Site icon Gujarat Mirror

જામજોધપુરમાં લોક દરબાર ક્યારે યોજાશે, લોકોનો સવાલ

શહેરની વિવિધ સમસ્યાઓની વ્યવસ્થિત રીતે રજૂઆત કરવા જાગૃત નાગરિક વેપારી મંડળને બોલાવવા માંગ

જામ જોધપુર શહેરમાં વિવિધ સમસ્યાઓ વિવિધ અસમાજીક પ્રવૃતિઓ તેમજ ટ્રાફિક સહિત ની અનેક સમસ્યાઓ સર્જાણી છે ત્યારે જામ જોધપુર પોલીસ સ્ટેશનમાં ક્યારે ઉચ્ચ અધિકારી ની ઉપસ્થિતિ માં લોક દરબાર યોજાશે તેવુ લોકોમાં ચર્ચાઈ રહેલ છે અને જો આગામી દિવસો માં લોક દરબાર યોજાય તો માત્ર લોકદરબાર યોજાવા ખાતર છાપેલ કાટલા હાજી હા વાળા ને નિમંત્રણ આપીને યોજાય છે એવી રીતે નહી પણ જો લોકદરબાર યોજાયો તો તેમાં વિવિધ ક્ષેત્રના વેપારીઓ વિવિધ ક્ષેત્રની સંસ્થાઓ વિવિધ પ્રકારના રાજકીય પક્ષના પ્રતિનીધો ઓ રાજકીય પક્ષના મહિલા અગ્રણી ઓસામાજીક આગેવાનો જાગૃત નાગરિકો વેપારી મંડળોને નિમંત્રણ આપવામાં આવે જેથી કરીને શહેરની વિવિધ સમસ્યા ઓ વ્યવસ્થિત રીતે રજુ કરી શકાય

Exit mobile version