અજિત પવારની ગેરહાજરીમાં એનસીપીના કેટલાક નેતાઓ ભાજપ,એકનાથ શિંદેની શિવસેના અથવા તો કોંગ્રેસમાં પણ જોડાય તેવી અટકળો છે. બીજી તરફ હવે NCP ક્વોટામાંથી કોઈને નાયબ મુખ્યમંત્રી બનાવાશે કે કેમ અથવા તો રાજ્ય મંત્રી મંડળમાં એનસીપીના મંત્રીઓમાં ફેરબદલ થશે કે કેેમ તેની પણ ચર્ચા શરુ થઈ રહી છે. અજિત પવાર અને શરદ પવારની NCP નું વિલિનીકરણ થવાનું છે.

તેવા સંકેત તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં દેખાયા હતા. હવે એક અટકળ એવી છે કે ચૂંટણીનાં રાજકરણમાંથી નિવૃત્તની જાહેર કરી ચૂકેલા શરદ પવાર ફરી બન્ને પાર્ટીને એક કરીને થોડાક સમય સુધી નેતૃત્વ કરશે. ત્યારબાદ શરદ પવાર તેમની સાંસદ પુત્રી સુપ્રિયા સૂળેને એન.સી.પી.ની કમાન આપી શકે છે. NCP ના દિગ્ગજ નેતા અને મહાયુતિ સરકારના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની ચિરવિદાય પછી પક્ષમાં અને સરકારમાં તેમના રિપ્લેસમેન્ટ માટેની ચર્ચાઓએ જોર પકડયું છે.

નાણા ખાતું તેઓ પોતે સંભાળતા હતા અને આગામી નાણાંકીય વર્ષનું બજેટ આખરી તબક્કામાં તૈયાર થતું હતું ત્યારે જ તેઓ દિવંગત થતાં મહાયુતિ સરકારે તાત્કાલીક નવા નાણા પ્રધાન નિયુકત કરવાની નોબત આવી છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ’દાદા’ તરીકે ઓળખાતા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ના આકસ્મિક નિધને રાજ્યના રાજકારણમાં એક મોટો શૂન્યાવકાશ સર્જ્યો છે. સવારે બારામતી જતી વખતે થયેલી વિમાન દુર્ઘટના બાદ હવે સૌથી મોટો યક્ષપ્રશ્ન એ છે કે NCP નું સુકાન કોણ સંભાળશે ?

આ રેસમાં સૌથી પહેલું નામ અજિત પવારના પત્ની સુનેત્રા પવારનું છે. ભૂતકાળમાં લો-પ્રોફાઈલ રહેલા સુનેત્રા પવારે 2024 ની લોકસભા ચૂંટણીમાં શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે સામે બારામતીથી ચૂંટણી લડી હતી. ભલે તેઓ હાર્યા હોય, પરંતુ હાલ તેઓ રાજ્યસભાના સાંસદ છે અને તેમની એક નેતા તરીકેની છબી ઉપસી છે. જોકે, અજિત પવારની ગેરહાજરીમાં પાર્ટીના આંતરિક જૂથવાદને કાબૂમાં રાખવો તેમના માટે મોટો પડકાર બની શકે છે.

બીજું નામ અજિત પવારના મોટા પુત્ર પાર્થ પવારનું છે. પાર્થ 2019 થી સક્રિય રાજકારણમાં છે, પરંતુ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ તેઓ થોડા બેકફૂટ પર રહ્યા છે. તેમનો રાજકીય અનુભવ ઓછો છે અને છેલ્લા 5 વર્ષમાં તેઓ પોતાના પિતા જેવું મજબૂત સંગઠન કે કાર્યકરોની ફોજ ઉભી કરી શક્યા નથી. આમ છતાં, યુવા ચહેરા તરીકે તેમનું નામ ચર્ચામાં છે. જ્યારે નાના પુત્ર જય પવાર હાલ રાજકારણથી દૂર છે.

જો પરિવારની બહાર નજર કરીએ તો સૌથી મજબૂત દાવેદાર પ્રફુલ્લ પટેલ છે. તેઓ શરદ પવારના અત્યંત નજીકના સાથી હતા અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. અજિત પવાર સાથે બળવો કરવામાં તેઓ મુખ્ય ભૂમિકામાં હતા. કેન્દ્ર સરકાર સાથે સંકલન સાધવું હોય કે ગઠબંધન ધર્મ નિભાવવો હોય, પટેલ તેમાં માહિર છે. પક્ષમાં તેમની સ્વીકાર્યતા પણ વધુ છે.

