Connect with us

jamnagar

લાલપુરના ઝાખર પાસે હોટલના પાર્કિંગમાંથી પેટ્રોલ-ડીઝલનો ગેરકાયદે વેપલો કરતા બે ઝબ્બે

Published

on

લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટિયાથી આગળ આવેલા ખાનગી કંપનીના ગેઈટ સામે એક હોટલના પાર્કિગમાં ગઈરાત્રે બે શખ્સ ઈંધણ ભરેલા ટેન્કરમાંથી ઈંધણ કાઢી લઈ તેનો ગેરકાયદેસર વેપલો કરતા મળી આવ્યા છે. મેઘપર પોલીસે ત્યાં દરોડો પાડી આ શખ્સોને ઝડપી લીધા છે. સ્થળ પરથી પેટ્રોલ ભરેલા કેરબા, ડીઝલ ભરેલું કેન અને એક ટેન્કર મળી રૃા.30 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા ઝાખર ગામના પાટિયા પાસે પેટ્રોલ તથા ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી લઈ તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરાતું હોવાની બાતમી મળતા ગઈકાલે રાત્રે મેઘપર પોલીસ સ્ટેશનના સ્ટાફે પીએસઆઈ બી.બી. કોડીયાતરના વડપણ હેઠળ સ્ટાફે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન નયારા કંપનીના ગેઈટ સામે મોર્યા હોટલ પાછળના પાર્કિંગમાં રાખવામાં આવેલા ઈંધણ ભરેલા એક ટેન્કર પાસેથી બે શખ્સ મળી આવ્યા હતા. મૂળ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના વતની અને ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા સુનિલ સમરનાથ યાદવ તથા ઝાખર ગામના ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા નામના આ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.તે સ્થળેથી પોલીસને પેટ્રોલ ભરેલા ચાર કેરબા, ડીઝલ ભરેલું એક કેન તથા એક ટેન્કર મળ્યું હતું. પોલીસે બંને શખ્સના મોબાઈલ, પેટ્રોલ તથા ડીઝલના કેરબા, કેન અને જીજેે-10-ટીએક્સ 9342 નંબરનું ટેન્કર મળી કુલ રૃા.30,47,995નો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને શખ્સ સામે આઈપીસીની કલમ 285, 114 હેઠળ ગુન્હો નોંધાયો છે.

jamnagar

ખંભાળિયાના વિપ્ર યુવાનની કારને ગંભીર અકસ્માત: બે ના કરુણ મૃત્યુ

Published

on

ખંભાળિયામાં રહેતા એક કર્મકાંડી યુવાનના મામા અહીં આવ્યા હતા, તેમને નાયરોબી પરત મૂકવા જતી વખતે અમદાવાદના એરપોર્ટ પર મૂકીને પરત ફરતા તેમની કાર સાથે ટ્રકની થયેલી જીવલેણ ટક્કરમાં કારમાં સવાર બે મુસાફરોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય બે ને ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.
આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં જડેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા હિતેશભાઈ વિજયભાઈ જોશી નામના 32 વર્ષના યુવાનના મામા નાયરોબીથી થોડા દિવસ પૂર્વે રાત્રે આવ્યા હતા. ગઈકાલે તેઓને નાયરોબી પરત જવા માટેની અમદાવાદ ખાતેથી ફ્લાઇટ હોય, હિતેશભાઈ જોશી એક અર્ટિગા મોટર કારમાં ચાલક કુંજન શુક્લને સાથે લઈને તેમને મૂકવા ગયા હતા. મંગળવારે વહેલી સવારના આશરે ચારેક વાગ્યે હિતેશભાઈ તેમના મામાને એરપોર્ટ પર મૂકીને ખંભાળિયા તરફ ફરી રહ્યા હતા, ત્યારે ખંભાળિયાના એક સોની પરિવારની પુત્રી રમાબેન (ઉ.વ. 50) તથા તેમના પતિ હિતેશભાઈ સોની (ઉ.વ. 55) તેઓને અર્ટિગા કારમાં સાથે પરત આવતા હતા. ત્યારે અમદાવાદ નજીક બગોદરા પાસેથી રાજસ્થાન પાસીંગ વાળા એક ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા પણ અર્ટિગા કારના ચાલક કુંજન શુક્લએ કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ પડી હતી. આ ભયંકર અકસ્માતમાં મોટરકારનો બુકડો બોલી ગયો હતો અને ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા હિતેશભાઈ જોષી તેમજ દુબઈના રહેવાસી હિતેશભાઈ સોનીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા લોહી લોહાણ હાલતમાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા.જ્યારે કારના ચાલક કુંજન શુક્લ તથા ખંભાળિયાના સોની પરિવારની પુત્રી કે જે દુબઈથી ખંભાળિયા માટે આવેલા હતા, તે રમાબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હિતેશભાઈ જોશી મૂળ ભણગોર ગામના વતની હતા અને તેઓ મિલનસાર સ્વભાવના અને કર્મકાંડનો વ્યવસાય હતા. આજરોજ સવારે તેમની અંતિમયાત્રામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના લોકો તેમજ પરિચિતો મોટી સંખ્યામાં જોડાયા હતા. મામાને એરપોર્ટ પર મુકવા ગયેલા ભાણેજ જીવલેણ અકસ્માતનો ભોગ બનતા બ્રહ્મ સમાજમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે.
ત્યારે ખંભાળિયાની સોની પરિવારની દીકરી અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનીને જમાઈ અકાળે અવસાન પામતા સોની સમાજમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

