વિશેષ અંક
શિયાળુ આહાર આપણા સ્વાસ્થ્યને નિરોગી બનાવે છે
ઋતુઓનો પ્રભાવ બધા પ્રાણીઓના શરીર પર આવે જ છે. એનાથી બચી નથી શકાતું. એટલા માટે દરેક ઋતુમાં આવતા પરિવર્તન સાથે તાલમેલ જાળવી રાખવો બહુ આવશ્યક છે. દરેક ઋતુ અનુરૂૂપ આહાર – વિહારની ઉચિત શૈલીને અપનાવીને આપણે લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. આધુનિક યુગની વ્યસ્તતા અને ઉત્તેજનાઓને કારણે વ્યક્તિની ભીતર ખાવા પીવાની ખોટી આદતો પડી ગઈ છે. શિયાળાની શરુઆત થઈ ગઈ છે.શિયાળાની ઋતુ શરૂૂ થઈ ગઈ છે. બહારની ઠંડીથી પોતાને બચાવવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ અને શરીર પર વિન્ટર ક્રીમ લગાવીએ છીએ, પરંતુ શિયાળાની ઋતુમાં પોતાની જાતને આંતરિક રીતે સુરક્ષિત રાખવી પણ ખૂબ જ જરૂૂરી છે. આયુર્વેદ અનુસાર, શિયાળાની ઋતુમાં માનવ શરીરમાં ઘણી ઊર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે શરીરને વધુ કેલરીની જરૂૂર પડે છે. આ જ કારણ છે કે શિયાળામાં આપણને વધુ ભૂખ લાગે છે. સારી વાત એ છે કે ઉનાળાની સરખામણીએ આપણું શરીર શિયાળામાં ખોરાક પચાવવા માટે વધુ સક્ષમ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ શિયાળાની ઋતુ શ્રેષ્ઠ સમય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂૂરી છે કે ઠંડીની ઋતુમાં આપણે આપણા આહારમાં કઇ ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરવો જોઇએ.
– ઠંડીમાં ખાવા માટે બીન્સ બેસ્ટ ફુડ છે. તે પ્રોટીન અને ફાયબરનો એક સારો સોર્સ છે અને તેમાં ઘણા જરૂૂરી પોષક તત્વો જેવા કે, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, જસત, ફોસ્ફરસ, થાઇમિન, રાઇબોફ્લેવિન અને બી 6 હોય છે.
– ઠંડીમાં નિયમિચ રીતે ઈંડાનું સેવન કરો. તેમાં વિટામિન એ, બી12, બી6, ઈનો મોટો સોર્સ છે. તેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, સેલિનિયમ, ફેટી એસિડ્સ અને પ્રોટીન હોય છે.
– મશરૂૂમમાં મોટા પ્રમાણમાં વિટામિન ડી હોય છે. તેથી શિયાળાની ઋતુમાં મશરૂૂમ ખાવું જરૂૂરી છે. તેમાંથી સેલેનિયમ મોટા પ્રમાણમાં હોય છે.
– શક્કરિયા શિયાળામાં ખુબજ ફાયદાકારક હોય છે. તેમાં મોટા પ્રમાણમાં વિટામિન સી અને એ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ અને ફાયબર હોય છે.જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
– કેટલાક અનાજ શરીરને સૌથી વધુ ગરમી આપે છે. બાજરી એક એવું અનાજ છે. શિયાળામાં બાજરીનો રોટલો બનાવો અને ખાઓ. નાના બાળકોએ બાજરીનો રોટલો ચોક્કસપણે ખાવો જોઈએ. તેમાં ઘણાં તંદુરસ્ત ગુણધર્મો પણ છે. અન્ય અનાજની તુલનામાં બાજરીમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ છે. તેમાં તે બધા ગુણો છે, જે આરોગ્યને યોગ્ય રાખે છે. બાજરીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ટ્રિપ્ટોફેન, ફાઈબર, વિટામિન-બી, એન્ટીઓકિસડન્ટો વગેરે શરીરને આવશ્યક તત્વો હોય છે.
