મહિલાઓને સ્વાવલંબી બનાવતા વૈશાલીબેન સોરઠિયા

સગર્ભા બહેનો અને મજૂરના બાળકોને આંગણવાડી સુધી લઈ જવાની ફરજ નિભાવું છું: વૈશાલીબેન સોરઠિયા

લોકડાઉન દરમિયાન અલ્પશિક્ષિત બહેનોને આવડત મુજબનું કામ મળી રહ્યુ : વૈશાલીબેન

સફળ બિઝનેસ વુમન બનવું છે
મને ટ્રાવેલિંગનો ખૂબજ શોખ છે અને હું સફળ બિઝનેસ વુમન બનવા માંગુ છું હાલ હું હળદરનું એકસપોર્ટ કરું છું. હું એવી આશા રાખુ છું કે આ બિઝનેસ દેશ-વિદેશમાં ફેલાય જેના થકી ઘણી બધી બહેનોને રોજગારી મળી રહે અને તેઓ સ્વાવલંબી થાય સાથે સાથે આપણા મસાલાનું પણ દુનિયાભરમાં વેચાણ થાય અને બહેનોને આગવી ઓળખ મળે.
રોંગ-વે નહીં
લોંગ-વેથી કામ કરો
હું માનું છું કે સંઘર્ષ તો દરેક વ્યવસાયમાં રહેલો છે. પરંતુ, જો કોઈપણ વ્યક્તિ આળસ ત્યજીને પોતાની આવડત મુજબનું કામ કરે તો તેને સફળતા મળે જ છે. નિષ્ઠાથી કામ કરવામાં આવે તો જરૂર સફળ થવાય છે. આજે ઘણી બધી લેડીઝ એવી છે જે પૈસા કમાવવા માટે શોર્ટ-વે યુઝ કરે છે. પરંતુ, તેનાથી નુકસાન તો તેને જ થાય છે માટે રોંગ-વે નહીં લોંગ-વે અપનાવી પોતાની આવડત મુજબનું કામ કરવું જોઈએ.

માતા-પિતાની પ્રેરણાથી વૃધ્ધ માતાઓને તીર્થયાત્રા કરાવી પુણ્ય કમાઉ છું : વૈશાલીબેન

શું આપણે કયારેય વિચારીએ છીએ કે મજુર વર્ગના બાળકોનું ભાવિ શું હશે ? તેઓ કઈ સ્કૂલમાં અભ્યાસ કરશે ? કદાચ આવી ચિંતા આપણને થતી હોય પણ આપણે તેમના માટે કપડા અને જમવાનુ આપી આપણા મનને શાંત કરી લઈએ છીએ પરંતુ અહી વાત છે એવી એક મહિલાની જેણે મજૂર વર્ગની સગર્ભા બહેનો અને બાળકોને સરકારી લાભ મળી રહે તથા બાળકો કુપોષિત ન રહે તે માટે ઝેનિથ ફાઉન્ડેશનની સ્થાપના કરી.
રાજકોટથી 12 કિ.મી. દૂર આવેલા ગૌરીદળમાં ખેડૂત પરિવારના દીકરી વૈશાલીબેન
સોરઠીયાએ એમ.કોમ., એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે ‘મે 2014મા કલાસિસ શરૂ કર્યા ત્યારે કેટલાક બાળકો પાસે ફી ચુકવવાના પૈસા પણ ન હતા એટલે મને એમ થયુ કે જો સામાન્ય પરિવારના બાળકો પાસે ફી ના પૈસા ન હોય તો મજૂર પરિવારના બાળકોની શું હાલત હોય. બસ ત્યારથી જ મે મનમાં નકકી કરી લીધુ કે હું આ બાળકોને મફત શિક્ષણ આપીશ અને ત્યારબાદ ધીરે ધીરે બાળકોની સાથે સાથે સગર્ભા સ્ત્રીઓ માટેની પણ પ્રવૃત્તિ અમે શરૂ કરી. અમે સગર્ભા સ્ત્રીઓને આંગણવાડી સુધી પહોંચાડીએ છીએ જેથી તેના આવનાર બાળકને પણ સુવિધા મળી રહે.

src="https://gujaratmirror.in/wp-content/uploads/2021/01/image-32.png" alt="" class="wp-image-203698"/>


