GIR SOMNATH
ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા કરતી વેરાવળ કોર્ટ
આ કેસની માહીતી આપતા એડવોકેટ કે.આઇ.ચંદનાણીએ જણાવેલ કે, વેરાવળના મેજીસ્ટ્રેટ એ.આર રૂંઝાની કોર્ટમાં વેપારી અનિષ નૌતમલાલ રાચ્છ દ્વારા નેગોસેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકેટ 138, 142 મુજબ કેસ દાખલ કરવામાં આવેલ.
જેમાં મનોજ ઠાકરશીભાઈ પોરીયાને મિત્રભાવે હાથ ઉછીના રૂા.1,69,880 આપેલા જે નાણા પરત મેળવવા આપેલા બન્ને ચેકો તેમની બેન્કર્સમાં રજુ કરાવતા ટુ ડેસ ઓપનિંગ બેલેન્સ અનસફીશીયન્ટના શેરા સાથે પરત ફરતા નિયમ મુજબ લીગલ નોટિસ બજાવ્યા બાદ પણ નાણા ચુકવવાની કોઈ જ વ્યવસ્થા ન કરતા છેતરપિંડી અને વિશ્વાસઘાતને પાત્ર ગુનો આચરેલ હોવાથી કોર્ટમાં કેસ ચાલી જતાં એડવોકેટ આઈ.કે.ચંદનાણીની લેખિત, મૌખિક દલીલોને ગ્રાહ્ય રાખેલ અને નવ વર્ષેની કાનુની પ્રક્રિયા બાદ ચુકાદો આપતા આરોપી મનોજ ઠાકરશીભાઈ પોરિયા રહે વિમલ ટ્રેડર્સ, નવા રબારી વાળા, શેરી નંબર 4, જુનાગઢ રોડ વેરાવળને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 255 (2) અન્વયે ધી ઇન્સ્ટ્રુમેન્ટ એકેટ નિ કલમ 138 મુજબના શિક્ષાપાત્ર ગુના માટે તકસીરવાન ઠેરાવી એક વર્ષ કેદની સજા કરવામાં આવેલ.
આ ઉપરાંત ફરિયાદિને ક્રિમિનલ કોડની કલમ 357 અન્વયે રૂા.1,69,880 વળતર તરીકે ચૂકવી આપવા અને તેમ કરવામાં કસુર કરીએથી વધુ 30 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે.
GIR SOMNATH
વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ અને ટ્રેન નંબર 19217બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનના સમય પત્રકમાં કેટલાક સ્ટેશનોના સમયમાં તાત્કાલિક અસરથી સુધારો કરવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 19218/19217 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસનાઉપડવાના/આગમનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મધ્યવર્તી સ્ટેશનો પર આગમન/પ્રસ્થાનના સમયમાં ફેરફાર થશે.
વેરાવળ-ભક્તિનગર અને અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચેની ટ્રેન નંબર 19218ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
બાંદ્રા ટર્મિનસ-ચાંદલોડિયા અને ભક્તિનગર-વેરાવળ સ્ટેશન વચ્ચેની ટ્રેન નંબર 19217ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
ઓખા- ગોરખપુર એકસપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
ઉત્તર મધ્ય રેલવેના ગ્વાલિયર-વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. 10 ડિસેમ્બર, 2023ના રોજ ઓખાથી ઊપડતી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અને 14 ડિસેમ્બર, 2023ના રોજ ગોરખપુરથી ઊપડતી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂૂટ વાયા ગુના, શિવપુરી અને ગ્વાલિયર થઈને દોડશે. આ ટ્રેનો જ્યાં નહીં જાય તેમાં અશોક નગર, મુંગાવલી, બીના અને વીરાંગના લક્ષ્મીબાઈ (ઝાંસી) સ્ટેશન નો સમાવેશ થાય છે.
