india
VIDEO: ઈન્ડિયાનો ફેવરિટ ખેલાડી શુભમન ગિલ મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યો, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં રમશે ગિલ?

ભારત-પાકિસ્તાન મેચ પહેલા ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ અમદાવાદ પહોંચી ગયો છે. ગિલ બુધવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાવાની છે. આવી સ્થિતિમાં ગિલ પાસે ફિટનેસ પાછી મેળવવા માટે બે દિવસનો સમય છે. જો તે ફિટ થઈ જશે તો તેનું રમવું નિશ્ચિત છે, કારણ કે ઈશાન કિશન ઓસ્ટ્રેલિયા સામે પહેલા જ બોલે આઉટ થઈ ગયો હતો અને તેણે અફઘાનિસ્તાન સામે પણ ધીમી શરૂઆત કરી હતી. આમ છતાં તે મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો. જો ગિલ ફિટ છે તો ઈશાન કિશન પ્લેઈંગ 11માંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે.
Arrival of Shubman Gill in Ahmedabad. (Vipul Kashyap).
– Hope we get to see Gill soon in action…!!!pic.twitter.com/j5DDZpYlHj
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023
શુભમન ગિલનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે માસ્ક પહેરીને સુરક્ષા કર્મચારીઓ સાથે અમદાવાદ એરપોર્ટથી નીકળતો જોવા મળી રહ્યો છે. ગિલ ઉપરાંત પાકિસ્તાનની ટીમ પણ અમદાવાદ પહોંચી ગઈ છે. બુધવારે ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે મોટી જીત હાંસલ કરી અને હવે ભારતીય ખેલાડીઓ પણ અમદાવાદમાં છે.
કેવી છે ગિલની તબિયત?
ગિલ એરપોર્ટ પર એકદમ નોર્મલ દેખાતો હતો અને એવું લાગતું હતું કે તે ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે. હવે તેણે મેચ માટે ફિટનેસ મેળવવી પડશે. પાકિસ્તાન સામેની મેચમાં તે રમશે તેવી પૂરી આશા છે. ડેન્ગ્યુમાંથી સાજા થવામાં સામાન્ય રીતે એક સપ્તાહનો સમય લાગે છે અને ગિલ જેવા ખેલાડીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે છે કારણ કે તે પહેલેથી જ એકદમ ફિટ છે. એશિયા કપ પહેલા યોજાયેલ યો-યો ટેસ્ટમાં તેનો સ્કોર સૌથી વધુ હતો.
શુભમન ગિલ આ વર્ષે ભારત તરફથી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 20 ઇનિંગ્સમાં 1230 રન બનાવ્યા છે. તેની એવરેજ 72.35 અને સ્ટ્રાઈક રેટ 105.03 છે. તેણે આ વર્ષે વનડેમાં બેવડી સદી પણ ફટકારી છે. શુભમન ગિલ વર્લ્ડ કપમાં ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ બેટ્સમેન છે. ટીમ ઈન્ડિયા માટે ફિટ પરત આવવું ખૂબ જ જરૂરી છે. અમદાવાદના મેદાનમાં ગિલનો રેકોર્ડ શાનદાર છે. આવી સ્થિતિમાં તેની ટીમમાં વાપસી ભારત માટે ખૂબ જ સુખદ પાસું હશે.
Entertainment
‘ઝલક દિખલા જા’માં રેસલર સંગીતા ફોગાટ બની સંગુભાઇ

ઝલક દિખલા જામાં સંગીતા ફોગાટ નવા અવતારમાં જોવા મળી હતી. તે સંગુભાઈ બનીને આવી હતી. આ શોમાં બોની કપૂરે હાજરી આપી હતી. રેસલર સંગીતા ફોગાટે મેરા હી જલવા ગીત પર કોરિયોગ્રાફર ભરત ઘરે સાથે ડાન્સ કર્યો હતો. આ પર્ફોર્મન્સ બાદ બોની કપૂરે કહ્યું કે અમારી નવોન્ટેડની ઓરિજિનલ ફિલ્મ તેલુગુમાં હતી જેમાં મહેશ બાબુએ કામ કર્યું હતું.
હું સલમાન ખાનની પાછળ પડ્યો હતો કે આ ફિલ્મ જુએ. હું સલમાનના ઘરે ગયો અને કહ્યું કે હું હવે પછી ક્યારેય એક પણ ઑફર લઈને નહીં આવું જો તું આ ફિલ્મ નહીં જુએ તો. તું ફક્ત આવ અને આ ફિલ્મ એક વાર જો. તેણે ફિલ્મ જોઈ અને તે કંઈ પણ બોલ્યા વગર જવા લાગ્યો. કાર પાસે જઈને તેણે થમ્સ અપ કર્યું. હું સમજી ગયો કે તેની હા છે અને ત્યાર બાદ જલવા હી જલવા છે.
india
અંતિમ T-20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું, 4-1થી શ્રેણી જીતી