– જો શિયાળા દરમિયાન 2થી 3ખજૂર ખાવામાં આવે તો તે ટોનિકનું કામ કરે છે. તેનાથી શરીરને ગરમી મળે છે. તે કાર્બોહાઇડ્રેટસથી ભરપૂર છે અને શરીરને સ્ફૂર્તિ તથા તાકાત આપે છે. તેમાંથી શરીરને ભરપૂર આયર્ન મળતું હોવાથી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે.
– અંજીરમાં પોટેશિયમ ભરપૂર છે અને બ્લડપ્રેશરના રોગીઓ માટે ઉપયોગી છે. તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંના દર્દીઓ માટે ઉપયોગી છે. તેમાં શરીરને ઉપયોગી આયર્ન અને કાર્બોહાઈડ્રેટ્સ આવેલાં છે. અંજીરમાં ફાઇબર પણ પુષ્કળ હોવાથી કબજિયાતના રોગીને ઉપયોગી છે.
– શિયાળામાં તલ ખાવાથી શરીરમાં શક્તિ મળે છે. તલના તેલની માલિશ કરવાથી શરદીથી બચી શકાય છે. તલ અને માખણનો ઉકાળો બનાવી પીવાથી ઉધરસ સંચિત કફ દૂર થઈ શકે છે. તલમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે, જેમ કે પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પ્લેક્સ અને કાર્બોહાઇડ્રેટ.
– જામફળ એ વિટામીન ઈ, અ, ઊ, ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ અને અન્ય ઘણા ખનિજોનો ભંડાર છે. જો તમે રોજ એક જામફળનું સેવન કરો છો. તેથી આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. આમ કરવાથી તમે તમારા શરીરને શરદી અને ઉધરસની અસરથી બચાવી શકો છો.
– દાડમ લોહીને પાતળું કરવા માટે જાણીતું છે, લોહીની ઉણપ પણ ફળ દ્વારા પૂરી થાય છે. તેના સેવનથી લોહી ગંઠાઈ જતું નથી. આ જ કારણ છે કે આ ફળ સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર બીમાર પડે છે. આવી સ્થિતિમાં, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, આ ફળને તમારા આહારમાં શામેલ કરવું જોઈએ.
ગુજરાત
આરંભ હૈ પ્રચંડ…એક ગીતે ચખાડ્યો સફળતાનો સ્વાદ
સંગીતના જે બીજ પિયરમાં રોપાયા તેને સાસરે જતાં પ્રોત્સાહનરૂપી પાણી અને પ્રેરણારૂપી ખાતર મળતા થયું વૃક્ષમાં પરિવર્તન
ભક્તિબાએ આપ મેળે,આપ બળે અને પરિવારના પ્રેમના પરિબળે મેળવી છે સફળતા
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા આર્થિક ઉપાર્જનનું સાધન બન્યું છે ત્યારે ુજ્ઞીિીંબય અને અન્ય માધ્યમ પર જુદા જુદા પ્રકારના વીડિયોનો રાફડો ફાટ્યો છે.આ બધા વચ્ચે શાસ્ત્રીય સંગીત તેમજ પરંપરાગત ગીતો દ્વારા શીતળતા આપતા સંગીતની સફર કરાવે છે ભક્તિબા જેઠવા.તેઓએ ખૂબ જ ઓછા સમયમાં સોશિયલ મીડિયામાં પોતાની આગવી ઓળખ બનાવી છે. અર્થપૂર્ણ અને સુમધુર સંગીત તેમજ આપણા સાંસ્કૃતિક વારસાને જીવંત કરતાં સંગીતને તેઓ લોકો સુધી પહોંચાડે છે. લોકોએ પણ તેમના આ પ્રયાસને બિરદાવ્યો છે. કોઈપણ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ વગર તેઓએ ગયેલ ‘આરંભ હૈ પ્રચંડ’ગીત વન મિલિયનથી પણ વધુ લોકો સુધી વાઇરલ થયું છે ત્યારે ભક્તિબા જેઠવાની ટૂંક સમયમાં અહીં સુધી પહોંચવાની સફર જાણવા જેવી છે.
