રાષ્ટ્રીય

બે સાવકી બહેનો, એક વકીલ અને એક નજીકના સાથી ટાટાની વસિયતના કર્તાહર્તા

Published

on

રતન ટાટાની સંપતિ 7900 કરોડની હોવાનું માનવામાં આવે છે

86 વર્ષની વયે છેલ્લા શ્વાસ લેનારા ઉદ્યોગપતિ રતન તાતા તેમની આખરી ઇચ્છાઓને પૂરી કરવા માટેનું કામ તેમના નજીકના ચાર સાથીઓને સોંપીને ગયા છે, જેઓ તેમના વિલને એક્ઝિક્યુટ કરશે. આ ચારમાં વકીલ દરાયસ ખંભાતા, નજીકના મિત્ર મેહલી મિસ્ત્રી અને બે સાવકી બહેનો શિરીન અને ડીઆના જીજીભોયનો સમાવેશ થાય છે. રતન તાતાના વિલમાં આ ચારનાં નામ એક્ઝિક્યુટર તરીકે રાખવામાં આવ્યાં છે.
મેહલી મિસ્ત્રી સર દોરાબજી તાતા ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટના બોર્ડ ઑફ ટ્રસ્ટીઝમાં છે. આ બે ટ્રસ્ટ તાતા સન્સમાં બાવન ટકાની હિસ્સેદારી ધરાવે છે.

મેહલી મિસ્ત્રી રતન તાતાના ખાસ વિશ્વાસુ માણસ ગણાય છે. 2016માં તાતા સન્સના ચેરમેન પદેથી બરતરફ થયેલા દિવંગત સાયરસ મિસ્ત્રીના તેઓ ફર્સ્ટ કઝિન છે. દરાયસ ખંભાતાને સાત વર્ષના ગાળા બાદ તાતા ગ્રુપનાં આ બે મુખ્ય ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે નીમવામાં આવ્યા છે.


તેમણે જ રતન તાતાને વિલ તૈયાર કરવામાં મદદ કરી હતી. રતન તાતાની બે સાવકી બહેનો શિરીન અને ડીઆના જીજીભોય પણ સખાવતી કામમાં સંકળાયેલી છે. રતન તાતા નાની બહેન સાથે વધારે સંપર્કમાં હતા. રતન તાતાના વિલની વિગતો પ્રાઇવેટ રાખવામાં આવી છે, પણ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ-2024માં જણાવ્યા મુજબ રતન તાતાની સંપત્તિ 7900 કરોડ રૂૂપિયા હોવાનું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version