ભારતે પાંચમી અને અંતિમ ટી20માં ઓસ્ટ્રેલિયાને 6 રનથી હરાવ્યું હતું. મેચ જીતવા 161 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા 8 વિકેટના નુકસાન પર 154 રન કરી શક્યું હતું. ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા અંતિમ ઓવરમાં 10 રનની જરૂૂર હતી. પરંતુ અર્શદીપે 4 રન આપ્યા હતા અને એક મહત્વની વિકેટ લીધી હતી. ભારત તરફથી મુકેશ કુમારે 39 રનમાં 3, રવિ બિશ્નોઈએ 29 રનમાં 2, અર્શદીપ સિંહે 40 રનમાં 2 તથા અક્ષર પટેલે 14 રનમાં 1 વિકેટ લીધી હતી. મેચ જીતવાની સાથે જ ભારતે 5 મેચની સીરિઝ 4-1થી પોતાના નામે કરી હતી.
ભારતે ઓસ્ટ્રેલિયાને 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બેટિંગ ફ્રેન્ડલી પિચ પર પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 160 રન જ બનાવી શકી હતી. ચાર ઓવરમાં 33 રનના સ્કોર પર પ્રથમ વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. ભારતે 10મી ઓવરમાં માત્ર 55 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહના બેટ શાંત રહ્યા. જોકે, શ્રેયસ અય્યર એક છેડે ઊભો રહ્યો હતો. અય્યરે 37 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 5 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. જીતેશ શર્મા 24 રન અને અક્ષર પટેલ 31 રને તેને સારો સાથ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી જેસન બેહરેનડોર્ફ અને બેન દ્વારશુઈસે બે-બે વિકેટ લીધી હતી.
યશસ્વી જયસ્વાલે 15 બોલમાં 21 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. પરંતુ સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફે યશસ્વી જયસ્વાલને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ પછી ભારતીય બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા હતા.ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઉપરાંત રુતુરાજ ગાયકવાડ અને રિંકુ સિંહ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા.
india
ફાઇનલમાં હાર માટે અમદાવાદની પીચ જ જવાબદાર: રાહુલ દ્રવિડ

વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે મળેલી હાર માટે ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડના મતે અમદાવાદની પિચ જ મુખ્ય રીતે જવાબદાર હતી. આ આઘાતજનક હારનાં બે અઠવાડિયાં બાદ ક્રિકેટ બોર્ડે ટુર્નામેન્ટમાં ટીમના પર્ફોર્મન્સનો રિવ્યુ કરવાનું શરૂૂ કરી દીધું છે. આ માટે તેમણે લંડનમાં રજા માણી રહેલા દ્રવિડ સાથે ગુરુવારે વિડિયો-કોલથી ચર્ચા કરી હતી. અહેવાલ પ્રમાણે આ મીટિંગમાં સેક્રેટરી જય શાહ, વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા અને ટ્રેઝરર આશિષ સેલાર હાજર હતા. તેઓ લીગ તથા સેમી ફાઇનલમાં કમાલના પર્ફોર્મન્સ બાદ ફાઇલનમાં ફસડાઈ પડવા વિશેનું કારણ જાણવા માગતા હતા. માહિતી પ્રમાણે દ્રવિડે આ હાર માટે મુખ્યત્વે અમદાવાદની પિચને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટની અપેક્ષા પ્રમાણે પિચ ટર્ન નહોતી થઈ એથી જ તેઓ ઑસ્ટ્રેલિયાને ચેઝ દરમ્યાન રોકી નહોતા શક્યા. સ્પિનરોને મદદરૂૂપ થાય એ માટે ભારતીય ટીમે નવી પિચને બદલે યુઝ પિચ પસંદ કરી હતી. લોકલ પિચ-ક્યુરેટરની સલાહ પ્રમાણે તેમણે આ યુઝ પિચની પસંદગી કરી હતી અને સ્પિનરોને વધુ મદદરૂૂપ થાય એ માટે એના પર પાણીનો છંટકાવ પણ ઓછો કર્યો હતો. જોકે આ બધી યોજના ભારતીય ટીમને જ ભારે પડી હતી. પિચ જરાય ટર્ન માટે ઉપયોગી નહોતી થઈ અને પહેલા હાફમાં તો એ ખૂબ સ્લો થઈ ગઈ હતી. શમી, બુમરાહ અને સિરાજની ત્રિપુટી ટુર્નામેન્ટમાં ગજબના ફોર્મમાં હોવા છતાં ફાઇનલ માટે ટર્નિંગ પિચનો પ્લાન શા માટે પસંદ કર્યો એના જવાબમાં દ્રવિડે કહ્યું કે આ જ પ્લાન આખી ટુર્નામેન્ટમાં તેમને માટે કામ કરી ગયો હતો, ફક્ત ફાઇનલમાં જ ન ચાલ્યો.
-
Sports2 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર1 month ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
સુરેન્દ્રનગર1 month ago
સુરેન્દ્રનગરમાં રેલવે પાટા ઉપર કુદરતી હાજતે બેઠેલા વૃદ્ધને નીંદર ચડી જતા ટ્રેન અડફેટે ચડ્યા
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર