Site icon Gujarat Mirror

લોધિકાના ચાંદલીના બે શખ્સો રાજકોટમાં રૂા.6.50 લાખના અફીણ સાથે ઝડપાયા

રાજકોટ શહેર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (નાર્કોટીકસ સેલ) દ્વારા કાલાવડ રોડ ઉપર એમટીવી પાસેથી લોધિકાના ચાંદલી ગામના બે શખ્સોને રૂૂ.6.50 લાખના અફીણના જથ્થા સાથે ઝડપી લઇ રૂૂ.7.10 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. આ બન્ને શખ્સો અફીણ ક્યાંથી લાવ્યા અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનું હતું તે મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.

મળતી વિગતો મુજબ રાજકોટમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા “”SAY NO TO DRUGS”” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનારા વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ કુમાર ઝા સુચના આપેલ હોય જે અનુસંધાને SOGના PI S.M.જાડેજાના માર્ગદર્શન તેમજ પીએસઆઈ વી.વી.ધાંગુની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. ઇન્દ્રસિંહ જાડેજા તથા કોન્સ્ટેબલ હાર્દિકસિંહ પરમારની સંયુકત બાતમી આધારે રાજકોટની ભાગોળે કાલાવડ રોડ મોટલ ધ વિલેજ પાસે સુદામા નર્સરીના ગેઈટ પાસે વોચ ગોઠવી લોધિકાના ચાંદલી ગામ ગૌશાળા પાછળ રહેતા પરેશ માંડાભાઈ ગોલતર (ઉ.વ.24)અને ખોડીયાર મંદિર પાસે ચાંદલી ગામમાં રહેતા અંકુર ધિરજભાઈ રામાણી (ઉ.વ.28)ની રૂૂ.6.50 લાખના 1300 ગ્રામ અફીણ સાથે ઝડપી લઇ એકટીવા સહીત રૂૂ.7.10 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. આ બન્ને શખ્સો અફીણ ક્યાંથી લાવ્યા અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનું હતું તે મામલે વધુ તપાસ શરૂૂ કરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી કાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત બી. બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ જઘૠના ઙ.ઈં. એસ.એમ.જાડેજા સાથે ઙજઈં વી.વી.ધ્રાંગુ, અજઈં ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, અરુણભાઈ બાંભણીયા, દિગ્વિજયસિંહ ગોહીલ, હાર્દિકસિંહ પરમાર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ મોનાબેન બુસા તથા ડ્રાઈવર કોન્સ્ટેબલ મહાવિરસિંહ જાડેજા તથા નિર્મળસિંહ ઝાલાએ કામગીરી કરી હતી. આ અંગે પ્રાથમીક પરીક્ષણ કરી એફ.એસ.એલ. અધિકારી સમીર જોષીએ અભિપ્રાય આપ્યો હતો.

Exit mobile version