Connect with us

ગુજરાત

ચોમાસાની વિદાય સાથે જ પાણીનું પ્લાનિંગ, નર્મદામાંથી 15 માર્ચ સુધી પાણી અપાશે

Published

on

ગુજરાતમાં આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થયો છે. ગુજરાતના જળાશયમાં પણ પાણીની પુષ્કળ આવક થઇ છે. ખાસ કરીને ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીને લીધે સરદાર સરોવર પણ છલકાયો હતો. સરદાર સરોવર થકી ગુજરાતને પીવાનું અને ખેડૂતોને સિચાઇ માટે પાણી ઉપલબ્ધ કરવામાં આવી રહ્યુ છે. ચોમાસા સીઝન બાદ હવે શિયાળુ પાકનું વાવેતર શરૃ થઇ ગયુ છે. આથી રાજ્ય સરકાર દ્વારા સિચાઇ માટે પાણી ઉપલબ્ધ કરાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવા તથા સિંચાઈ માટે નર્મદાનું પાણી 15 માર્ચ 2024 સુધી આપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ નહેરા આધારિત સિચાઇ પાણી પહોચાડવામા આવે છે.
રાજ્ય સરાકરે ઉત્તર ગુજરાત વિસ્તારને પસુજલામ સુફલામ યોજનાથ અન્વયે પાણી પહોચાડવાનો નિર્ણય કર્યો છે. તથા સૌરાષ્ટ્ર વિસ્તારને પસૌની યોજનાથ દ્વારા આ પાણી અપાશે. પીવાના હેતુ માટે 4,565 MCFT અને સિંચાઈના ઉપયોગ માટે 26,136 MCFT મળી કુલ 30,801 MCFT પાણી અપાશે. 16 ઓક્ટોબર 2023 થી 15 માર્ચ 2024 સુધીના સમયગાળા માટે પાણીની જરૂૂરીયાતની અગ્રતા ધ્યાને લઈ ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. મુખ્યમંત્રીએ જે-તે સમયની સ્થિતીને અનુલક્ષીને ઉપલબ્ધતા અનુસાર વધારે પાણી ફાળવવા પણ સરદાર સરોવર નર્મદા નિગમને દિશાનિર્દેશો આપ્યા છે.

ગુજરાત

ભાવનગરમાં માતા-પુત્રીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Published

on

By

ભાવનગર શહેરના શેલારશા ચોક નજીક સવાઇગરની શેરીમાં બે વર્ષ પૂર્વે ફાયરિંગ કરી માતા -પુત્રીની હત્યા કરનાર આરોપી કરીમને કસુરવાર ઠેરવી ભાવનગરની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે શહેરના શેલાશા ચોક પાસે આવેલ સવાઈગરની શેરીમાં રહેતા અનવરઅલી પ્યારઅલી વઢવાણીયાના ઘરનુ રિનોવેશન કામ ચાલતુ હોય ઘરની બહાર રેતી, કપચી, સિમેન્ટ સહિત સામાન રાખ્યો હોય ગત તા. 31 માર્ચ 2022 ના રોજ બપોરના દોઢેક વાગ્યે તેનો પાડોશી કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણીએ સામાન ઉઠાવી લેવા ઝઘડો કરેલ અને તેના ઘરમાંથી પિસ્તોલ લઈ આવી ઝઘડો કરી અનવરઅલીના પત્ની ફરીદાબેન તથા તેની યુવાન પુત્રી ફરિયલ ઉપર ધડાઘડ ચાર રાઉન્ડ ફાયરિંગ કરી નાખી છૂટયો હતો. આ બનાવ બાદ તુરંત માતા પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ જ્યાં 3 એપ્રિલે પુત્રી ફરિયલ તથા 4 એપ્રિલે તેની માતા ફરીદાબેનનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ઉભો થયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવની અનવરઅલીએ કરીમ ઉર્ફે પીન્ટુ શેરઅલી રાસયાણી વિરુદ્ધ ગંગા જય આપ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી 302, 307, 323, 504 તથા આર્મ્સ એક્ટની કલમ 25 (1 બી) એ, 27 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. નજીકમાં આવેલી એક ઇંગ્લીશ સ્કુલ બહાર રાખેલા સીસીટીવી કેમેરામાં પિસ્તોલ લઈને ભાગતો આરોપી કેદ થયેલો જેના ફુટેજ મેળવ્યા હતા. દરમ્યાન ભારે શોધખોળ બાદ 53 દિવસે આરોપી કરીમ અમદાવાદથી પોલીસને હાથ લાગ્યો હતો. આ બનાવનો કેસ ભાવનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજ જોશી અને વીથ પ્રોસીક્યુશન એડવોકેટ મિતેષ લાલાણી સાથેની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓની જુબાની ગ્રાહ્ય રાખી ડિસ્ટ્રિક્ટ જજ એલ.એસ.પીરજાદાએ આરોપી કરીને આજીવન કેદની સજા ફટકારી હતી.

