Connect with us

india

બે લાખ નોકરી, 500 રૂા.માં ગેસનો બાટલો, IPL ટીમ: મધ્યપ્રદેશ કોંગ્રેસનો ઢંઢેરો

Published

on

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે વચન પત્ર જાહેર કર્યું છે. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે બે રૂૂપિયા કિલો ગોબર ખરીદીશું. યુવાઓ માટે બે લાખ પદો પર ભરતી કરીશું. ગ્રામીણ સ્તર પર એક લાખ પદ ક્રિએટ કરવામાં આવશે. ઉદ્યોગનું એમપીમાં હબ બનાવીશું. કમલનાથે કહ્યું કે 25 લાખ રૂૂપિયા સુધીનો વીમો આપીશું. સામાજિક સુરક્ષા પેન્શન યોજનામાં 1200 રૂૂપિયા આપીશું. મેરી બેટી રાની યોજના હેઠળ જન્મથી લઇને લગ્ન સુધી બે લાખ રૂૂપિયા આપીશું.
આ સાથે જ કમલનાથે કહ્યું કે એમપીની પોતાની આઇપીએલ ટીમ બનશે. કમલનાથે કહ્યું કે અમે મધ્ય પ્રદેશમાં મેટ્રોની શરૂૂઆત કરી છે. અમે મેડલ લાવનારા ખેલાડીઓને કરોડપતિ બનાવવાની યોજના શરૂૂ કરીશું. સાથે જ તેમને સ્ટાર આપીશું. આઉટ સોર્સ કર્મચારીઓને અન્ય સુવિધાઓ આપીશું. આ સાથે જ કોંગ્રેસે લોકોને નવ ગેરંટી આપી હતી, જેમાં જલ, ખાદ્ય, ન્યાય, રોજગાર, ઘર સહિત અન્ય ગેરંટીઓ સામેલ છે. કમલનાથે કહ્યું કે અમે પત્રકારો માટે પણ યોજના બનાવીશું.
તેમણે જણાવ્યું હતું કે, જય કિસાન કૃષિ ઋણ માફી યોજનાને કોંગ્રેસ ચાલુ રાખશે, બે લાખ રૂૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવશે. નારી સમ્માન નિધિ યોજના હેઠળ દર મહિને મહિલાઓને 1500 રૂૂપિયા આપવામાં આવશે.
500 રૂૂપિયામાં ગેસ સિલિન્ડર તથા ઇન્દિરા ગૃહ જ્યોતિ યોજના અંતર્ગત 100 યૂનિટ માફ અને 200 યૂનિટ સુધી અડધા દરે વિજળીનું વચન આપવામાં આવ્યું છે. ઢંઢેરામાં 2005થી જૂની પેન્શન યોજના શરૂૂ કરવાની તથા ખેડૂતોનું બાકી રહેલુ વિજળી બીલ માફ કરવાનું વચન આપ્યું છે. કોંગ્રેસે જાતિ આધારિત વસતી ગણતરીનું પણ વચન આપ્યું છે. કોંગ્રેસ સરકાર ભણો અને ભણાવો યોજના શરૂૂ કરશે.
જેમાં ધોરણ 1થી આઠ સુધીના બાળકોને 500 રૂૂપિયા, 9થી 10 સુધીના બાળકોને 1000 અને 11 અને 12 ધોરણના બાળકોને 1500 રૂૂપિયા મહિને આપવામાં આવશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

india

ICCએ પુરુષ અને મહિલા ઝ-20 વર્લ્ડ કપ માટે જાહેર કર્યો નવો લોગો

Published

on

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC એ આવતા વર્ષના પુરૂૂષ અને મહિલા ક્રિકેટ ઝ20 વર્લ્ડ કપ માટે નવો લોગો જાહેર કર્યો છે. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં 4 જૂનથી 30 જૂન, 2024 દરમિયાન મેન્સ ક્રિકેટ ટી20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. તે જ સમયે, બાંગ્લાદેશમાં મહિલા ક્રિકેટ ઝ20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે, જોકે તેની તારીખો અને શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. હવે કદાચ ઈંઈઈ એ ઝ20 વર્લ્ડ કપનો નવો લોગો જાહેર કરીને પુરૂષ અને મહિલા ક્રિકેટની આ બે મેગા ઈવેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ICC અનુસાર, નવો લોગો સૌથી નાના ફોર્મેટમાં ઝડપથી બદલાતી ઘટનાઓને પ્રતિબિંબિત કરે છે. નવા લોગોમાં આવતા વર્ષે વર્લ્ડ કપની યજમાની કરી રહેલા યજમાન રાષ્ટ્ર દ્વારા પ્રેરિત ટેક્સચર અને પેટર્ન દર્શાવવામાં આવ્યા છે, પરંતુ તે ઝ20 ક્રિકેટમાં સતત ઊર્જાને પણ પ્રતિબિંબિત કરે છે. ઈંઈઈ એ વધુમાં કહ્યું, લોગો બેટ, બોલ અને ઊર્જાનું સર્જનાત્મક મિશ્રણ છે, જે ઝ20 ક્રિકેટના મુખ્ય તત્વોનું પણ પ્રતીક છે.