Continue Reading

jamnagar

જિલ્લાની તમામ કોર્ટોમાં તા.9 ડિસે.ના રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન

Published

on

જામનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા.9.12.23 ના રોજ જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં , ફોજદારી સમાધાનપાત્ર કેસ , નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબના ચેકનાં કેસ , બેંક રીકવરી દાવા , એમ.એ.સી.પી.નાં કેસ, લેબર તકરારના કેસ , લગ્ન વિષયક તકરારના કેસ , વીજળી અને પાણી બિલ ( સમાધાન પાત્ર ન હોય તે સિવાયના) કેસ , કૌટુંબિક તકરારના કેસ , જમીન સંપાદનના કેસ ,.સર્વિસ મેટર ના પે અને એલાઉન્સીસ અને નિવૃતિના લાભના કેસ , રેવન્યુ કેસ ( ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ) , અન્ય સીવીલ કેસ (ભાડુઆત, સુખાધિકાર હકક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ) વગેરે ના કેસો માટે.ની નેશનલ લોક અદાલત નું નાલ્સા ના એકશન પ્લાન મુજબ આયોજન કરાયું છે. આથી જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોને જણાવાયું છે કે, તેઓના ઉપરોકત પૈકીના પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલ મારફતે જે તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તે કોર્ટના કેસ લોક અદાલતમાં મુકવા સંપર્ક કરવો. લોક અદાલત એ તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણમાં ફોરમ છે જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે. વધુમાં લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકશાની અને સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, જામનગરનો ફોન નં. 2550106 ઉપર સંપર્ક કરવો તેમજ દરેક જિલ્લા/તાલુકા કક્ષાની કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય તો જે તે જિલ્લા/તાલુકા કોર્ટનો સંપર્ક કરવા સિનિયર સિવિલ જજ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જામનગરની યાદીમાં જણાવાયું છે.

Continue Reading

jamnagar

પરિણીતાની ત્રાસ આપ્યાની ફરિયાદમાં અદાલતે સાસરિયાનો ફરમાવ્યો છૂટકારો

Published

on

જામનગરના એક પરિણીતાએ પતિ, સાસુ, જેઠ-જેઠાણી, નણંદ સામે ત્રાસ આપ્યાની તથા મારકૂટ કર્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સાસરિયાઓનો છૂટકારો ફરમાવતો હુકમ કર્યો છે.
જામનગરના પરેશભાઈ કામરીયા નામના આસામીના પત્ની ચેતનાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસુ ઉર્મિલાબેન, જેઠ કેતન ભાઈ, જેઠાણી જયોતિબેન, નણંદ આશાબેન સામે ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ કરી હતી.
ઉપરોેક્ત ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી તે કેસ અદાલતમાં ચાલવા પર આવતા આરોપી પક્ષના વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂતે ફરિયાદીની ઉલટ તપાસ લીધી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, ફરિયાદ થઈ ત્યારે અને હાલમાં પતિ સાથે જ તેણી રહે છે. જ્યારે સાસરીયા અલગ રહે છે. સાસુ ઉર્મિલાબેને તેણી સામે પોેલીસમાં અરજી કરતા તેણીએ ફરિયાદ નોંંધાવી હતી. પતિએ લગ્નગાળા દરમિયાન કાઢી મુકી નથી અને માવતરે જતું રહેવું પડે તેવું બન્યું નથી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી સાસરિયાઓનો છૂટકારો ફરમાવ્યો છે.

Continue Reading

Trending