19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
સ્ટેશન વર્તમાન સમય સુધારેલ સમય
બાંદ્રા ટર્મિનસ પ્રસ્થાન 13.40 કલાકે પ્રસ્થાન 13.40 કલાકે
વિરમગામ 23.23/23.25 23.15/23.17
લખતર 00.13/00.14 00.01/00.02
સુરેન્દ્રનગર 00.39/00.41 00.37/00.39
મૂળી રોડ 00.59/01.00 00.47/00.48
થાન 01.18/01.20 01.06/01.08
વાંકાનેર 01.44/01.46 01.32/01.34
રાજકોટ 02.32/02.37 02.20/02.40
ભક્તિનગર 03.01/03.03 03.01/03.03
વેરાવળ આગમન 07.10 વાગ્યે આગમન 07.10 વાગ્યે
GIR SOMNATH
વેરાવળના ખારવા વાડા અને ભોયવાડામા રાસાયણિક રજકણો ઉડવાની બુમરાણ

તારીખ 5/12/2023ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીમાં જે વેરાવળ બંદરમાં ફેસ 2નું કામ ચાલુ કરવામાં આવ્યું છે તેના કારણે ખારવાવાડ ભોઈવાળામાં વસતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વેરાવળમાં બંદરમાં જે ફેસ 2ના ક્ધસ્ટ્રકટર્સ ના કારણે રસાયણિક રજકણો ઉડે છે તેનાથી લોકોને સ્વાસ્થ્યની સમસ્યા થઈ રહી છે સાથે સાથે મોડી રાત્રે 2/3/4 વાગ્યા સુધી કામ ચાલે છે તેનાથી લોકો શાંતિથી સૂઈ પણ નથીં શકતા તેથી ખારવાવાડ ભોઈવાળા વિસ્તારની તમામ મહિલાઓ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવા આવી હતી સાથે સાથે મચ્છી માર્કેટની બહેનોએ રજુવાત કરી હતી કે જી. આઈ. ડી. સી. માંથી જે મચ્છી વેચવાની રિક્ષા લઈને આવીએ છે તેમાં બંદર માંથી સિમેન્ટ અને ખુબજ ધુળ ઉડે છે એનાથી અમારી કિંમતી મચ્છી બગડી જાય છે જેથી અમોને ધંધામાં ખૂબ જ નુકશાન જાય છે તે બાબતે તમામ મચ્છી માર્કેટની બહેનો પણ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા એ બોટ એસોએશનના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી તથા એસોસિયનના આગેવાનો તેમજ હોળી એસોસિયનના પ્રમુખ હીરાભાઈ વધાવી તથા આગેવાનોને બોલાવી અને બંદરના કામ બાબત માટે લેખિતમાં લખી સરકારશ્રીને રજૂઆત વાત કરવામાં આવી.
GIR SOMNATH
તળાજામાં વિધવા માતાની બેટના ફટકા મારી પુત્રએ હત્યા નિપજાવી

ભાવનગર જિલ્લાના તળાજા ની નદીના સામા કાંઠે આવેલ નરસિંહ મહેતા નગર,પી.ડબ્લ્યુ. ડી ના ક્વાર્ટર મા પોતાના બે સંતાનો સાથે રહેતી વિધવા માતા ને આજે જ્યેષ્ઠ પુત્ર એ માથાના ભાગે ક્રૂરતા પૂર્વક લાકડાના ક્રિકેટ રમવા ના બેટના ફટકા મારી હત્યા કરી નાખી હતી.મહિલા અહીં ટ્રેઝરી ઓફિસમા સરકારી કર્મચારી છે.માતાની હત્યા નિપજાવવા બદલ નાના દીકરા એ મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તળાજા મા ચકચાર મચાવતા બનાવ ની મળતી વિગતો મુજબ નજીકના સથરા ગામે દવે પરિવાર મા પિયર ધરાવતા અને કુંઢડા ગામે સાસરું ધરાવતા અને હાલ તળાજા મામલતદાર કચેરીના મેદાનમાં આવેલ ટ્રેઝરી ઓફીસમા પ્યુન ની નોકરી કરતા રેખાબેન મૂળશંકરભાઈ બારૈયા ઉ.વ.59 તે નદીના સામા કાંઠે આવેલ પી.ડબ્લ્યુ. ડી ના કવાર્ટર નં.27 મા રહે છે. રેખાબેન આશરે વીસેક વર્ષ પહેલાં વિધવા થતા તેમના પતિ મૂળશંકરભાઈ ના વરસાદ તરીકે નોકરી મળેલ હતી.તેઓને બે દીકરા મિતેષ અને નિતેષ.
