Site icon Gujarat Mirror

જામનગર મહાનગરપાલિકાના બે નિવૃત્ત અધિકારીને લાંચના ગુનામાં જેલની સજા

જામનગર મહાનગર પાલિકા ના નિવૃત બે અધિકારી સામે લાંચ અંગે ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ ચાલી જતા અદાલતે બંને અધિકારીઓને એક – એક વર્ષની જેલ સજા નો હુકમ કર્યો હતો. જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ માં 2013 ની સાલમાં એક આસામી દ્વારા રમકડાનો સ્ટોલ રાખવામા આવ્યો હતો., જેમાં સ્ટોલની કેટલોક સામાન બહાર પડયો હોય જે પેટે તે વખતના જામ્યુકોના જે તે સમયના અધિકારી સુનિલ ભાનુશાળી એ રૂૂ.25 હજારની લાંચની માંગણી કરી હતી. આથી સ્ટોલ ધારક દ્વારા એસીબીમાં ફરીયાદ કરવામાં આવતા છટકું ગોઠવવામાં આવ્યું હતું.જેમ લાંચની રકમ સુનિલ ભાનુશાળીના કહેવા થી મહાનગર પાલિકાના જે તે સમય ન અન્ય અધિકારી રાજેન્દ્રસિંહ (રાજભા) ચાવડા એ સ્વીકારી હતી, ત્યારે તેને ઝડપી લેવામાં આવ્યા હતા.અને લાંચ રૂૂશ્વત વિરોધી શાખા અધિકારી દ્વારા બંને અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો.હતો.

આ અંગે નો કેસ જામનગર ના મુખ્ય સેશન્સ ન્યાયધીશ એન આર જોશી ની કોર્ટ માં ચાલી જતા ટ્રેપીંગ અધિકારી ઝાલા , દસ્તાવેજી પુરાવા તથા સરકારી પંચની જુબાની, સરકારી વકીલ ડી.આર. ત્રિવેદીની દલીલો ગ્રાહય રાખી બંને અધિકારી સુનિલ ભાનુશાળી અને રાજભા ચાવડાને એક એક વર્ષની સજા અને 5 હજારનો દંડ, અને દંડની રકમ ભરપાઈ કરવામાં ન આવે તો વધુ બે માસ ની સાદી કેદ ની સજા નો હુકમ કરવામા આવ્યો હતો. આ કેસ માં સરકાર તરફે એડવોકેટ ડી. આર. ત્રિવેદી રોકાયા હતા.

Exit mobile version