Connect with us

રાજકોટ

રવિ પાકોના ટેકાના ભાવમાં વધારો કરવાના નિર્ણયને આવકારતા વિજય કોરાટ

Published

on

કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં ખેડુતો અને કૃષિ સેકટર માટે અઢળક રાહતો અને પ્રોત્સાહનો મંજુર કરીને 6 રવી પાક માટેના ટેકાના લઘુતમ ભાવમાં તોતિંગ વધારો કરતા પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઇ કોરાટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારી તેમની આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે. વધુમાં વિજયભાઇ કોરાટે જણાવ્યું હતું કે, સરકાર સમયાંતરે રાજયના ખેડૂતો અને કૃષિકારોના ઉત્કર્ષ માટે પ્રોત્સાહક યોજનાઓની જાહેરાતો થતી હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા કેબીનેટ બેઠકમાં 6 રવિ પાકના ટેકાના ભાવમાં સતત વધારો કરાયો છે જેનાથી ખેડુતોને આવતા સમયમાં ખુબ આર્થીક ફાયદો થશે.
કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલા વચન સમયાંતરે પરિપૂર્ણ કરીને તોને રાહતો આપી તેમની આવકમાં બમણો વધારો થાય તેવા પ્રયત્નશીલ રહ્યા છે. ગત વર્ષ અને ચાલુ વર્ષના ટેકાના ભાવના વધારાની સરખામણી કરીએ તો ઘઉંમાં વર્ષ 2023-24માં 2125 હતો જે વર્ષ 2024-25માં 2275 કરી 150નો વધારો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગત વર્ષમાં 2023-24માં 1735 હતો જે વર્ષ 2024-25માં 1850 કરી 115નો વધારો, ચણામાં વર્ષ 2013-24માં 5335 હતો જે વર્ષ 2024-25માં 5440 કરી 105નો વધારો, મસૂરમાં વર્ષ 2023- 6000 હતો જે વર્ષ 2024-25માં 6425 કરી 425નો વધારો, સરસવ-રાઈમાં વર્ષ 2023-24માં 5450 હતો જે 24-25માં 5650 કરી 200નો વધારો, સનફ્લાવરમાં વર્ષ 2023-24માં 5650 હતો જે વર્ષ 2024-25માં કરી 150નો વધારો કરી રવિ પાકમાં આ વર્ષે 5 થી 7 ટકા સુધીનો તોતિંગ ભાવવધારો આપતા સમગ્ર રાજ્યના ખેડૂતો અને કૃષિકારોમાં આનંદની લાગણી છવાઈ છે. સરકારે લઘુતમ ટેકાના ભાવમાં વધારો તેમજ અનેક રાહતો જાહેર કરતા ગુજરાતભરના ખેડુતો કૃષિકારોને મોટો આર્થીક ફાયદો થશે. સરકાર ખેડૂતોની આવક દોઢ ગણી વધારશે. સરકારની યોજનાના કારણે છેલ્લા આઠ વર્ષમાં ખાધાન્ન ઉત્પાદન 31 ટકા વધ્યું છે. જેનાથી આવનારા દિવસોમાં ખેડૂતો- કૃષિકારોની આવકમાં વધારો થશે.

ક્રાઇમ

શહેરમાં વધુ એક ક્લબ ઝડપાઈ, વિજય પ્લોટમાં ઘોડીપાસાના પાટલા ઉપર દરોડો

Published

on

By

શહેરમાં અગાઉ લીમડાચોક પાસે, અમીન માર્ગ અને કુબલિયા પરામાં પોલીેસે જુગારની રેઈડ પાડી જુગારીઓને પકડી લીધા હતા. ત્યારે પોલીસે વધુ એક રેઈડ કરી છે. જેમાં ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટમાં ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી લીધા હતા તેઓ પાસેથી રૂૂપિયા 23 હજારની રોકડ જપ્ત કરવામાં આવી હતી.

વધુ વિગતો મુજબ,શહેર ડીસીબી ઝોન-2 સુધીર દેસાઈની એલસીબીની ટીમના પીએસઆઈ આર.એચ.ઝાલા અને ધર્મરાજસિંહ ઝાલા નાઓને ખાનગી રાહે બાતમીના આધારે ગોંડલ રોડ વિજય પ્લોટ શેરી નં.15 ના ખુણેથી જાહેરમાં દરોડો પાડી ધોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા મુસ્તાક હુશેનભાઇ સમા(રહે.સાગર રેસીડેન્સી જાલોરી હોલ વાળી ગલી જગાવારા ચોરા જેતપુર),ઇન્દુભાઇ લક્ષ્મણભાઈ મેવાડા(રહે. ગુંદાવાડી શેરી નં.8/12 નો ખુણો ભારત ડેરીની પાછળ રાજકોટ),અજય મનોજભાઈ સોલંકી(રહે. લોહાનગર મ. પરા ગોંડલ રોડ),ભાવેશ વિનોદભાઈ મકવાણા (રહે. લોહાનગર મ પરા રામાપીરના મંદિર પાસે રાજકોટ),હિરેન રસીકભાઇ આડેસરા(રહે. કોઠારીયા રોડ વિવેકાનંદ નગર શેરી નં.14),જાહિદ અબ્દુલભાઈ મીનીવાડીયા (2હે. લેઉવા પટેલ સોસાયટી શેરી નં.2/4 નો ખુણો કોઠારીયા રોડ) અને અશ્વીન મગનભાઇ મકવાણા (રહે. ભુતખાના ચોક વિજય પ્લોટ શેરી નં.25 ગોંડલ રોડ)ને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂૂ.23,160 ની રોકડ જપ્ત કરી હતી.પકડાયેલા તમામની પૂછપરછ કરતા તેઓ બધા મિત્રો સાથે તેઓ ભેગા થયા અને બાદમાં જુગાર રમવાનો પ્લાન બનાવી જુગાર રમવા બેસી ગયા હતા.ઉલ્લેખનીય છે કે,ચારેક દિવસ પૂર્વે રાજકોટના લીમડા ચોક પાસે એવરેસ્ટ બિલ્ડીંગના નવમાં માળે ઘોડીપાસાની કલબ પર એ ડીવીઝન પોલીસે દરોડો પાડી 20 શખ્સોને ઝડપી લીધા હતા.આ જુગારના દરોડામાં ઓફિસની ચાવી આપનાર પારસ ઠેબાને પકડવા તજવીજ ચાલી રહી છે.ત્યારે આ જુગારમાં પોલીસ દ્વારા પહેરો દેવામાં આવતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

