હાલમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ 2026 ના તામજામ વચ્ચે આરસીબીના સ્ટાર ખેલાડી અને કિંગ કોહલી તરીકે ઓળખાતા વિરાટ કોહલી બિઝી શેડ્યુલ વચ્ચે ફરી એક વખત જાણીતા અધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા છે. આ સમયે તેની સાથે બોલીવૂડ એક્ટ્રેસ અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. વિરુષ્કાની આ વૃંદાવન મુલાકાતના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે…
કિંગ કોહલી એટલે કે વિરાટ કોહલી અવાનવાર મહત્ત્વની મેચ પહેલાં કે મેચ પછી પહેલાં આધ્યાત્મિક મુલાકાતો લેતા હોય છે. આ વખતે પણ આઈપીએલના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તેઓ પત્ની અનુષ્કા સાથે ભક્તિમાં લીન થઈ ગયા હતા. આ ક્યુટ-પાવરફૂલ કપલની વૃંદાવન મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ વિરુષ્કાની આ આધ્યાત્મિક મુલાકાત દરમિયાન તેમની પુત્રી વામિકા પણ સાથે હોવાનું જણાય છે, જેની નિર્દોષ હરકતોએ ફેન્સના દિલ જીતી લીધા છે. વિરાટની આ સાદગી અને આધ્યાત્મિકતા પ્રત્યેનો તેમનો ઝુકાવ જોઈને ફેન્સ તેને ’કિંગ કોહલી’ની સાથે એક ’સંસ્કારી વ્યક્તિત્વ’ તરીકે પણ બિરદાવી રહ્યા છે.