જન્મ ભાવનગરના ટાણા ગામમાં થયો.માતા હિનાબા ગોહિલ અને પિતાજી મેઘરાજસિંહ ગોહિલ અને ભાઈ સિદ્ધરાજસિંહ ગોહિલ એમ નાના પરિવારમાં બધાને સંગીત પ્રત્યે રુચિ હતી. માતા પણ ખૂબ સારું ગઈ શકતા હતા. ભાઈ તેમજ પપ્પાને પણ સંગીત પ્રિય છે.10 ધોરણ બાદ 11 માં ધોરણથી ભાવનગર નંદકુંવરબા હાઇસ્કૂલમાં ભણ્યા. શાળાના સમય દરમિયાન પણ પોતે જીએસ બન્યા તેમજ હેન્ડબોલ, બાસ્કેટબોલ, રેસલિંગ,પિસ્ટલ શૂટિંગમાં નેશનલ સુધી રમ્યા છે.સ્પોર્ટ્સમાં અવ્વલ રહેતા ભક્તિબાને જીવનમાં કંઈક આગવી ઓળખ ઊભી કરવી એવું સ્વપ્ન હતું.આ દરમિયાન એન્જિનિયર અને એમબીએ ભણેલા સત્યરાજસિંહ જેઠવા સાથે લગ્ન થયા. સંગીતના જે બીજ પિયરમાં રોપાયા તેને સાસરે જતાં પ્રોત્સાહનરૂૂપી પાણી પ્રેરણારૂપી ખાતર મળતા તેનું વૃક્ષમાં પરિવર્તન થયું.નાનપણમાં સ્વાધ્યાય પરિવારમાં ભાવગીત ગાતા, દાદી સાથે પણ ભજનો ગાતા પરંતુ આ બધી પ્રવૃત્તિને ચોક્કસ દિશા,પતિ સત્યરાજસિંહે આપી.તેઓએ ભક્તિબાની ગાવાની કલાને વધુ નિખાર આપવા સંગીત શીખવાનું સૂચન કર્યું અને તેઓનો સંગીતનો અભ્યાસ શરૂૂ થયો.
સંગીતના અભ્યાસ સાથે પર્વને અનુરૂપ ગીતો તેઆ ુજ્ઞીિીંબયમાં પણ મૂકે છે. સૌપ્રથમ હનુમાન ચાલીસા મૂક્યા બાદ ‘વીજળીના ચમકાર’ે તેમજ જન્માષ્ટમીમાં કૃષ્ણગીત અને નવરાત્રીમાં ગરબા એમ દરેક તહેવારને અનુરૂપ ગીતો મૂક્યા પરંતુ એક મુલાકાત દરમિયાન પીયૂષ મિશ્રા લિખિત ગીત ‘આરંભ હૈ પ્રચંડ’ કોઈ પણ વાદ્ય વગર ગાયું,જે લોકોને એટલું બધું પસંદ પડ્યું કે તેના વન મિલિયનથી પણ વધુ વ્યુઅર્સ થયા અને તેમની લોકપ્રિયતાનો વર્ગ મોટો થયો. સ્ટ્રગલની વાત પૂછતા તેઓએ જણાવ્યું કે, શરૂૂઆતના દિવસોમાં થોડી મુશ્કેલી પડી કારણકે આ વિષય બાબત કોઈ નોલેજન હોવાથી બધા જ રસ્તા જાતે શોધવા પડ્યા પરંતુ મારા સ્વભાવ મુજબ જે નક્કી કરું એ કરીને જ રહું.પતિની જોબમાં બરોડા ટ્રાન્સફર થઈ ત્યારબાદ સંગીત શીખવાનું હોય કે ,રેકોર્ડિંગ હોય દરેક બધામાં પતિનો ખૂબ સહકાર મળ્યો.પતિ ઈચ્છતા કે હું પણ મારા સ્વપ્નને સાકાર કરું. જેના ફળ સ્વરૂપે ગાવા માટે અનેક આમંત્રણો મળવા લાગ્યા.
