Connect with us

ભાવનગર

જાણીતા ગાયક અને વોઇસ ઓફ મુકેશ કમલેશ અવસ્થીની હાલત ગંભીર

Published

on

જાણીતા ગાયક અને વોઇસ ઓફ મુકેશ ગણાતા કમલેશ અવસ્થીની હાલત હાલમાં ગંભીર છે. મળતી માહિતી અનુસાર 11મીએ રાત્રે બ્રેઇન સ્ટોક આવ્યો હતો. અત્યાર સુધી તેમને ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કર્યા હતા પરંતુ સારવાર બાદ પણ સુધારો નહીં થતા તેમને ઘરે લઇ આવવામાં આવ્યા છે. સૂત્રોના અનુસાર તેઓને આજે વેજલપુર સ્થિત તેમના નિવાસ સ્થાને લઇ આવવામાં આવ્યા છે. નોંધનીય છે કે તેમનુ પૂરું નામ ડો.કમલેશ આવસ્થી છે. તેમનો જન્મ 1945માં સાવરકુંડલામાં થયો હતો. તેમણે એમ.એસી પીએચડી કરીને ભાવનગર યુનિ. કેમેસ્ટ્રી ભવનના પૂર્વ વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી હતી. તેમને બે પુત્ર છે. તેમની કારકીર્દીની શરૂઆત જોઈએ તો ભાવનગર સપ્તકલામાં કલા ગુરુ ભાર્ગવભાઈ પંડયાના હાથ નીચે સંગીતની સઘન તાલીમ લીધી હતી. કુદરતી વારસામાં મળેલ મુકેશ કંઠી અવાજને કેળવી- પાર્શ્વગાયક સ્વ. મુકેશને સંગીતાંજલિ આપવા સંગીતકાર મહેશ-નરેશના સંગીત નિર્દેશન તળે – ‘ટ્રીબ્યુટ ટુ મુકેશ’ પ્રથમ આલ્બમ બહાર પાડયું હતું. આઠેક જેટલી હિન્દી ફિલ્મો અને ડઝન જેટલી જુ ગુજરાતી ફિલ્મોમાં પાશ્વ ગાયક તરીકે કંઠ આપ્યો છે. રાજ કપૂરના જીવનના અંતિમ હિન્દી ફિલ્મ ‘ગોપીચંદ જાસૂસમાં’ પોતે સ્વર આપ્યો ત્યારે રાજ કપૂરે મુકેશ પાછો મળી ગયાનું જણાવ્યું હતું.
તેઓ સંગીતના વિવિધ ક્ષેત્રે-રાજ્ય-રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાતેક એવોર્ડ વિજેતા હતા અને ભારતીય વિધાભવન યોજિત ઓલ ઈન્ડિયા સુગમ સંગીત સમારોહમાં ગુજરાતમાંથી એક્માત્ર આમંત્રિત તેમજ લીમકા અને મીલેનિયમ મુકેશ મેમોરિયલ એવોર્ડ વિજેતા બન્યા હતા.
કમલેશભાઈના ખાસ મિત્ર નવિનભાઈ રાજ્યગુરૂૂ કે જેની સાથે સીત્તેર (70) વર્ષની મિત્રતા અને ઘર જેવા સંબંધ છે. તેમણે જણાવ્યું હતું કે, મેં દિવાળી પર્વમાં ફોન કરી કમલેશ સાથે ઘણી વાતો કરી હતી. અમદાવાદ પરિવાર સાથે સ્થાયી થયેલ નવિનભાઈએ કમલેશભાઈને ભાવનગર દિવાળી કરવા આવવા કહેતા તેણે કીધેલું કે, હવે આવવું મુશ્કેલ છે. એકબીજાના ખબરઅંતર પુછ્યા અને રાત્રે 2 વાગે સ્ટ્રોક (એટેક) આવ્યો. મિત્ર નવિનભાઈ રાજ્યગુરૂ કે જે ઈન્કમટેક્ષ પ્રેક્ટીશનર છે અને શહેરની અનેક સામાજીક સંસ્થાઓમાં સેવા આપે છે. તે અમદાવાદ હોસ્પિટલમાં કમલેશભાઈ પાસે જઈ આવ્યા પરંતુ તેના મિત્ર ભાનમાં ન હતા.

