Connect with us

ગુજરાત

સરકાર જશે કે પ્રધાનમંડળનું વિસ્તરણ થશે?

Published

on

ગુજરાતના નેતાઓ સાથે ભાજપના ટોચના નેતાઓનાી સતત બેઠકો બાદ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલના અનુમાનો અને અટકળોની આંધી ઉઠી છે. સાથોસાથ હવે શું? નો સસ્પેન્સ સર્જાયો છે. ભાજપની નેરાગીરીએ બંધબારણે યોજાયેલ બેઠકો અંગે કોઇ સતાવાર ફોડ નહીં પાડતા મોઢા તેટલા રાજકીય અનુમાનો શરૂ થયા છે અને ખાસ કરીને સચિવાલયમાં તો સરકાર બદલવાથી માંડી નવી સરકારની રચના સુધીની ચર્ચાનો ચીચોડો શરૂ થયો છે અને દશેરા પહેલા જ ગુજરાતમાં મોટી રાજકીય નવાજુની થવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે.
વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપ પ્રમુખ સ.આર. પાટીલ સહીતના નેતાઓ સાથે નવી દિલ્હીમાં ગત શુક્રવારે બેઠક યોજયા બાદ ગઇકાલે ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહે અડધી રાત્રે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, સી.આર. પાટીલ, હર્ષ સંઘવી સાથે યોજેલી મેરેથોન બેઠક બાદ અટકળો અને અનુમાનોને વેગ મળ્યું છે.
આ બેઠક બાદ સચિવાલયમાં એક એવી ચર્ચાએ જોર પકડયું છે કે, ગુજરાતમાં વિજયભાઇ રૂપાણી સરકારની માફક ભુપેન્દ્રભાઇની આખી સરકાર જાય છે અને નવુ પ્રધાનમંડળ આવે છે. જયારે બીજી એવી ચર્ચા છે કે, પ્રધાનમંડળનું વિસ્તરણ કરી ત્રણ નવા અને બે રૂપાણી સરકારના પ્રધાનોને ઉમેરવામાં આવી રહ્યા છે. તો કોઇ એવું જણાવે છે કે, આ બેઠકો આગામી લોકસભાની ચુનટણી પહેલા બોર્ડ- નિગમોમાં નિમણુંકો માટે યોજાઇ રહી છે તો અન્ય તકરશાસ્ત્રીએ ભાજપ સંગઠનની નવરચના માટે આ બેઠકો ચાલી રહી હોવાનું જણાવી રહ્યા છે.
ભાજપની નેતાગીરી હંમેશા આશ્ચર્યજનક નિર્ણયો લેતી આવી છે, તે મુજબ આ બેઠકો બાદ કોઇ આશ્ચર્યજનક નિર્ણયો લેવાઇ શકે તેવી શકયતા દર્શાવાઇ રહી છે. જો કે સચિવાલય સહિત સર્વત્ર એક જ સવાલ પુછાઇ રહ્યો છે કે, શું લાગે છે? સરકાર જશે કે પ્રધાન મંડળનું વિસ્તરણ થશે? કે પછી બોર્ડ- નિગમોનો પટારો ખુલશે?
હાલ સમગ્ર ગુજરાતમાં ‘જો અને તો’નો સસ્પેન્સ પ્રવર્તી રહ્યો છે. લોકો પોતપોતાના રાજકીય તર્ક લગાવી રહ્યા છે. પરંતુ સૌના આશ્ચર્ય વચ્ચે ભાજપના નેતાઓ મૌન ધારણ કરીને બેઠા છે. તેના કારણે લોકોની ઉત્કંઠા અને ઇન્તેજારીમાં ઉલટાનો વધારો થઇ રહ્યો છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

rajkot

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી ઘેટાં-બકરા ચોરી કતલખાને વેચી નાખવાનું ષડયંત્ર ઝડપાયું