અત્યારે રાજકોટમાં સહિયર ક્લબ,ક્ષત્રિય સમાજ માટે તેઓ નવરાત્રીના નવ દિવસ ગાવાના છે. આ સિવાય પણ તેમને વિદેશમાંથી પણ નવરાત્રીમાં ગાવાની ઓફર આવી છે.ભક્તિબાને ભજન, ભાવગીત, લગ્નગીત, ગરબા, જુના ગીતો, લોકગીતો વગેરે ઝોનમાં ગાવું ખૂબ પસંદ છે. કહેવાય છે કે, દીકરી બે કુળને તારે છે એ જ રીતે ભક્તિબાએ પણ ગોહિલ અને જેઠવા પરિવારનું નામ રોશન કર્યું છે અને આનું શ્રેય તેઓ સાસુ ગીતાબા જેઠવા તથા સસરા પ્રદ્યુમ્નસિંહ જેઠવાને આપે છે.વડીલોના આશીર્વાદથી હજુ પણ તેઓ માટે અનેક તકો આવીને ઊભી રહેશે અને સફળતા પણ મળશે પરંતુ ભક્તિબાનું એક ડ્રીમ છે કે જે જૂના ગીતો છે તેના ભાવને લોકો સુધી પહોંચાડવા છે. મારું સંગીત સાંભળીને લોકો સંગીત પસંદ કરવા લાગે તેનાથી રૂડું શું હોય? અત્યારે જીવનમાં દરેક લોકો સ્ટ્રેસ અનુભવી રહ્યા છે ત્યારે મારે સંગીત દ્વારા લોકોને શાંતિ અને સુકુન આપવા છે સંગીત મેડિટેશન છે તેમજ નવધા ભક્તિમાં ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે તેથી દરેક લોકો સૂરોની સાધના દ્વારા શાંતિ મેળવે એ જ સ્વપ્ન છે. ભક્તિબા જેઠવાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દિલની વાત સાંભળો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, દિલની વાત સાંભળો. અંદરથી જે અવાજ આવે તે કરો. ભગવાનમાં શ્રદ્ધા રાખો. કર્મ કરીને ભગવાનને સોંપી દો. તમે તમારા માટે સ્ટેપ લેશો તો બીજા તમારા માટે સ્ટેપ લેશે. પરિવારમાં પણ એક વિશ્વાસ ઊભો કરો કે પરિવાર તમારી સાથે હર હંમેશા રહે. તમારી જાત માટે પ્રમાણિક રહો, પોતાની જાત માટે પ્રમાણિક રહેશો તો પછી કંઈ કરવાની જરૂર નહીં રહે.
સફળતાનું શ્રેય વહાલસોયા સ્નેહીજનોને
ભક્તિબા પોતાને મળેલ સફળતા બદલ સૌથી વધુ શ્રેય દાદા ગોવિંદસિંહ ગોહિલને આપે છે તેમની સાથેના સંસ્મરણો વાગોળતા તેઓ જણાવે છે કે,”દાદા અને હું સાથે ગાતા. હું દાદાની સૌથી વધુ લાડકી હતી. એ સમયે દાદાએ એન્જિનિયરિંગ કરેલું અને ખૂબ આગવા વિચારો ધરાવતા હતા.આ ઉપરાંત ભાઈ સિદ્ધરાજસિંહ ગોહિલ તેમજ પોતાની પાંખોને ઉડવા માટે આકાશ આપનાર પતિ સત્યરાજસિંહ જેઠવા તેમજ ખાસ સહેલી ક્રિનલ જેતાણી તેમજ સાસુ સસરા અને માતા-પિતાનો પણ મારી સફળતામાં ખૂબ મોટો ફાળો છે”.
ગુજરાત
માનસી પારેખ: કચ્છ એક્સપ્રેસની સફરમાં મળી નેશનલ એવોર્ડની મંઝિલ
કચ્છ એક્સપ્રેસ ફિલ્મને મળેલા ત્રણ એવોર્ડમાંથી શ્રેઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર માનસી પારેખ ગોહિલે ઉડાન માટે આપી વિશેષ મુલાકાત
અનેક સંઘર્ષો બાદ મળેલ સફળતારૂપી એવોર્ડની જાહેરાત સાંભળી બંને પતિ-પત્નીની આંખમાંથી આંસુ વહી ગયા હતા
ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસમાં ગૃહિણીના પાત્રમાં ‘મોંઘી’ને એક ભેટ આપતા તેનો દીકરો કહે છે કે , ‘આને ડ્રીમ કેચર કહેવાય જે તારા સપના પૂરા કરશે.’ અહીં મોંઘીનું પાત્ર ભજવતા માનસી પારેખ માટે કચ્છ એક્સપ્રેસ ખરેખર ડ્રીમ કેચર સાબિત થઈ છે.દરેક કલાકારની જેમ માનસી પારેખનું નેશનલ એવોર્ડ મેળવવાનું સ્વપ્ન આ ફિલ્મ દ્વારા પૂર્ણ થયું છે ત્યારે એવોર્ડ મળવાની ખુશી સાથે અનેક વિષય પર ઉડાન માટે માનસી પારેખ ગોહિલે ખાસ મુલાકાત આપી હતી.
