Site icon Gujarat Mirror

અલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?

પુષ્પા-2ના પ્રીમિયરમાં ફેન્સના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેલંગાણા પોલીસ અધિકારીઓ હવે આ કેસમાં અલ્લુ અર્જુનને આપવામાં આવેલ વચગાળાના જામીનને પડકારવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.


અલ્લુ અર્જુનની 13 ડિસેમ્બર 2024ના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2: ધ રૂૂલની સ્ક્રીનિંગ દરમિયાન એક મહિલાના મૃત્યુના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 4 ડિસેમ્બરે ફિલ્મના પ્રીમિયર દરમિયાન, અલ્લુ અર્જુન અને સંગીત નિર્દેશક દેવી શ્રી પ્રસાદના અચાનક આગમન બાદ હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. આ નાસભાગ દરમિયાન થિયેટરનો મુખ્ય દરવાજો ધરાશાયી થતાં અરાજકતા સર્જાઈ હતી. આ અકસ્માતમાં 35 વર્ષની મહિલાનું મોત થયું હતું અને તેનો 9 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.


આ કેસમાં શુક્રવારે (13 ડિસેમ્બર) અલ્લુ અર્જુનની હૈદરાબાદ પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. તેની ધરપકડ બાદ પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે આ પછી અભિનેતાએ પોતાના વકીલની મદદથી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. તેમને 50,000 રૂૂપિયાના અંગત બોન્ડ પર 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. જોકે, પેપરવર્કમાં વિલંબને કારણે, તેને એક રાત જેલમાં વિતાવવી પડી હતી.

Exit mobile version