આજે રેખાબેન બપોરે 12 વાગ્યા આસપાસ ઓફિસે હતા એ સમયે મોટો દીકરો મિતેષ ઉ.વ30 ઘરે રસોઈ બનાવવા અને જમવા માટે લેવા આવેલ હતો.મોટાભાગે એ રાબેતા મુજબ નો ક્રમ હતો.એ સમયે નાનો દીકરી નિતેષ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતો હોય અભ્યાસ અર્થે ઘરે ન હતો.આ સમયે પુત્ર મિતેષ ને માતા રેખાબેન સાથે રસોઈ બાબતે બોલાચાલી થતા રૂૂમ મા પડેલ બેટ ઉપાડી ને માતા ના માથા અને કમર ના ભાગે ઉપરા છાપરી ફટકા મારવા લાગતા રેખાબેન રૂૂમમાંજ પડી ગયા હતા.માથામાં વાગેલ ફટકાઓ ને લઈ લિહીના ખાબોચિયામાં તરફડીયા મારવા લાગ્યા હતા.દેકારો થતા આસપાસ ના રહીશો દોડી આવ્યા હતા.108 મારફતે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે નાના દીકરા નિતેષ અને પાડોશી લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલ જાહેર કરેલ હતા.મહિલા એફ.એસ.એલ – પી.એમ માટે ભાવનગર લઈ જવામાં આવેલ.માતા ની હત્યા નિપજાવવા બદલ નાના ભાઈ નિતેષ એ મોટાભાઈ મિતેષ વિરુદ્ધ તળાજા પોલીસ મા ફરિયાદ નોંધાવતા તપાસ પો.ઇ. આર.ડી. ચૌધરી ચલાવી રહ્યા છે.
-
Sports3 weeks ago
કોહલી-રોહિત નહીં આ ખેલાડી છે ઓસ્ટ્રેલિયન ટીમ માટે ખતરનાક, કાંગારુ કેપ્ટને કર્યો ખુલાસો
-
LIFESTYLE1 month ago
દિવાળી પહેલા JIO નો મોટો ધમાકો: ઓછી કિંમત ને વધારે ફિચર્સ સાથે 4G મોબાઇલ કર્યો લૉન્ચ, જુઓ કેવા છે ફીચર્સ
-
પોરબંદર2 months ago
પોરબંદર પંથકના ખેડૂત નાં રૂા. 50 હજાર સેરવી લેનાર ત્રણ ઝડપાયા
-
પોરબંદર2 months ago
આરોગ્યની જાળવણી માટે ખેડૂતોએ મિલેટ્સ ધાન્યોનું વાવેતર વધારવું જોઇએ: પર્યાવરણ મંત્રી
-
પોરબંદર2 months ago
સગર સમાજની ભગીરથ જનકલ્યાણ યાત્રાનું ભાણવડ ખાતે આગમન
-
પોરબંદર1 month ago
બોટાદ જિલ્લામાં વીજતંત્ર આકરા પાણીએ : 228 કનેક્શનમાંથી રૂા. 1.11 કરોડની વીજચોરી પકડાઈ
-
પોરબંદર2 months ago
ગાંધવી સમુદ્ર કિનારે તથા ભાણવડ પાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ
-
પોરબંદર1 month ago
પોરબંદરની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના વોર્ડનના બીભત્સ શબ્દાના ઉચ્ચારથી ચકચાર