અમદાવાદમાં તેઓ નવી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે નેશનલ એવોર્ડના સમાચાર મળ્યા ત્યારે થોડી વાર તો આ વાત માનવામાં ન આવી પરંતુ હકીકત સામે આવી ત્યારે ખુશીના આંસુ નીકળ્યા હતા. માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રી અને બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ, સોશિયલ એન્ડ એન્વાયર્નમેન્ટલ વેલ્યુઝ તેમજ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર માટે નિકી જોશીને એવોર્ડ મળ્યા છે. કોઈ ગુજરાતી ફિલ્મને ત્રણ ત્રણ રાષ્ટ્રીય એવોર્ડ મળે તેવી પ્રથમ ઘટના છે.આ ફિલ્મનું નિર્માણ પણ માનસી પારેખે પતિ પાર્થિવ ગોહિલે સાથે મળીને કર્યું છે ત્યારે આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, ‘આ અમારા અને અમારા પ્રોડક્શન હાઉસ માટે ખૂબ મહત્ત્વની બાબત છે કારણ કે ગુજરાતી ફિલ્મ બનાવવાનો અમારો હેતુ એ હતો કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નોંધ લેવામાં આવે અને આ નેશનલ એવોર્ડ હવે ચોક્કસ અમને ત્યાં લઈ જશે.’
મુંબઈમાં જન્મ, ઉછેર અને અભ્યાસ કર્યો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ઇંગ્લિશ લિટરેચર સાથે બી.એ કર્યું ત્યારે કોઈને ક્યાં ખ્યાલ હતો કે સાહિત્ય,સંગીત અને અભિનયમાં પા પા પગલી કરતી આ દીકરી રાષ્ટ્રીય ક્ષેત્રે એવોર્ડ મેળવી ગુજરાતને ગૌરવ અપાવશે. 18 વર્ષની ઉંમરે એકતા કપૂરની સિરિયલ ‘કિતની મસ્ત હે જિંદગી’ થી અભિનયની યાત્રા શરૂ કરી. સંગીતનો શોખ તો હતો જ ત્યારે ગુજરાતી સા રે ગા મા માં ભાગ લેતી વખતે શોના એન્કર અને ખૂબ જાણીતા ગાયક કલાકાર પાર્થિવ ગોહિલને મળ્યા,સાથે શૂટિંગ કરતાં કરતાં એકબીજાને ગમવા લાગ્યા અને પરણી ગયા. આ બાબત માનસી પારેખ જણાવે છે કે ‘મારી કેરિયર ખરેખર લગ્ન પછી જ શરૂ થઈ. અમે બંને વર્કોહોલિક છીએ અને જીવનમાં કંઈક કરવા માટે બંને સાથે જ પ્રયત્ન કરીએ છીએ. ફિલ્મનો એવોર્ડ જાહેર થયો ત્યારે અમારા બંનેની આંખમાં આંસુ હતા. પતિ-પત્ની કરતાં અમે મિત્રો વધુ છીઅ’.
ટીવી સિરિયલ, રિયાલિટી શો,ફિલ્મ વગેરે કરનાર માનસી પારેખને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ત્યારે સંઘર્ષના એ દિવસો યાદ કરતા તેઓએ જણાવ્યું કે, ‘સંઘર્ષ વગર ક્યારેય સફળતા મળતી નથી.પ્રારંભના દિવસોમાં કામ મેળવવા ઘણો સંઘર્ષ કર્યો છે. મહિનાઓ સુધી ઓડિશન આપવા, ત્યારબાદ રિજેક્શન, ઘણીવાર કોલબેક ન આવે,આવા સમયે હતાશ થઈ જવાતું. તમારી આજુબાજુના મિત્રો ડોક્ટર, એન્જિનિયર કે ટીચર બની સફળતાપૂર્વક કામ કરતા હોય ત્યારે તમને લાગે કે મારું શું થશે? પણ પછી એમ થાય કે જે થશે એ સારું થશે અને પછી જ્યારે રીવોર્ડ રૂપે એવોર્ડ મળે ત્યારે ખુશીને વર્ણવવા માટે શબ્દો નથી હોતા.’