Continue Reading

ક્રાઇમ

આડા સંબંધનો કરુણ અંજામ: પત્નીની ક્રૂર હત્યા કરતો કોન્ટ્રાકટર

Published

on

By

  • રાજકોટના અંબિકા ટાઉનશિપ શાંતિવન એપાર્ટમેન્ટમાં પરોઢિયે બની ઘટના: પત્નીના પ્રેમસંબંધની શંકાએ ઝઘડો થતાં પતિએ પથ્થરના બ્લોકથી માથું ફાડી નાખ્યું: આરોપીની અટકાયત

રાજકોટ શહેરમાં ગુનાખોરી દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે શહેરની ભાગોળે આવેલ અંબીકા ટાઉનશીપમાં વહેલી પરોઢીએ આડા સંબંધની શંકાએ દંપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પથ્થરના બ્લોક વડે પત્નીને માથામાં ત્રણ ચાર ઘા ઝીંકી માથુ ફાડી નાખતા પત્નીનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ બાદ પતિએ ફોનથી મિત્રને જાણ કર્યા બાદ પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલીક બનાવ સ્થળે દોડી જઈ આરોપીની અટકાયત કરી સઘન તપાસ હાથ ધરી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટની ભાગોળે આવેલ અંબીકા ટાઉનશીપ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા અંબિકાબેન ગુરૂપા સિરોડી (ઉ.34) નામની મહારાષ્ટ્ર મહિલાની તેના જ ફલેટમાં લોહીથી ખરડાયેલ હાલતમાં લાશ પડી હોવાની તાલુકા પોલીસ સ્ટેશનને જાણ થતાં પીઆઈ ડી.એમ.હિરપરા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રીયન મહિલાને માથામાં પથ્થરનો બ્લોક ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું અને હત્યા તેના જ પતિ ગુરૂપા સિરોડીએ કરી હોવાનું જાણવા મળતા પોલીસે આરોપી પતિની અટકાયત કરી સઘન પુછપરછ હાથ ધરી છે.

પોલીસની તપાસમાં મુળ મહારાષ્ટ્રનાં પરિવાર છેલ્લા ઘણા સમયથી અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતો હતો અને પતિ કોન્ટ્રાકટનું કામ કરતો હતો. કોન્ટ્રાકટના કામ માટે અવાર નવાર બહાર ગામ જતાં પતિની ગેરહાજરીમાં પત્નીને પર પુરૂષ સાથે આંખ મળી ગયાની આશંકાએ પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતાં.

ગઈકાલે રાત્રે પણ પત્નીના આડા સંબંધની શંકાએ દંપતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલ પતિએ ઘરમાં પડેલા બ્લોકથી પત્નીનું માથુ ફાડી નાખ્યું હતું. બનાવ બાદ આરોપીએ પોતાના મિત્ર વર્તુળોને ફોનથી જાણ કરતાં આ બનાવની તાલુકા પોલીસને જાણ થઈ હતી અને પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. બીજી બાજુ પોલીસે ઘટના સ્થળે એફએસએલના અધિકારીઓને પણ બોલાવી તેમની મદદથી તપાસ હાથ ધરી છે.

પુત્ર અને પુત્રીની નજર સામે માતાની હત્યા
રાજકોટની ભાગોળે અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટમાં રહેતા મહારાષ્ટ્રીય દંપતિ વચ્ચે આડા સંબંધની શંકાએ ઝઘડો થતાં મોડીરાત્રીનાં 3 વાગ્યે પતિ પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વખતે બાજુના રૂમમાં સુતેલા પુત્ર અને પુત્રી પણ જાગી ગયા હતા અને તેની નજર સામે જ રોષે ભરાયેલા પિતાએ માતાને માથામાં પથ્થરના બ્લોક ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.

