ઉના શહેરના ખારા વિસ્તારમાં બનેલી એક ગંભીર ઘટનાએ હવે કરુણ વળાંક લીધો છે. દારૂૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવત રાખીને યુવાન પર લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે નોંધાયેલી હત્યાની કોશિશની ફરિયાદ હવે યુવાનના મોત બાદ હત્યાના ગુનામાં પલટાઈ છે. ભાવનગરની હોસ્પિટલમાં 17 દિવસ સુધી જીવન સામે ઝઝૂમ્યા બાદ મુકેશભાઈ જીતુભાઈ વાઘેલાનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પોલીસ ફરિયાદ મુજબ, ગત 5 ઓગસ્ટના રોજ ઉનાના ખારા વિસ્તારમાં જેન્તીભાઈના ગોડાઉન નજીક મુકેશભાઈ બેઠા હતા. આ દરમિયાન મનીષ પ્રદીપભાઈ રાવળ, પારસ પ્રદીપભાઈ રાવળ અને રોહિત ઉર્ફે બાડો રાજુભાઈ ગુજરીયા સહિતના શખ્સોએ તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, હુમલાખોરોએ લોખંડના પાઇપ અને છરી વડે મુકેશભાઈ પર આડેધડ હુમલો કર્યો હતો. હુમલામાં માથા, આંખ, પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલો એટલો ગંભીર હતો કે યુવકની હાલત નાજુક બની ગઈ હતી. એટલું જ નહીં, હુમલા બાદ બુલેટ મોટરસાયકલ યુવકના પગ પર ચડાવી દેવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદી જમનાબેન જીતુભાઈ વાઘેલાના જણાવ્યા અનુસાર, 3 ઓગસ્ટના રોજ નોંધાયેલા દારૂૂના કેસમાં તેમના પુત્ર મુકેશભાઈ પંચ તરીકે હાજર રહ્યા હતા. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હોવા નો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મુકેશભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદતેમની સ્થિતિ ગંભીર જણાતા વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ભાવનગર ખાતે સારવાર દરમિયાન મુકેશભાઈના મગજમાં ગંભીર ઇજા તથા ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હતું. તબીબોએ તેમની સર્જરી પણ કરી હતી. ત્યારબાદ સતત સારવાર હેઠળ રહેલા મુકેશભાઈની તબિયત માટે પરિવારજનો આશા વાદી હતા, પરંતુ 17 દિવસની સારવાર બાદ આખરે તેમનું મોત નીપજ્યું.
યુવાનના મોતના સમાચાર મળતા જ પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી પ્રસરીગઈહતીમુકેશભાઈ નો મૃતદેહ ભાવનગરથી ઉના ખાતે લાવવામાં આવતા પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
મુકેશભાઈના મોત બાદ અગાઉ નોંધાયેલી હત્યાની કોશિશની ફરિયાદમાં હવે હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જેલમાં રહેલા આરોપીઓ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવમાં એક આરોપી સગીર વયનો હોવાનું પણ પોલીસ તરફથી જાણવા મળ્યું છે.હવે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની કડીઓ જોડવામાં આવી રહી છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાનો સમગ્ર ઘટનાક્રમ તેમજ અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ આગળ ધપાવવામાંcrime
આવી રહી છે.