કચ્છ એક્સપ્રેસ પોતાની હોમ પ્રોડક્શન ફિલ્મ છે જેમાં સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી સશક્તિકરણના મુદ્દાને રસપ્રદ રીતે રજૂ કર્યા છે. ગુજરાતી ફિલ્મોમાં નારીને કેન્દ્રસ્થાને રાખીને ઓછી ફિલ્મો બને છે અને એટલે જ આ ફિલ્મ લોકોને ગમી છે. ફિલ્મમાં સાસુનું પાત્ર ભજવતા રત્ના પાઠક શાહે પણ ફિલ્મની પ્રશંસા કરી હતી.આ ઉપરાંત એવોર્ડ મળ્યો ત્યારે માનસી પારેખે જ્યાં અભ્યાસ કર્યો હતો તે સેન્ટ ઝેવિયર્સ કોલેજના પ્રોફેસરે ફોન કરીને અભિનંદન આપ્યા હતા કે, ‘ભારતના 133 મિલિયન લોકોમાંથી આ એવોર્ડ તને એવોર્ડ મળ્યો છે તે બહુ મોટી વાત છે.’ માનસી પારેખ જણાવે છે કે, ‘ઘણી વખત કામ સારું હોય તો તે લોકો સુધી નથી પહોંચતું અને ઘણીવાર લોકો સુધી પહોંચે તો તેની યોગ્ય કિંમત અંકાતી નથી પરંતુ કચ્છ એક્સપ્રેસ ફિલ્મને બંને મળ્યું છે તે ભગવાનના આશીર્વાદ છે.’ આજકાલ ખૂબ સારું કામ થઈ રહ્યું છે ત્યારે તમારું કામ લોકોથી અલગ હોય તો નજરમાં આવે છે સ્ટ્રગલ બધાની ચાલતી હોય છે પરંતુ સફળતાના શિખર પર કોઈ એક જ હોય છે.
આ એવોર્ડના કારણે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધશે.અનેક લોકો પોતાના વતનથી દૂર વિદેશમાં વસતા હોય છે ત્યારે ફિલ્મ દ્વારા તેમનું ભાષા અને વતન સાથેનું કનેક્શન જળવાઈ રહેશે.
ભવિષ્યના સ્વપ્ન વિશે વાત કરતા તેઓએ જણાવ્યું કે આ તો હજુ એક પગથિયું છે ઘણું કામ કરવાનું બાકી છે અને ઘણા બધા પ્લાન છે, માનસી પારેખ ગોહિલને તેના ઉજજવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
પોતાની જાતને રિસ્પેક્ટ આપો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું કે, ‘દરેક સ્ત્રીમાં ભગવાને એક શક્તિ મુકેલ છે જેની ઓળખ ખુદ સ્ત્રીને જ હોતી નથી પરંતુ તે શક્તિને ઓળખો અને તેનો ઉપયોગ કરો. પોતાની જાતને રિસ્પેક્ટ આપશો તો બીજા લોકો પણ રિસ્પેક્ટ આપશે.’
માનસી પારેખને…
4 ચાઈનીઝ ફૂડ ખૂબ ભાવે છે,ઘરના દાળ-ભાત, શાક, રોટલી, મેથીનું શાક અને વેજીટેબલ્સ ખૂબ ભાવે છે…
4 લૂઝ અને કમ્ફર્ટબલ ક્લોથ ગમે છે…
4 હિન્દી ફિલ્મ અભિનેતામાં અમિતાભ, નસીરૂદ્દીન શાહ, રત્ના પાઠક શાહ ગમે છે….