 

હત્યા કર્યા બાદ લાશ સાથે સેલ્ફી લઈ પતિએ વીડિયો બનાવ્યો

મારા મિત્ર સાથે પત્ની જતી હતી, મિત્રએ પણ દગો દીધો

રાજકોટની ભાગોળે અંબીકા ટાઉનશીપમાં આવેલ શાંતિવન એપાર્ટમેન્ટ બી-વીંગમાં રહેતા અને કોન્ટ્રાકટનું કામ કરતાં મહારાષ્ટ્રીય યુવાન ગુરૂપા સિરોડીએ પત્નીના પર પુરૂષ સાથેના સંબંધને કારણે જ મોડીરાત્રીનાં પત્નીની પતિએ માથામાં બ્લોકના ઘા ઝીંકી હત્યા કર્યાનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે ત્યારે પત્નીની ઠંડા કલેજે હત્યા કર્યા બાદ કોન્ટ્રાકટર મહારાષ્ટ્રીયન યુવાને પત્નીની લાશ સાથે સેલ્ફી લીધી હતી. એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ પત્ની અને મિત્રની દગાખોરીના કરતુતોને ઉજાગર કરતો વિડિયો પણ બનાવ્યો હતો.

મહારાષ્ટ્ર યુવાને હત્યા કર્યા બાદ બનાવેલા વિડિયોમાં બનાવ્યું હતું કે ‘શાંતિવનના લોકોને મારા પ્રણામ, ‘મારી ભૂલ થઈ છે, આ ભૂલ નથી મારી ઘરવાળી બહુ તકલીફ આપે આ કરવાનો ન્હોતો પણ કરી નાખ્યું, બહારના બધા કે હું ખરાબ નથી મારી ઘરવાળી ખરાબ હતી, મારા મિત્ર સાથે જતી હતી મિત્રએ પણ દગો દીધો.’

‘મારા લગ્ન 17 વર્ષ પહેલા થયા હતાં. મે બહુ સમજાવવાની કોશિષ કરી, મારી પુત્રીનું 10 માં ધોરણની પરીક્ષા પુરી થયા બાદ જવાનું કહ્યું પરંતુ પત્નીએ બીજા સાથે જવાની ઝીંદ પકડી, હું ન્યુઝ રિપોર્ટને બોલાવી તમામ વાત કરવાનો છું’ જ્યારે બીજા એક વિડિયોમાં ‘મને હથકડી લગાવવાની નથી, હું બીઝનેસ મેન છું, હું સામેથી સરેન્ડર પરવાનો છું, બીજા કેદી જેવું મારી સાથે વર્તન નથી કરવાનું.’

Continue Reading

ગુજરાત

ચોટીલામાં પોલીસ ગ્રાઉન્ડ નજીક આગથી મુદ્દામાલના વાહનો થયા ખાક

Published

on

By

  • બે બસ આગમાં ખાક: ડમ્પરના ટાયર બળી ગયા

ચોટીલા પોલીસ મથકનાં ગ્રાઉન્ડ નજીક કોઇ અગમ્ય કારણોસર આગ લાગ્યાનાં બનાવ બનતા દોડધામ મચી હતી અને પાલિકા ફાયર ટીમ આગ ઓલવવા દોડી ગયેલ હતી.
ચોટીલા પોલીસ મથકનાં ચોપડે મુદ્દામાલ તરીકે વર્ષોથી પડેલા વાહાનો પાસે કચરાનાં ગંજ ખડકાયા હતા જેમા કોઇ અગમ્ય કારણોસર આગ લાગેલ હોવાનું હાલ અનુમાન છે જે આગની જવાળા પલવારમાં જ તેની લપેટમાં મુદ્દામાલ પૈકીની બે મીની બસને લીધી હતી જેમા બસ ભડભડ સળગવા લાગી હતી જોતા જોતા બંન્ને બસો બળીને ખાક થઇ ગયેલ હતી તેમજ નજીક રહેલ એક ડમ્પરનાં ટાયરો પણ આ આગમાં સળગી ગયા હતા. મોડી સાંજ બાદ આગનો બનાવ બનતા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા બે ફાઇટર બંમ્બા દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને દોઢેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં તો બે વાહાનો ભરખી લીધા હતા. આસપાસમાં રહેતા લોકો આગજનીને જોવા ટોળે વળ્યાં હતા ત્યારે આગ કચારાનાં ઢગલાઓને કારણે લાગી હોવાનું અનુમાન કરાય છે ત્યારે વાહનો જે સ્થળે આગ લાગી ત્યાં કેમ અને કેવી રીતે પહોચ્યાં? તે પણ એક સવાલ છે.

Continue Reading

Trending