આરોપીઓ પાસેથી હથિયાર પકડાયા: જૂનાગઢ અને સુરેન્દ્રનગરના ગુનાની કબુલાત
આંતરરાજ્ય બેગ લીફટીંગ તથા કારના કાચ તોડી તથા મોટર સાયકલોની ડીક્કી ખોલી ચોરી કરતી ટોળકીના 2 સભ્યોને એલસીબીએ પકડી પાડી, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર તથા મહારાષ્ટ્રના થાણે, અમરાવતી જીલ્લામાં નોંધાયેલ કુલ 5 ચોરીના ગુનાનો ભેદ ઉકેલી, પોરબંદરના કીર્તિમંદીર પોલીસ મથકે છેલ્લા 8 વર્ષ થી તથા મધ્યપ્રદેશના સેંધવા પોલીસ મથકે છેલ્લા 2 વર્ષ થી તથા તમીલનાડુના ચેંગમ પોલીસ મથકમાં છેલ્લા 1 વર્ષ થી ફરાર આરોપીઓને પકડી પાડી 2 બાઇક સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.ગત તા. 5/2/2025 ના રોજ કમલાબાગ પોલીસ મથક વિસ્તારના નવા ફુવાર સર્કલ પાસે થી એક યુવાનના સ્કૂટરના હેન્ડલમાં ટીંગાડેલ બેગ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા માર્ગદર્શન અને સુચના આધારે પોરબંદર જીલ્લાની ટીમો બનાવી હતી.
નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અંતર્ગત લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે આરોપીઓ તથા ગુનામાં ઉપગોગમાં લીધેલ મોટર સાયકલની ઓળખ કરી આરોપીઓ શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા, તે દરમ્યાન એલસીબી પીઆઈ આર.કે. કાંબરીયા તથા સ્ટાફ કુતીયાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, ત્યારે બાતમી મળેલ કે, આ ગુનામાં ચોરી કરનાર શખ્સો બાઈક નં. MH-04-EA-8501માં બેસીને કુતીયાણા ચૌટા વાંક થી જુનાગઢ તરફ નીકળવાના છે.
જેથી સ્ટાફે તુરત જ કુતીયાણા-જુનાગઢ રોડ માંડવા ગામના પાટીયા નજીક જઇ તપાસમાં હતા ત્યારે બાઇક નં. MH-04-EA-8501 તથા MH-27-CJ-1176 બાઈકમાં એક એક શખ્સ બેસીને આવતા હતા, જેથી તેઓને ઝડપી પાડી, તપાસ કરતા મૂળ કર્ણાટક અને હાલ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના અમરનાથમાં રહેતો સુરેશ બાબુ ઉર્ફે શ્રીનિવાસ કુડુંબાશંકર નાયડુ તથા ભોવી અને સંજુ વૈકટેશ બાબુ નાયડુ તથા ભોવી હોવાનું જણાયેલ. આ બંન્ને શખ્સને ચેક કરતા રોકડ રૂૂપિયા 1500 તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલ બાઈક, મોબાઈલ, ચોરી કરવામાં ઉપયોગ કરેલ ટાયરના પંચર કરવાનો સુયો, ડેકીના લોક ખોલવાનું ઝ-આકારનું પાનું કારના કાચ તોડવાનું પાનું, લાલ કલરનો પાઉડર ભરેલ કોથળી મળી આવતા આ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બંન્ને આરોપી તથા તેની સાથે શંકર લક્ષમણા શેટ્ટી તથા આચાર્ય તથા ભોવી તથા નાયડુ અને સીનરાસ મુથપ્પા એમ ચારેય જણાએ જૂનાગઢમાં બેન્કમાંથી નીકળતા એક માણસનો પીછો કરી જુનાગઢ ગાંધીજીના પુતળા પાસે પાર્ક કરેલ સ્કુટરની સીટ ઉચકાવી ડેકીમાંથી રોકડા રૂૂા. 26,500ની ચોરી કરેલ.
આ ઉપરાંત આરોપીઓએ તેમની બાઇકમાં સુરેન્દ્રનગર શહેર વિસ્તારમાં રીવરફ્રન્ટ પાસે આવેલ એક હોટલ પાસે કારનો કાચ તોડી ખાનામાંથી થેલીની ચોરી કરેલ હતી. જેમાં રોકડા રૂૂા. 3.06 લાખ તથા બેંકની પાસબુક મળી આવેલ હતી. આ આરોપીઓએ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં પાર્ક કરેલ બાઈક ચોરી કર્યું હતું. આ આરોપીઓએ મહારાષ્ટ્રના થાણે સીટીના ભીવંડી અંજુર ફાટામાં પાર્ક કરેલ બાઈક ચોરી કર્યું હોવાની કબૂલાત આપી હતી.