4 હિન્દી ફિલ્મ ગીતોમાં એ.આર.રહેમાનના બધા જ ગીતો ગમે છે…
4 ફરવા માટે ઇન્ડિયાની દરેક જગ્યા ગમે છે તો ફોરેનમાં યુરોપ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ગમે છે
WRITTEN BY :~ BHAVNA DOSHI
આંતરરાષ્ટ્રીય
વિદેશીઓને તાળીઓના તાલે ગરબે ઘુમાવે છે ‘સોનલબેન ગરબાવાળા’
કેનેડામાં ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને ગરબા સહિત ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે ડો.સોનલ શાહ
કેનેડાના એક મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી. મંદિર વ્યવસ્થાપકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે મહિલા સાડી પહેરીને આવશે તેને જ કળશ યાત્રાનો લાભ મળશે.ભારતની જ એક દીકરીને કળશ યાત્રાનો લાભ લેવો હતો પરંતુ તેની પાસે સાડી નહોતી અને સાડી પહેરતા પણ આવડતું ન હોવાના કારણે ત્યાં રહેતી એક ભારતીય મહિલાને પોતાની વાત જણાવે છે. એ મહિલાએ પોતાની સાડી આપી એટલું જ નહિ પણ સુંદર રીતે પહેરાવી અને તૈયાર પણ કરી આપી. એ દીકરી ખૂબ જ ખુશ થઈ અને કળશ યાત્રાનો લાભ લીધો. પોતાની સાડી આપનાર એ ભારતીય મહિલા એટલે ડો.સોનલબેન શાહ. જેઓ કેનેડામાં રહીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરે છે. આ તો ફક્ત સાડીની વાત હતી પરંતુ મહેંદી શીખવવાથી લઈને ગરબા અને દરેક રાજ્યના લોકનૃત્ય પણ તેઓ શીખવે છે. કેનેડામાં તેઓ ‘સોનલબેન ગરબાવાળા’ તરીકે જ ઓળખાય છે અને પોતાની આ ઓળખ માટે તેઓને ગર્વ છે.
મુંબઈમાં જન્મ અને ઉછેર થયો. 18 વર્ષની ઉંમરે લગ્ન કરીને વડોદરા આવ્યા. લગ્ન પછી આયુર્વેદ, નેચરોપેથી,સાઈકોલોજી વગેરે કર્યું અને 22 વર્ષની ઉંમરે સાઈકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.દીકરી એશા અને દીકરા શુભમનો જન્મ થયો.બાળકોના ઉછેર સાથે તેઓ અનેકવિધ પ્રવૃત્તિ કરતા હતા. આ પ્રવૃત્તિમાં તેઓને સૌથી વધુ આકર્ષણ ગરબા પ્રત્યે હતું. પ્રાચીન-અર્વાચીન ગરબાનું તેમનું ગૃપ પણ હતું નવરાત્રીમાં તેઓ ગરબા ક્વીન બનતા. બેઠા ગરબા ઉપરાંત સંસ્કૃતમાં પણ ગરબા કરાવતા. કોરોના સમયે ઓનલાઇન ગરબામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા,યુકેના લોકો પણ જોડાયા હતા.આ સમય દરમિયાન દીકરીને આગળ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાનું થયું એટલે સોનલબેન પણ અનુકૂળતા અનુસાર દીકરી પાસે કેનેડા આવવા જવા લાગ્યા,ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેઓ કેનેડામાં સ્થિર થયા છે ત્યારે ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને તેઓ ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે.
છેલ્લા 17 વર્ષથી રીલેશનશિપ પર કાઉન્સિલિંગ કરનાર અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને જીવનમાં ઉતારનાર ડો. સોનલબેન શાહ જણાવે છે કે, ‘વિદેશમાં જ જન્મેલ અને ઉછેર પામેલ યુવાનો આપણાં પ્રાચીન-અર્વાચીન ગરબા, આપણી પરંપરા,સંસ્કૃતિ વિશે અજાણ હોય છે. તેથી તેમના માટે રાજસ્થાની નૃત્ય, ભાંગડા,લાવણી અને ગરબા શીખવીએ છીએ પરંતુ ગરબા શીખવવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.આ વર્ગોમાં ભારતીય લોકો સાથે વિદેશી લોકો પણ જોડાય છે. તેઓને હું તાળીનું મહત્ત્વ, ભાવનું મહત્ત્વ અને સંગીતનું મહત્ત્વ સુપેરે સમજાવું છું ત્યારે દરેક વિદેશીઓ પણ ભાષા ન જાણતા હોવા છતાં તાળીઓના તાલે મોજથી ગરબામાં ઝૂમી ઉઠે છે. અત્યાર સુધીમાં 350થી વધુ લોકોને ગરબા શીખવ્યા છે. વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર, કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે.’
