Site icon Gujarat Mirror

અમે પાર્ટીને માતા માનીએ છીએ, ભાજપ સ્થાપના દિને PM મોદીનું ભાવુક સંબોધન

ભાજપ આજે જે ઉંચાઈ પર છે તેના પાયામાં લાખો કાર્યકરોના તપ, ત્યાગ અને અવિરત પ્રયાસ

કાર્યકરોની નવી ઉર્જા જોઈને લાગે છે કે નીતિન નવીનજીએ સાચા અર્થમાં પક્ષમાં નવીનતાનું જોમ ભર્યું છે

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ઙખ મોદીએ કાર્યકરોને ભાવુક સંદેશ આપ્યો હતો. તેમણે ભાજપને ’માતા’ સમાન ગણાવીને કહ્યું કે, જનતાનો પક્ષ પર ભરોસો સતત વધી રહ્યો છે. વડાપ્રધાને નવા અધ્યક્ષ નીતિન નવીન ની કાર્યશૈલીના વખાણ કર્યા અને લાખો કાર્યકરો દ્વારા કરાયેલા તપ અને ત્યાગને પક્ષની સફળતાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાપના દિવસ BJP Foundation Day નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના કરોડો કાર્યકરોને એક વિશેષ વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને આ અવસરને અત્યંત ભાવુક ગણાવતા કહ્યું કે, ભાજપ આજે જે ઊંચાઈ પર છે, તેની પાછળ લાખો કાર્યકરોનું તપ, ત્યાગ અને અવિરત પરિશ્રમ રહેલો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશની જનતાનો ભાજપ પરનો ભરોસો દિવસેને દિવસે ગાઢ બની રહ્યો છે.

પોતાના સંબોધનમાં ઙખ મોદીએ પક્ષ પ્રત્યેની પોતાની નિષ્ઠા વ્યક્ત કરતા કહ્યું, “ભારતીય જનતા પાર્ટી એ વિશ્વનો એકમાત્ર એવો રાજકીય પક્ષ છે, જ્યાં અમે પક્ષને માત્ર એક સંગઠન નહીં પણ અમારી ’માતા’ માનીએ છીએ. તેથી જ ભાજપ સ્થાપના દિવસ અમારા માટે માત્ર એક રાજકીય આયોજન નથી, પરંતુ એક ભાવુક પ્રસંગ છે. આ દિવસ આપણને એ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક આપે છે કે પક્ષે આપણને રાષ્ટ્રસેવા કરવાનું પરમ સૌભાગ્ય આપ્યું છે.”

વર્તમાન રાજકીય સ્થિતિ અને આગામી ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને પક્ષના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગશશિંક્ષ ગફબશક્ષ ની કામગીરીની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, જે રાજ્યોમાં હાલ ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યાં કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઙખ મોદીએ હળવા અંદાજમાં નોંધ્યું કે, “કાર્યકરોની આ નવી ઉર્જા જોઈને એવું લાગે છે કે નીતિન નવીનજીએ સાચા અર્થમાં પક્ષમાં નવીનતા (ઈંક્ષક્ષજ્ઞદફશિંજ્ઞક્ષ શક્ષ ઙફિિું) અને જોમ ભરી દીધું છે.”

Exit mobile version