Site icon Gujarat Mirror

ઉત્તરાંચલ ભાટિયા, ભાવનગર એકસપ્રેસ ઓખામઢી અને મોરબી ડેમુ ટ્રેન રફાળેશ્ર્વર સ્ટેશને ઉભી રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનના ભાટીયા, રફાળેશ્વર અને ઓખામઢી સ્ટેશનો પર 5 ટ્રેનોના સ્ટોપેજને 8 સપ્ટેમ્બર, 2025 થી ફરીથી શરૂૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1) ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો ભાટીયા સ્ટેશન પર સ્ટોપેજ: ટ્રેન નંબર 19566 દેહરાદૂન-ઓખા ઉત્તરાંચલ એક્સપ્રેસનો 8 સપ્ટેમ્બર, 2025 થી ભાટીયા સ્ટેશન પર 10.45 વાગ્યે આગમન અને 10.47 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે.

2) ટ્રેન નંબર 79441/79442 મોરબી-વાંકાનેર-મોરબી ડેમુનો રફાળેશ્વર સ્ટેશન પર સ્ટોપેજ: ટ્રેન નંબર 79441 વાંકાનેર-મોરબી ડેમુનો 8 સપ્ટેમ્બર, 2025 થી રફાળેશ્વર સ્ટેશન પર 07.22 વાગ્યે આગમન અને 07.23 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર ડેમુનો 8 સપ્ટેમ્બર, 2025 થી રફાળેશ્વર સ્ટેશન પર 08.06 વાગ્યે આગમન અને 08.07 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે.

3) ટ્રેન નંબર 19209/19210 ભાવનગર-ઓખા એક્સપ્રેસનો ઓખામઢી સ્ટેશન પર સ્ટોપેજ: ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસનો 9 સપ્ટેમ્બર, 2025 થી ઓખામઢી સ્ટેશન પર 08.29 વાગ્યે આગમન અને 08.30 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે. તેવી જ રીતે ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસનો 8 સપ્ટેમ્બર, 2025 થી ઓખામઢી સ્ટેશન પર 16.13 વાગ્યે આગમન અને 16.14 વાગ્યે પ્રસ્થાનનો સમય રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના વિશેની વિસ્તૃત માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા યાદીમાં જણાવ્યું છે.

Exit mobile version