સગર્ભા બહેનો અને મહિલા સ્વાવલંબનની પ્રવૃત્તિ સાથે જોડાયેલ ઝેનિથ ફાઉન્ડેશન દ્વારા ઘણી બધી સામાજિક પવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં વૃધ્ધ માતાઓને યાત્રા કરાવવી બહેનોને સિલાઈકામ તથા ઈમિટેશનનું કામ અપાવવુ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ અંગે વધુ જણાવતા વૈશાલી સોરઠીયા જણાવે છે કે ઘણી બધી બહેનો એવી હોય છે જેમની પાસે આવડત છે પરંતુ યોગ્ય પ્લેટફોર્મ નથી તેઓને હું કામ અપાવુ છું લોકડાઉન દરમિયાન 150 જેટલી બહેનોને અમે પીપીકીટ તથા માસ્ક સિવવાનું કામ અપાવ્યું જેથી કરીને લોકડાઉનમાં પણ તેઓ પોતાનું ગુજરાનચલાવી શકયા અને સ્વાવલંબી બની શકયા
સુખી સંપન્ન પરિવારમાં પુત્રવધૂ બનીને આવ્યા બાદ પરિવારના સભ્યોનો પણ પુરે પુરો સપોર્ટ મળી રહે છે. વૈશાલીબેનના પતિ ડોકટર અમીત વસોયા કયારેય તેમને તેમની
પ્રવૃત્તિમાંથી અળગા રહેવાનું કહેતા નથી તે અંગે વાત કરતા વૈશાલીબેન કહે છે કે ‘મને મારા પરિવારનો પુરેપુરો સપોર્ટ છે અને મારા પિયર પક્ષનો પણ મારા મમ્મી-પપ્પા મારુ રોલ મોડલ છે હું તેમની પાસેથી જ વૃધ્ધની સેવા કરતા શીખી છુ હું જ્યારે નાની હતી ત્યારે મારા માતા-પિતા રતનપર પાસેના આશ્રમમાં વડીલોની સેવા કરવા જતાં એ મે જોયુ છે અને માટે હું પણ વડીલોને યાત્રા કરાવી પૂણ્ય કમાઉ છું અને મારા પતિનો તેમા પણ પુરેપુરો સપોર્ટ છે. હું માનુ છું કે સારુ કામ કરવુ હોય તો કોઈ અવરોધ નડતા નથી.’
હંમેશા પોતાની પ્રવૃત્તિઓમાં જ અને તેમને વધુને વધુ સુદૃઢ બનાવવામાં રસ ધરાવતા વૈશાલીબેનના જણાવ્યા
પ્રમાણે ‘જો સમાજને સુદૃઢ કરવો હોય સુશિક્ષિત કરવો હોય તો બહેનોને સ્વાવલંબી થવું જ પડે અને શિક્ષિત પણ થવુ જ પડે અમે કોરોના પહેલા સગર્ભા સ્ત્રીઓને શોધી શોધીને સુખડીનું વિતરણ કરતા અને અમારી સામે જ તેમને જમાડતા તથા તેમને આંગણવાડીમાં નોંધણી કરાવવા માટે સમજાવતા જેથી તેમના આવનાર સંતાનને પણ આંગણવાડીના લાભ મળી શકે.’
બહેનોને સ્વાવલંબી બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે ઝેનિથ
ફાઉન્ડેશન દ્વારા થોડા સમય પહેલા જ સહકારી શરાફી મંડળીની શરુઆત કરવામાં આવી છે. આ અંગે વધુ જણાવતા વૈશાલીબેન કહે છે કે ‘બહેનો પૈસા કમાય પણ તેને જમા કયાં કરાવવા અને તેનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું તે પ્રશ્ર્ન બની રહે છે. અમારી સહકારી મંડળીમાં ધિરાણ અને લોનની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બધો જ વહીવટ પણ બહેનો જ સંભાળશે. જેથી કરીને કોઈપણ પ્રકારની સમસ્યાનો ઉદ્ભવ ન થાય.’
મહત્ત્વનું
છે કે લોકડાઉનમાં અનેક લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા અને નોકરી ચાલી ગઈ ત્યારથી રાજકોટની 150 બહેનો પોતાના પરિવાર માટે આધારરુપ બની છે. અલ્પ શિક્ષિત બહેનો પોતાની આવડત મુજબનું કામ મળવા લાગતા તેઓ રોજના 300થી 500 રૂપિયા આરામથી કમાઈ રહી છે. ઝેનિથ ફાઉન્ડેશનના પ્રમુખ વૈશાલીબેન સોરઠિયા જણાવે છે કે ‘લોકડાઉન થયું ત્યારે મારી પાસે બહેનો કામ માગવા આવી. આ સમય એવો હતો કે બધા જ ઉદ્યોગ-વેપાર બંધ હતાં. જો બહેનોને રોજી - રોટી ન મળે તો આર્થિક હાલત વધુ કફોડી બને. તેથી મે પોતાની ટીમની મદદથી આખી એક યોજના બનાવી અને એ યોજના મુજબ કામ શરુ કર્યું. શરુઆતમાં જે બહેનોને સિલાઈકામ નહોતું આવડતુ તેને ટ્રેનિંગ આપવામાં આવી અને ત્યારબાદ બહેનો ઘરે રહીને પોતાનુ કામ જાતે કરવા લાગી. ઉલ્લેખનીય છે કે આ એવી બહેનો છે જેમની ઉંમર 40થી લઈને 50 ઉપરની છે. દરેકને રોજે રોજ કામ મળી રહે તેના માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝેનિથ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓ માટે બ્યુટીપાર્લરના વર્કશોપ, સિલાઈકામના વર્કશોપ, બાળકો માટે સમર કેમ્પ, બાલ સત્સંગસભા વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને મોટી ઉંમરના સ્વનિર્ભર એટલે કે એકલાં રહેતા માતાજીઓને યાત્રા કરાવવામાં આવે છે જેમાં હરિદ્વાર, નેપાળ, પશુપતિનાથ જેવા ધાર્મિક સ્થળોએ સંસ્થાના ખર્ચે દર્શન કરાવવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