Site icon Gujarat Mirror

મુંબઈમાં બે ફ્લેટ, સ્ટેશનરીની દુકાન, છતાંય ફુલટાઈમ કામ ભીખ માગવાનું

 

મુંબઈના એક વ્યક્તિને દુનિયાનો સૌથી અમીર ભિખારી કહેવામાં આવી રહ્યો છે. કારણ કે, આ વ્યક્તિ માત્ર ભીખ માંગીને 7.5 કરોડ રૂૂપિયાની પ્રોપર્ટી અને 1.5 કરોડ રૂૂપિયાના બે ફ્લેટનો માલિક બની ગયો છે. આ વ્યક્તિનું નામ ભરત જૈન છે. ભરત જૈન પાસે સ્ટેશનરીની દુકાન પણ છે, જે તેમની આવકમાં વધુ વધારો કરે છે. જો કે તેના પરિવારને તેની ભીખ માંગવી પસંદ નથી, ભરત જૈન તેને છોડવા તૈયાર નથી.

ભરત જૈને કહ્યું કે, ભીખ માંગવી ગમે છે, અને હું તેને છોડવા માંગતો નથી. તેણે એમ પણ કહ્યું કે તેને મંદિરોમાં દાન કરવું ગમે છે. લોભી નથી, પણ ઉદાર છું. ભરત જૈન દરરોજ 12 કલાક રોકાયા વિના ભીખ માંગે છે. આ સમયગાળા દરમિયાન તે દરરોજ લગભગ 2,500 રૂૂપિયા કમાય છે. છેલ્લા 40 વર્ષથી ભીખ માંગવી તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. આમાંથી તે દર મહિને લગભગ 75,000 રૂૂપિયા કમાય છે. મુંબઈમાં બે ફ્લેટ ઉપરાંત ભરત જૈનની થાણેમાં પણ બે દુકાનો છે. આ દુકાનોમાંથી તેને દર મહિને આશરે રૂૂ. 30,000નું ભાડું મળે છે.ભરત જૈન તેમના પરિવાર સાથે રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની, બે બાળકો, પિતા અને ભાઈનો સમાવેશ થાય છે. તેમના બાળકો એક પ્રતિષ્ઠિત કોન્વેન્ટ સ્કૂલમાં ભણ્યા. હવે તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો છે અને પરિવારની સ્ટેશનરી સ્ટોરનું સંચાલન કરવામાં મદદ કરે છે.

ભરત જૈનનો પરિવાર તેને ભીખ માંગવાથી રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભરત કહે છે કે તેને તેમાં ખુશી મળે છે. તેમનું જીવન હવે ચર્ચાનો વિષય બની ગયું છે અને લોકોને આશ્ચર્ય થાય છે કે કોઈ માત્ર ભીખ માંગીને આટલી મોટી સંપત્તિનો માલિક કેવી રીતે બની શકે.

Exit mobile version