Published

on

સૌરાષ્ટ્ર કચ્છના મેલડી માતાના મંદિર માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખવાના ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કરી ખેડા પંથકની ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોમ હાથ ધરી છે. ઈનોવા કારમાં સૌરાષ્ટ્રમાં આવી રાત્રીનાં સમયે મેલડી માંના મંદિરેથી ઘેટા-બકરાની ચોરી કરી આરોપીઓ આણંદમાં કતલખાને વેંચી નાખતાં હોવાનું બહાર આવ્યું છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમરેલી એલસીબીને મળેલી ચોક્કસ માહિતીના આધારે નડિયાદના પરસોતમ પુંજાભાઈ તળપદા, ખેડા તાલુકાના માતર ગામના નિજામુદ્દીન મયુદ્દીન શેખ અને નડિયાદના રાજ પુનમભાઈ તળપદાની ધરપકડ કરી તેમની પાસેથી ઈનોવા કાર કબજે કરી છે.
પોલીસની પુછપરછમાં આરોપીઓએ પોતાના અન્ય ત્રણ સાગ્રીતો ખેડા પંથકનાં સંજય બાબુભાઈ તળપદા, કિશોર મનુભાઈ તળપદા અને વિપુલ વીરસંગ ભુરીયાની મદદથી સૌરાષ્ટ્રમાં એક ડઝન જેટલા સ્થળોએ મેલડી માતાના મંદિરેથી માનતાના ઘેટા-બકરાની ચોરી કરી કતલખાને વેંચી નાખ્યાની કબુલાત આપી છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન ખેડા પંથકની ગેંગ ઈનોવા કાર લઈ સૌરાષ્ટ્રમાં આવી મેલડી માતાના મંદિરે માનતા બકરા કારમાં ભરી આણંદના યાસીન ગુલાબ શેખને ઘેટા બકરા વેંચી નાખતાં હતાં અને યાસીન ઘેટા બકરાની કતલ કરી નાખતો હોવાનું બહાર આવ્યું છે. આ તસ્કર ગેંગ ઘેટા બકરા 30 થી 40 હજારમાં વેંચી નાખતા હોવાનું જણાવ્યું છે.
પશુ ચોરી કરતી આ ગેંગ દ્વારા છેલ્લા એક વર્ષમાં બાબરાના મેલડી મંદિર, કાલાવડ તાલુકાના આણંદ પર ગામે, ટંકારાના અમરાપર ગામે, જામકંડોરણાના સાતોદડ અને તાજેતરમાં જ રાજકોટનાં મનહરપરા ગામે મેલડી મંદિરમાં ત્રાટકી માનતાના ઘેટા બકરાની ચોરી કર્યાની કબુલાત આપી છે. જેમાં રાજકોટનાં મનહરપરા ગામે આવેલ મેલડીમાના મંદિરે સાંજે દર્શન કરવા આવ્યા બાદ રાત્રીનાં મંદિરમાં ત્રાટકી માનતાના 7 ઘેટા-બકરા ઈનોવામાં ભરી નાસી ગયા હતાં.
આ કામગીરી અમરેલી એલસીબીના પીઆઈ એ.એમ.પટેલ સહિતના સ્ટાફે કરી અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસે પશુ ચોરી કરતી આ ગેંગ પાસેથી મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Continue Reading

rajkot

સૌરાષ્ટ્રમાંથી 15 બાઇકની ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Published

on

રાજકોટ શહેર, ભાવનગર, મોરબી, ખંભાળીયા તથા જામનગર જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી બાઇકની તસ્કરી કરનાર મોરબીના શખ્સને રાજકોટ ડીસીપી ઝોન.2ની એલસીબીએ ઝડપી લઈ રૂ.5.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં રાજકોટ,જામનગર અને પડધરીના બાઇક ચોરીના ગુન્હાઓ ઉકેલાયા હતા.
વધુ વિગતો મુજબ,એલ.સી.બી. ઝોન-2 ના પીએસઆઈ આર.એચ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હરપાલસિંહ જાડેજા,જયપાલસિંહ અને વિરેન્દ્રસિંહ ઝાલાની બાતમીના આધારે ચોરીથી મેળવેલ કુલ 15 બાઇક તથા ત્રણ મોબાઇલ સાથે ધનશ્યામ સવજીભાઇ દુધાત(ઉ.વ.27)(રહે- રફાળીયાનો ઢાળો ઝુંપડપટી મોરબી મુળ રહે- જંગવડ ગામ તા.જસદણ જી.રાજકોટ)ને ઝડપી લીધો હતો.આરોપી ઘનશ્યામ પાસેથી કૂલ રૂ.5.21 લાખના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આરોપી ઘનશ્યામભાઈની પૂછપરછમાં તેણે છેલ્લા દોઢ વર્ષ દરમ્યાન રાજકોટ, જામનગર, પડધરી, ઉમરાળા, ભાવનગર, ગોંડલ, લીંબડી, ખંભાળિયા, મોરબી વગેરે શહેરોમાંથી 15 સ્પ્લેન્ડર બાઈકની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ ઉપરાંત તેની પાસેથી 3 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જે પણ ચોરાઉ હોવાની શંકાના આધારે તેને કબ્જે લેવામાં આવ્યા છે. અગાઉ ઘનશ્યામ ઉપલેટા,ગોંડલ સીટી,સાબરમતી રેલ્વે અને પ્ર.નગરમાં બાઇક ચોરીમાં પકડાઈ ચુક્યો છે. આરોપી જુદા જુદા શહેરોમાં તથા જુદા જુદા વિસ્તારો માં જઇ બને ત્યાં સુધી મોડી રાત્રીનો સમય પસંદ કરી સ્પલેન્ડર મોટર સાઇકલ કે જેમાં હેન્ડલ લોક ના હોય તેવા જ બાઇકને ટાર્ગેટ કરી ચોરી કરતો હતો.