Continue Reading

ગુજરાત

રતનપર ગામે રહેતી સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવાનું કહી નીકળ્યા બાદ લાપતા

Published

on

By

શહેરીન ભાગોળે મોરબી રોડ પર આવેલા રતનપર ગામે રહેતી 15 વર્ષિય સગીરા ઘરેથી ફેર એન્ડ લવલી લેવા જવાનું કહી નીકળ્યા બાદ ગૂમ થઈ ગઈ હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો નહીં લાગતાં પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે સગીરાના પિતાને ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, રતનપર ગામે જાળીયા રોડ પર રહેતી 15 વર્ષિય સગીરાના પિતાએ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે તેની પુત્રી ઘરની બાજુમાં આવેલી દુકાને ફેર એન્ડ લવલી લેવા જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં ઘણો સમય થવા છતાં પરત નહીં આવતાં ફરિયાદીએ તેની પુત્રીને ફોન કર્યો હતો ત્યારે તેણે દુકાન વાળાના દિકરાને રમાડું છું તેમ કહેતા ફરિયાદી ઘર પાસે આવેલી દુકાને જોવા જતાં તેની દિકરી ત્યાં હતી નહીં જેથી તેને ફોન કરતાં ફોન સ્વિચ ઓફ આવતો હોય જેથી પુત્રીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતાં કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરી હતી. સગીર ગુમ થવાના કિસ્સામાં અપહરણનો ગુનો નોંધવાની હાઈકોર્ટની જોગવાઈ મુજબ પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી સગીરાની શોધખોળ હાથ ધરી છે.

Continue Reading

ગુજરાત

ચાલીને જતા હો ત્યારે પીચકારી મારશો તો પણ પકડાઈ જશો, વધુ-6 ઝડપાયા

Published

on

By

જાહેરમાં કચરો ફેંકતા વધુ 41 બેફીકરાને દંડ, 2.5 કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત, ન્યૂસન્સ પોઈન્ટ ઉપરથી 25.7 ટન કચરાનો નિકાલ

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાએ અલગ અલગ પ્રકારની ઝુંબેશ હાથ ધરી છે જેમાં ખાસ કરીને પાનની પીચકારી મારતા લોકોને સીસીટીવી કેમેરા દ્વારા વાહનોની નંબર પ્લેટના આધીરત પકડી ઈમેમો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ચાલીને જતા લોકો પણ જ્યાં ત્યાં પીચકારી મારતા હોવાનું ધ્યાને આવતા હોવા હવે નવી ટ્રીક અપનાવી ચાલીને જતા લોકોને પણ મેમો ફટકારવાનું ચાલુ કર્યુ છે તેવી જ રીતે જાહેરમાં કચરો ફેંકતા વધુ 41 લોકો દંડાયા હતા અને 2.5 કિ.ગ્રા પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરી ન્યુસન્સ પોઈન્ટ પરથી 25.7 ટન કચરાનો નિકાલ કરવામા આવ્યો હતો. જાહેરમાં પાનની પીચકારી મારતા લોકોને પકડવાનું ચાલુ કર્યુ છે. જેમાં હવે ચાલીને જતા કોઈ વ્યક્તિ પીચકારી મારતા સીસીટીવીમાં પકડાય ત્યારે રેકોર્ડીંગ રિવર્સ કરી આ વ્યક્તિ કઈ જગ્યાએ વાહન પાર્ક કરીને આવ્યો તે ચેક કરવામાં આવે છે તે વાહનના આધારે વ્યક્તિના ઘરે મેમો ફટકારવાનું સરૂ કરવામાં આવ્યું છે. આથી વાહન કોઈપણ જગ્યાએ પાર્ક કરી બજારમાં આંંટા મારતા લોકો પીચકારી મારશે તો તેને પણ મેમો ભરવો પડશે.

રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત આજે06 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.

કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1764 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 467 સફાઈ કામદારો ની સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ છે, જે આજે 2 સફાઈ કામદાર કચરો રોડ પર ફેકતાં ઝ્ડપી લીધા હતા અને તેમની પાસેથી દંડ લેવામાં આવેલ હતો. અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ છે.

સ્વચ્છતા એ જ સેવા અભિયાનના ભાગરૂૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.02/12/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 41 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 2.5 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ હતું.

Continue Reading

Trending