તેમની દીકરી એશા રાજસ્થાની નૃત્ય અગ્નિ ભવાઈમાં એક્સપર્ટ છે જેમાં માથા પર અગ્નિ રાખીને નૃત્ય કરવાનું હોય છે. તાજેતરમાં નાથન ફિલિપ સ્ક્વેરમાં તેણીએ પરફોર્મ કર્યું અને ઇન્ટરનેશનલ ડાન્સિંગ શોમાં પણ પરફોર્મ કરવાની તક મળી છે. ભારતીય સંસ્કૃતિ અને આપણા મૂળભૂત રીતે રિવાજો જળવાઈ રહે તે માટે સોનલબેનને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે જેમાં તેઓ આપણા શાસ્ત્રોકત રીતિ રિવાજો,વ્રત,ઉત્સવ દરેકના કારણો અને મહત્ત્વ વિશેની માહિતી નવી પેઢીને આપી શકે. ડો.સોનલ શાહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર,કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે: ડો.સોનલ શાહ
સ્ત્રીનું સ્વરૂપ સાડીમાં વધુ નિખરે છે
મહિલાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ‘દરેક દેશના લોકો પોતાના કલ્ચરને પ્રમોટ કરતા હોય તો ભારતીય થઈને આપણે આપણા કલ્ચરને કઈ રીતે ભૂલી શકીએ? અન્ય દેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે જ્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈને આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ.આપણે સાડી પહેરતા ભૂલી ગયા છીએ એટલું જ નહીં પરંતુ કુર્તા અને દુપટ્ટા પણ બહેનોના વસ્ત્રોમાંથી ગાયબ થઈ ગયા છે.ભગવાને સ્ત્રીને જે રૂૂપ આપ્યું છે તે સાડીમાં સૌથી વધુ નિખરે છે. જો સવારે જીમમાં જતી વખતે,ઓફિસ જતી વખતે કે પછી બહાર ફરવા જતી વખતે અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ તો પછી આપણા ટ્રેડિશનલ તહેવારો, પૂજા અને મંદિરમાં દર્શન કરવા જતી વખતે સાડી અથવા દુપટ્ટા સાથેની કુર્તી કેમ ન પહેરી શકીએ? ઇન્ડિયન કલ્ચર ખૂબ જ સમૃદ્ધ અને જાહોજલાલીવાળું છે. અહીંના લોકો વેજીટેરિયન અને વિગન બની રહ્યા છે ત્યારે આપણે ભારતીય તરીકે જાગૃત થવાની જરૂર છે.’
WRITTEN BY :- BHAVNA DOSHI
-
ગુજરાત2 days ago
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
-
કચ્છ2 days ago
કચ્છમાં ભેદી તાવથી મૃત્યુ આંક 15 થયો
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને 246 બેઠકો પણ ન મળત: રાહુલ
-
કચ્છ2 days ago
ભચાઉના વિજપાસર નજીક દારૂના કટિંગ વેળાએ પોલીસ ત્રાટકી: 25.60 લાખનો દારૂ જપ્ત
-
ગુજરાત23 hours ago
કપરાડામાં રાજકોટની ગ્રામસેવક યુવતીનું ટ્રક અડફેટે કરુણ મૃત્યુ
-
ગુજરાત22 hours ago
ચાઈનીઝ લસણના વિરોધમાં માર્કેટ યાર્ડોમાં લસણની હરાજી ઠપ
-
Sports2 days ago
વિનેશ ફોગાટ-બજરંગ પુનિયાની રાજકીય કેરિયર પર રેલવેની બ્રેક, નોટિસ ફટકારી
-
રાષ્ટ્રીય1 day ago
દિલ્હીમાં લાગુ થશે રાષ્ટ્રપતિ શાસન? ભાજપ ધારાસભ્યોની માંગ પર રાષ્ટ્રપતિએ લીધો મોટો નિર્ણય