Connect with us

ગુજરાત

સફાઈ કામદારો શું કરે છે?, વધુ 64 ટન કચરાનો નિકાલ

Published

on

જાહેરમાં કચરો ફેંકતા 90 લોકો દંડાયા, 22 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.18/10/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 90 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 22.1 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતો.

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ-27 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 3 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું.

રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પશ્ચિમ ઝોનના વોર્ડ નં.01, 08, 09, 10, 11 તથા 12 ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પશ્ચિમ ઝોન વિસ્તારમાં કુલ-23 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 3.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ.રાજકોટ મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પુર્વ ઝોનના વોર્ડ નં.04, 05, 06, 15, 16 તથા 18 ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન પૂર્વ ઝોન વિસ્તારમાં કુલ 40 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂૂરી કાર્યવાહી કરવામાં આવેલ છે અને 15.60 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાત

ડ્રાયફ્રૂટના વેપારીઓ પાસેથી રૂા.50 લાખની જીએસટીની ચોરી ઝડપાઇ

Published

on

અમદાવાદમાં દિવાળી પહેલાથી ઇન્કમટેક્સ અને જીએસટી દ્વારા વેપારીઓના ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે જ જીએસટીના અધિકારીઓએ વર્લ્ડ કપમાં લાખો રૂૂપિયા વસૂલી ટેક્સ નહીં ભરનાર મોટી હોટલ પર દરોડા પાડીને તપાસ કરી હતી. ત્યારે હવે દિવાળીના તહેવારોમાં કરોડો રૂૂપિયાનું ડ્રાયફ્રૂટ્સ વેચનાર અને ટેક્સ ચોરી કરનાર ડ્રાયફ્રૂટ્સના મોટા વેપારીઓ પર સ્ટેટ જીએસટીના અધિકારીઓએ દરોડા પાડીને તપાસ શરૂૂ કરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ 50 લાખથી વધુની જીએસટી ચોરી સામે આવી છે. હજુ તપાસ ચાલી રહી છે.
દિવાળીમાં ડ્રાયફ્રૂટનો કરોડો રૂૂપિયાનો વેપાર થયો છે. આટલા મોટા પ્રમાણમાં ડ્રાયફ્રૂટનો વેપલો કર્યો હોવા છતાં મોટા વેપારીઓએ જે જીએસટી ચૂકવવાની થાય તે ચૂકવી નથી. જેને કારણે ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ કરીને અમદાવાદના મોટા ડ્રાયફ્રૂટ્સના વેપારીઓની ઓફિસો અને દુકાનો ધરાવે છે. ત્યાં દરોડા પાડીને સર્ચની કામગીરી શરૂૂ કરી છે. 50થી વધુ જગ્યાએ ચાલી રહેલી તપાસમાં જીએસટીના અધિકારીઓને 50 લાખ રૂૂપિયાની જીએસટી ચોરીની વિગતો મળી છે.
હજુ આ વેપાર સાથે સંકળાયેલા નાના વેપારીઓ અને મીઠાઈની દુકાનોવાળા તેમજ અન્ય વેપારીઓને ત્યાં પણ તેની તપાસનો રેલો પહોંચે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. સ્ટેટ જીએસટી દ્વારા ચાલુ વર્ષે બિલ્ડરો, કોસ્મેટિક સુવિધા પૂરી પાડતી એજન્સીઓ અને દવાખાના ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્લ્ડ કપમાં લાખો રૂૂપિયા વસૂલનાર હોટલ સંચાલકો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તમામ દરોડામાં કરોડો રૂૂપિયાની કરચોરી સામે આવી રહી છે. હજુ બોગસ બિલિંગ અને અન્ય પ્રકરણની તપાસ ચાલુ છે. ત્યારે જ ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને ત્યાં દરોડા પાડીને તપાસ શરૂૂ કરાઇ છે. વધુ તપાસ જીએસટી ચોરી સામે આવે તેવી સંભાવના છે.

Continue Reading

ગુજરાત

કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ કરે તે પહેલા આખી ટોળકી ઝડપાઇ

