Site icon Gujarat Mirror

ગીરગંગા પરિવાર ટ્રસ્ટની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા

મનસુખભાઈ માંડવીયા ગત ગુરુવારે તેમના રાજકોટના રોકાણો દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગીરગંગાના અગ્રેસરો શુભેચ્છકો અને કાર્યકરોના સમૂહને સંબોધન કર્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8 થી 12 સુધી રાજકોટના રેસકોર્સ મેદાનમાં દેશના વિખ્યાત કવિ-કથાકાર કુમાર વિશ્વાસની જલકથા : આપને અપને શ્યામ કીનું આયોજન થયું છે, અને આ કથા પૂર્વેની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જળસંચય માટેના 1,11,111 સ્ટ્રક્ચર બનાવવા સંકલ્પિત સંસ્થા ગીરગંગા ટ્રસ્ટના આ ભગીરથ કાર્યને બિરદાવતા મનસુખભાઈ માંડવીયાએ ઉમેર્યું હતું કે, સરકાર સાથે સમાજ પણ સૃષ્ટિના નવસર્જનના કાર્ય માટે આગળ આવે ત્યારે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે.

સૌરાષ્ટ્ર અને ગુજરાત નર્મદાના પાણી પર નિર્ભર રહેવાને બદલે વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા માટે જાગૃત બને તે હેતુથી કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું મોમેન્ટો અને ખેસ પહેરાવીને અભિવાદન કર્યું હતું. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન માંડવીયા સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટના ધારાસભ્યો દર્શિતાબેન શાહ, ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા તેમજ ગીરગંગાના પ્રમુખ દિલીપભાઈ સખીયા આગેવાનો સર્વ પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વીરાભાઇ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, જેન્તીભાઈ સરધારા, ડી.વી મહેતા, ડો. દેવાંગીબેન મૈયડ, કૌશિકભાઈ સરધારા, ગિરીશભાઈ દેવડીયા, સુરેશભાઈ દેસાઈ, સંજયભાઈ ટાંક, ગીરીશભાઈ અકબરી, રમેશભાઈ રામાંણી, મનીષભાઈ વેકરીયા, મનુભાઈ પટેલ, કલ્પેશભાઈ છાયાણી, વિપુલભાઈ પાનેલિયા, વગેરે જોડાયા હતા.કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા નિર્મિત હીરાબા સ્મૃતિ સરોવરની પણ મુલાકાત લઈને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો.

Exit mobile version