Continue Reading

india

રોજર બિન્ની વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીના અધ્યક્ષ નિયુક્ત

Published

on

દેશમાં મહિલા ક્રિકેટ લીગના વિકાસ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ગુરુવારે વિમેન્સ પ્રીમિયર લીગ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી. આઠ સભ્યો ધરાવતી કમિટીના અધ્યક્ષ પદે બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીને નિયુક્ત કરાયા છે. જ્યારે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ તેમના ક્ધવીનર રહેશે.
ડબલ્યુપીએલ કમિટીમાં આઈપીએલરના ચેરપર્સન અરુણ ધુમલ, બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા, બીસીસીઆઈના ટ્રેઝરર આશિષ શેલાર, બોર્ડના સંયુક્ત સચિવ દેવજીત સાઈકિયા, મધુમતિ લેલે અને પ્રભતેજ ભાટિયાનો સમાવેશ થાય છે.
આ કમિટી હિસ્સેદારો, ખેલાડીઓ અને દર્શકો સાથે સહયોગ દ્વારા ડબલ્યુપીએલ માટે સ્પર્ધાત્મક વાતાવરણ સુનિશ્ચિત કરશે. નોંધનીય છે કે 9 ડિસેમ્બરના રોજ મુંબઈમાં ડબલ્યુપીએલ 2024 માટે ખેલાડીઓનું ઓક્શન યોજાશે. હરાજી દરમિયાન જ ડબલ્યુપીએલની બીજી સિઝનનો તારીખ અને સ્થળ સહિતનો વિસ્તૃત કાર્યક્રમ પણ નક્કી કરી તેની જાહેરાત થવાની શક્યતા છે.

Continue Reading

india

કોંગ્રેસ સાંસદને ઠેકાણે દરોડા: 300 કરોડ મળ્યા, ગણતરી હજુ ચાલુ

Published

on

ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ અને તેમની સાથે સંકળાયેલી કંપનીઓ પર આવકવેરા વિભાગના દરોડા સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યા હતા. શુક્રવારે પણ આવકવેરા અધિકારીઓએ રાંચીમાં તેમના નિવાસસ્થાન અને ઓડિશામાં તેમના સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ સમયગાળા દરમિયાન, ધીરજ સાહુના ઠેકાણાઓમાંથી લગભગ 300 કરોડ રૂૂપિયાની રિકવરી કરવામાં આવી છે અને હજુ પણ નોટોની ગણતરી ચાલુ છે. જો આવકવેરાના સૂત્રોનું માનીએ તો શનિવાર સુધીમાં મતગણતરી પૂર્ણ થવાની ધારણા છે. જો કે હજુ સુધી આ દરોડા અંગે સાંસદ કે તેમની પેઢી તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
દરમિયાન, રોકડની રિકવરી બાદ ઝારખંડનું રાજકારણ ગરમાયું છે. આ સમગ્ર મામલે ભાજપ શાસક પક્ષો કોંગ્રેસ અને જેએમએમ પર હુમલો કરનાર બની છે. દરોડાના ત્રીજા દિવસે શુક્રવારે આવકવેરા વિભાગની ટીમે રાંચીના રેડિયમ રોડ પર ધીરજ સાહુના ઘર સુશીલા નિકેતનમાંથી ત્રણ સૂટકેસ ઝડપી લીધા હતા. આવકવેરા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેગમાં ઘરેથી મળી આવેલા ઘરેણા હતા. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ત્રણ દિવસથી ચાલી રહેલા દરોડામાં પહેલીવાર સાંસદના પરિસરમાંથી ઘરેણાંની રિકવરી સામે આવી છે.
અહીં, ભુવનેશ્વરથી સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર, આવકવેરા અધિકારીઓને શુક્રવારે બોલાંગીર જિલ્લાના સુદાપાડામાં દરોડા દરમિયાન રોકડથી ભરેલી 156 બેગ મળી આવી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ બેગમાંથી માત્ર છ-સાત જ ગણી શકાય છે. તેમણે કહ્યું કે સંબલપુર, બોલાંગીર, તિતિલાગઢ, બૌધ, સુંદરગઢ, રાઉરકેલા અને ભુવનેશ્વરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુરૂૂવારે રીકવર થયેલી નોટો ગણતી વખતે નોટ ગણવાનું મશીન તૂટી ગયું હતું. આ પછી અન્ય મશીનો મંગાવવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ નોટો ધીરજ સાહુ અને તેના પરિવારના સભ્યોની માલિકીની લિકર મેન્યુફેક્ચરિંગ કંપની બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝની બોલાંગીર ઓફિસમાંથી દરોડા દરમિયાન મળી આવી હતી.

Continue Reading

Trending