ક્રાઇમ

ભાવનગરમાં પાંચ વર્ષની બાળા સાથે નરાધમનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

Published

on

By

  • માવો લઈ આપવાનું કહી હવસખોરે દુષ્કર્મ આચર્યું: આરોપીની ધરપકડ

ભાવનગરમાં એક પાંચ વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી કે જેણે હજુ દુનિયાદારીને સમજવામાં પાપા પગલી માંડી છે, ત્યાં એક નરાધમ શખ્સે બાળાને હવસનો શિકાર બનાવી પીખી નાંખતા ભારે ચકચાર મચી જવા પામી છે. હવસખોર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સાંપ્રત સમાજ માટે લાલબત્તીરૂૂપ ઘટનાની મળતી વિગત અનુસાર શહેરના રાણિકામાં જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મનીષ ઉર્ફે ગોળિયો સુરેશભાઈ ભીલ નામના નરાધમ શખ્સને હવસનો કીડો સળવળતા ગઈકાલે શનિવારે બપોરના સમયે એક પાંચ વર્ષની બાળકીને પૈસા દેખાડી માવો લઈ આપવાનું કહીં માસૂમને તેના ઘરે લઈ ગયો હતો. ત્યાં શૈતાનને પણ શરમાવે તેમ બાળા સાથે સૃષ્ટિ વિરૂૂધ્ધનું કૃત્ય કર્યા બાદ દુુષ્કર્મ આચર્યું હતું.
આ ચકચારી બનાવ અંગે ભોગગ્રસ્તની માતાએ સ્થાનિક ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આઈપીસી 376 (ર) (એફ), 376 એબી, 377 અને પોક્સો અધિનિયમની કલમ 4, 6, 10 મુજબ ગુનો આગળની તપાસ પી.આઈ. એન.કે. ડાભીએ હાથ ધરી હતી. વધુમાં બાળકી ઉપર કુકર્મ થયાનો ગુનો નોંધાતા ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તુરંત તપાસનો ધમધમાટ આદરી નરાધમ શખ્સ મનીષ ઉર્ફે ગોળિયો ભીલની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લીધી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Continue Reading

ગુજરાત

ભાવનગરમાં માતા-પુત્રીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Published

on

By

ભાવનગર શહેરના શેલારશા ચોક નજીક સવાઇગરની શેરીમાં બે વર્ષ પૂર્વે ફાયરિંગ કરી માતા -પુત્રીની હત્યા કરનાર આરોપી કરીમને કસુરવાર ઠેરવી ભાવનગરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે શહેરના શેલાશા ચોક પાસે આવેલ સવાઈગરની શેરીમાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢવાણીયાના ઘરનુ રિનોવેશન કામ ચાલતુ હોય ઘરની બહાર રેતી, કપચી, સિમેન્ટ સહિત સામાન રાખ્યો હોય ગત તા. 31 માર્ચ 2022 ના રોજ બપોરના દોઢેક વાગ્યે તેનો પાડોશી કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણીએ સામાન ઉઠાવી લેવા ઝઘડો કરેલ અને તેના ઘરમાંથી પિસ્તોલ લઈ આવી ઝઘડો કરી અનવરઅલીના પત્ની ફરીદાબેન તથા તેની યુવાન પુત્રી ફરિયલ ઉપર ધડાઘડ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી નાખી છૂટયો હતો. આ બનાવ બાદ તુરંત માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં 3 એપ્રિલે પુત્રી ફરિયલ તથા 4 એપ્રિલે તેની માતા ફરીદાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવની અનવરઅલીએ કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણી વિરુદ્ધ ગંગા જય આપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 302, 307, 323, 504 તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1 બી) એ, 27 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. નજીકમાં આવેલી એક ઇંગ્લીશ સ્કુલ બહાર રાખેલા સીસીટીવી કેમેરામાં પિસ્તોલ લઈને ભાગતો આરોપી કેદ થયેલો જેના ફુટેજ મેળવ્યા હતા. દરમ્યાન ભારે શોધખોળ બાદ 53 દિવસે આરોપી કરીમ અમદાવાદથી પોલીસને હાથ લાગ્યો હતો. આ બનાવનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશી અને વીથ પ્રોસીક્યુશન એડવોકેટ મિતેષ લાલાણી સાથેની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓની જુબાની ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ.પીરજાદાએ આરોપી કરીને આજીવન કેદની સજા ફટકારી હતી.