Continue Reading

ગુજરાત

નરેગા કૌભાંડમાં જવાબદાર અધિકારીઓ સામે FRI નોંધવા હાઇકોર્ટનો આદેશ

Published

on

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના ભંડોળના દુરુપયોગ માટે સરકારી અધિકારીઓ સામે સત્તાવાળાઓ દ્વારા કાર્યવાહીના અભાવની ગંભીર નોંધ લેતા, ગુજરાત હાઇકોર્ટે ગુરુવારના રોજ તાપી જિલ્લામાં કૌભાંડની તપાસનો આદેશ આપ્યો હતો, અને નિર્દેશ આપ્યો હતો કે, આ અંગે FIR નોંધવામાં આવે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશો વર્ષ 2019માં દાખલ કરવામાં આવેલી પીઆઈએલના જવાબમાં આવ્યા હતા.
અરજદારના એડવોકેટ અર્ચિતા પ્રજાપતિએ રજૂઆત કરી હતી કે, 36 જોબ કાર્ડ પર NREGA ફંડની વહેંચણીમાં રૂૂપિયા 1.5 લાખની ઉચાપત મળી આવી હતી. કૌભાંડનો પર્દાફાશ થયા બાદ અધિકારીઓએ રૂૂપિયા 1.37 લાખની વસૂલાત કરી હતી. પ્રજાપતિએ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગ કરી હતી.
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે જિલ્લા કાર્યક્રમ સંયોજકને રક્ષણ આપવા બદલ સત્તાવાળાઓની ઝાટકણી કાઢી હતી અને પૂછ્યું હતું કે, શા માટે સામેલ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં નથી. તેમની સંડોવણી વિના, આ થઈ શક્યું ન હોત. ગુજરાત હાઇકોર્ટે પૂછ્યું કે, શું તમે તમારી પોતાની ઓફિસને સેનિટાઇઝ કરી છે? તમે તેઓ પાસેથી વસૂલાત કરી છે, જેમને ગેરકાયદેસર રીતે ચુકવણી કરવામાં આવી હતી. તે તમારા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શું તમે તમારા અધિકારીઓને ઓળખ્યા છે?
જ્યારે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, પોલીસને કૌભાંડ વિશે જાણ કરવામાં આવી છે, ત્યારે કોર્ટ ગુસ્સે થઈ હતી અને મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, તમે એવી દલીલ કરી શકતા નથી કે, તમારા અધિકારીઓ તેમની ફરજો નિભાવી શકતા નથી. જો તેઓ પરિસ્થિતિને સંભાળવામાં અસમર્થ હોય, તો બીજું કોણ કરશે? જો પોલીસ તમારા અધિકારીઓને સાંભળતી નથી, તો તમે કેવી રીતે અપેક્ષા કરશો કે, પોલીસ સામાન્ય માણસની વાત સાંભળે?
ખંડપીઠે ગ્રામીણ વિકાસ કમિશનરને સૂચના આપી હતી કે, તેઓ યોજનાના અમલીકરણ અને દેખરેખમાં દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા શોધવા માટે તપાસ અધિકારીની નિમણૂક કરીને જાહેર ભંડોળના દુરુપયોગની તપાસ શરૂૂ કરે.
વિભાગને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ જિલ્લા, તાલુકા અને પંચાયત સ્તરે તમામ અધિકારીઓને નોટિસ આપે, તેમની સુનાવણી કરે અને 24 જાન્યુઆરી સુધીમાં હાઈકોર્ટમાં તપાસ અહેવાલ સુપરત કરે. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે જેની ભૂમિકાઓ છે, તે તમામ ભૂલ કરનારા લોકો સામે એફઆઈઆર કરવાનો આદેશ આપ્યો છે. જાહેર નાણાંની ઉચાપતના મામલામાં પહેલાથી જ મળી આવ્યા છે.

Continue Reading

Trending