Published

on

ગાંધીનગરના ખોરજ ગામની કરોડો રૂપિયાની કિંમતની એક જમીનના બોગસ દસ્તાવેજ કરવા આવેલી એક આખી ગેંગને સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી જ ઝડપી લેતા ભારે ખળભળાટ મચેલ છે.
12 જેટલા ભૂમાફિયાઓએ ખેડૂતના નામના નકલી આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ઓળખપત્રો કઢાવી ખેડૂત બની બેઠા હતા અને બેંકોમાં પણ બોગસ ખાતા ખોલાવી લીધા હતા. જો કે, આ ટોળકી બોગસ દસ્તાવેજ રજિસ્ટ્રાર કરાવે તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી અને આખી ટોળકીને સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી જ ઝડપી લીધી હતી.
પોલીસની પ્રારંભિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, ચૂંટણી કાર્ડ સહિતના આઈ.ડી કાર્ડમાં ચેડાં કરાયા હતા. જેમાં અસલ ખેડૂતના નામ ઉમેરીને નકલી ખેડૂતના ફોટોગ્રાફ લગાવવામાં આવ્યા હતા. અમદાવાદના પૂર્વ ગ્રેટ ગેમ્બલર મહેન્દ્ર પટેલ ઉર્ફે ક્લગીનાં પુત્રને ખોરજની જમીન બતાવી રૂૂ. બે કરોડ પડાવી લેવાનો કારસો ભૂમાફિયાઓએ ઘડ્યો હતો. નકલી ખેડૂતો ઊભા કરી જમીન બારોબાર વેચી દેવાના કારસા અંગે જાણ થતાં તેમણે પોલીસને જાણ કરી હતી અને આરોપીઓને રંગેહાથ ઝડપી લેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનર તાલુકાના ખોરજ ગામની 5100 ચો.મી જમીનનાં કરેલા ખોટા દસ્તાવેજમાં ફરીવાર સહીઓ કરવા બોગસ ખેડૂતો પહોંચ્યા ત્યારે એલબીની ટીમ ત્રાટકી હતી. પોલીસે !! ભૂમાફિયાઓની ધરપકડ કરી 12 વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આરોપીઓએ સાહેદ સંદીપ મહેન્દ્રભાઈ પટેલને ખોરજ ગામે આવેલ નગર રચના યોજના નં-303ના ફાઈનલ પ્લોટ નં- 71/1 ની 5144 ચો.મી. ખેતીની જમીન ત્રણ માસ અગાઉ બતાવી હતી. રેકોર્ડ ઉપરના જમીન માલીકોના જાણ બહાર તેઓના નામે બનાવટી આઈ.ડી.પ્રૂફ બનાવી રજિસ્ટર બાનાખત કરી અપાયો હતો. બાદમાં સપ્લિમેન્ટરી કરાર કરી આરોપીઓએ સંદીપ મહેન્દ્રભાઈ પટેલ પાસેથી ચેક દ્વારા બાનાપટે મળનાર રૂ.બે કરોડના ચેકના નાણાં હડપ કરવા આઈ.ડી. એફ.સી.બેન્કમાં બોગસ ખેડૂતના ખાતા પણ ખોલાવ્યા હતા. અસલ ખેડુત તથા સાહેદ સંદીપ મહેન્દ્રભાઈ પટેલ સાથે ખોટા દસ્તાવેજો આધારે છેતરપીંડી કરવા જતા એલ.સી.બી.ની ટીમે આરોપીઓને ખોટા દસ્તાવેજો સાથે ઝડપી પાડયા હતા. અસલ ખેડૂત જીતેન્દ્ર દશરથજી મકવાણાએ આ મામલે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપતા સેકટર-7 પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ ટોળકી ખોટા દસ્તાવેજો દ્વારા જમીન હડપી લેવા અથવા ખરીદનાર પાસેથી બાના પેટે રકમ પડાવી લેવાના ગુના આચરતી હતી. આ કેસમાં મહિલાઓ સિવાયના આરોપીને ચાર દિવસા રીમાન્ડ મંજૂર કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Continue Reading

rajkot

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલા પડધરીનાં કિશોરનો નદીમાંથી મૃતદેહ મળ્યો

Published

on

પડધરીના મોવૈયા ગામે બાલાજી પાર્ક-રમાં રહેતાં અને 6 દિવસથી લાપત્તા સુજલ ઉર્ફે બોદુ અબ્દુલભાઈ મલેક (ઉ.વ.16)નો આજે સવારે પડધરીની ડોંડી નદીમાંથી કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેણે આપઘાત કર્યાની શકયતા પોલીસે દર્શાવી છે.
પોલીસે જણાવ્યું કે,સુજલ છેલ્લા એકાદ માસથી કારખાને નોકરીએ લાગ્યો હતો.પરંતુ છેલ્લા પાંચ-છ દિવસથી નોકરી પર જવાનું બંધ કર્યું હતું. તેણે પરિવારજનોને કારખાનું બંધ હોવાનું કહ્યું હતું. પરંતુ તેના પિતાને કારખાનું ચાલું હોવા છતાં નોકરીએ નહીં જતો હોવાની માહિતી મળતાં ઠપકો આપ્યો હતો.જેથી ગઈ તા.ર8મીએ સુજલ ઘરેથી જતો રહ્યો હતો.પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી.પરંતુ કયાંયથી પત્તો નહીં મળતા શનિવારે પડધરી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.પોલીસ અને પરિવારજનો શોધખોળ કરતાં હતા ત્યાં રવિવારે સવારે ડોંડી નદીમાંથી સુજલનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.ડોંડી નદીના સમ્પ પાસે મૃતદેહ જોઈ સમ્પના કર્મચારીએ અન્યોને જાણ કરતાં તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢયો હતો. પડધરી પોલીસે ત્યાં પહોંચી જરૂૂરી કાર્યવાહી કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવીલમાં ખસેડયો હતો.સુજલે પિતાએ ઠપકો આપતા આ પગલું ભરી લીધાની પોલીસે શકયતા દર્શાવી તપાસ જારી રાખી છે.

Continue Reading

Trending