આ ઉપરાંત જયંત પાટીલ, છગન ભુજબળ, સુનિલ તટકરે અને ધનંજય મુંડે જેવા નેતાઓ પણ રેસમાં હોઈ શકે છે, પરંતુ તેમનામાં અજિત પવાર જેવી ’માસ અપીલ’ નો અભાવ છે. સૌથી મોટી અટકળ એ છે કે શું હવે શરદ પવાર બંને જૂથોને એક કરશે? આ રસ્તો અત્યંત મુશ્કેલ છે કારણ કે: શરદ પવારની પાર્ટી ’મહા વિકાસ આઘાડી’ (ખટઅ) માં છે, જ્યારે અજિત જૂથ સત્તાધારી ’મહાયુતિ’ (ખફવફુીશિં) ગઠબંધનમાં છે. જો પાર્ટી એક થાય તો અજિત જૂથના મંત્રીઓએ સત્તા છોડવી પડે, જે શક્ય લાગતું નથી. શરદ પવાર ભાજપ સાથે હાથ મિલાવે તે પણ હાલ અશક્ય છે. જોકે, રાજકારણના ચાણક્ય ગણાતા શરદ પવાર ક્યારે શું નિર્ણય લેશે તે કોઈ કહી શકતું નથી. હાલ તો NCP ના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયેલું છે.

અજિતની જિંદગીનું જહાજ ડૂબતા અનેક ઉંદર નેતાઓ બીજે કૂદી જશે ?
અજિત પવારનાં વિમાન અકસ્માતમાં નિધન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી પલ્ટો આવવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. બંને એનસીપીનું વિલિનીકરણ તો આજકાલમાં નક્કી જ મનાતું હતું પરંતુ હવે અજિત પવારની ગેરહાજરીમાં એનસીપીના કેટલાક નેતાઓ ભાજપ,એકનાથ શિંદેની શિવસેના અથવા તો કોંગ્રેસમાં પણ જોડાય તેવી અટકળો છે. બીજી તરફ હવે NCP ક્વોટામાંથી કોઈને નાયબ મુખ્યમંત્રી બનાવાશે કે કેમ અથવા તો રાજ્ય મંત્રી મંડળમાં એનસીપીના મંત્રીઓમાં ફેરબદલ થશે કે કેેમ તેની પણ ચર્ચા શરુ થઈ રહી છે. અજિત પવાર અને શરદ પવારની ગઈઙનું વિલિનીકરણ થવાનું છે તેવા સંકેત તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં દેખાયા હતા. હવે એક અટકળ એવી છે કે ચૂંટણીનાં રાજકરણમાંથી નિવૃત્તની જાહેર કરી ચૂકેલા શરદ પવાર ફરી બન્ને પાર્ટીને એક કરીને થોડાક સમય સુધી નેતૃત્વ કરશે. ત્યારબાદ શરદ પવાર તેમની સાંસદ પુત્રી સુપ્રિયા સૂળેને એન.સી.પી.ની કમાન આપી શકે છે.

અજિત પવારના બે પુત્રો પાર્થ અને જય પવાર પણ છે. પાર્થે થોડા સમય માટે રાજકરણમાં પગ મૂક્યો હતો. અને મહારાષ્ટ્રના માવલ મત વિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી. પરંતુ તેઓ મોટા માર્જિનથી હારી ગયા હતા. જ્યારે તેમનો બીજો પુત્ર જય રાજકરણથી દૂર રહ્યા છે. રાજકીય ચર્ચાઓ અનુસાર આ સંજોગોમાં સંખ્યાબંધ નેતાઓ સત્તા સાથે રહેવાનું પસંદ કરે તો ભાજપ અથવા તો એકનાથ શિંદેની શિવસેના સાથે રહેવાનું પસંદ કરી શકે છે. બીજી તરફ એનસીપીના સંખ્યાબંધ નેતાઓ લઘુમતિ વોટબેન્ક પર આધાર ધરાવે છે. તેઓ કોંગ્રેસ ભણી પ્રયાણ કરી શકે છે. રાજ્યમાં હાલ જિલ્લા પરિષદોની ચૂંટણી ચાલી રહી છે. ત્યારબાદ 2029 સુધી કોઈ મોટી ચૂંટણી થવાની નથી. આથી, હાલના નેતાઓએ તત્કાળ ચૂંટણીનો સામનો કરવાનો નથી. આ સંજોગોમાં નેતાઓ તત્કાળ તો નહિ પરંતુ થોડા સમયમાં પોતપોતાનાં રાજકીય ભાવિ વિશે નિર્ણયો કરી શકે છે.

Exit mobile version