Continue Reading

ગુજરાત

ભાવનગરના ટીમાણા ગામે ચાર સંતાનની માતાની હત્યા કરનાર પિતાને આજીવન કારાવાસ

Published

on

By

બરાબર ત્રણ વર્ષ પહેલાંભાવનગર જીલ્લા ના તળાજા ના ટીમાણા ગામે રાત્રીના 8.30 વાગ્યાના અરસામા ખૂની ખેલ ખેલાયો હતો.બરવાળા રહેતા પતિ એ ચાર સંતાનો સાથે અહીં ત્રણેક વર્ષ થી રિસામણે રહેતી પત્ની ને તીક્ષ્ણ હથિયાર ઝીકી ને કાયમ માટે સુવરાવી દીધી હતી નો આરોપ જમાઈ ઉપર દીકરી ની હત્યા નિપજવવા બદલ લગાવ્યો હતો.એ કેસ તળાજા નામદાર કોર્ટમાં ચાલી જતા દોષિત ઠેરવી આજીવન કારાવાસ અને રૂૂપિયા દસ હજાર નો દંડ ફટકારેલ છે.

તળાજા સેશન્સ કોર્ટના પબ્લિક પરોસીકયૂટર રુબીનાબેન ખલીયાણી એ સમગ કેસ વિશે આપેલ માહિતી મુજબ 15.2.21 ની રાત્રી દરમિયાન ટીમાણા ગામે હરગોવિંદભાઈ લાધવા ના પશુ રાખવાના ઢાળીયામા રહેતી અહીં જ મજૂરી કામ કરતી પરણીતા ચાર સંતાનો ની માતા શોભાબેન ને તેનાજ પતિ ઘનશ્યામ દાનુભાઈ ચુડાસમા એ બરવાળા થી અહીં આવી ને તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂર હત્યા કરી હતી.

બનાવ ને લઈ શીભાબેન ના પિતા બીજલભાઈ મોહનભાઇ મકવાણા એ જમાઈ ઘનશ્યામ ચુડાસમા વિરુદ્ધ દીકરી ની હત્યા નો આરોપ લગાવ્યો હતો.હત્યા ના કારણમા ઘનશ્યામ પોતાની પત્ની શોભાબેન પર ચારિત્ર્ય ની શંકા રાખી ત્રાસ આપતો હોય શોભાબેન ત્રણ વર્ષ થી ટીમાણા આવી ગયા હતા.હરગોવિંદભાઈ લાભશંકરભાઈ લાધવા ને ત્યાં મજૂરી કામ કરતા હતા.

બનાવ ને લઈ તળાજા નામદાર કોર્ટે 20 સાક્ષી સાથે 29 અન્ય પુરાવા તપાસ્યા હતા.જેમાં મરનાર એ અંતિમ શ્વાસ લેતા સમયે પોતાના સંતાન અને હરગોવિંદભાઈ ને હુમલો પતિ ઘનશ્યામ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહી મરણ ગયેલ. એ ઓરલ ડી.ડી પણ આ કેસમાં મહત્વ નું માનવામાં આવેલ હતું.તળાજા એડી. સેશન કોર્ટના જજ એચ.એમ.વ્યાસ દ્વારા આજે પતિ ને પત્ની ની હત્યા નો દોષિત ઠેરવી આજીવન કારાવાસ સાથે રૂૂપિયા દસ હજાર નો દંડની સજા ફરમાવી હતી.

Continue Reading

Trending