Connect with us

Entertainment

બોક્સ ઓફિસ પર ‘લિયો’ની સુનામી: વિજયે ટાઈગર શ્રોફનો ખેલ કર્યો ખત્મ, ત્રીજા દિવસે કરી આટલી કમાણી

Published

on

 

થલપતિ વિજયની 2023ની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘લિયો’ થિયેટરોમાં હાહાકાર મચાવી રહી છે. ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને તેને જોવા માટે થિયેટરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ સાથે ખોબ જ સારી આવક થઈ રહી છે. ફિલ્મે તેની રિલીઝના માત્ર બે દિવસમાં 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે.આવો જાણીએ કે શનિવારે ‘લિયો’ કેટલો બિઝનેસ કરી શકે છે.

શનિવારે ‘લિયો’એ કેટલી કમાણી કરી?

થલપતિ વિજયની એક્શન પેક્ડ ફિલ્મ ‘લિયો’એ રિલીઝના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. ફિલ્મે પહેલા દિવસે 64.8 કરોડ રૂપિયાની બમ્પર ઓપનિંગ કરી હતી. બીજા દિવસે પણ ફિલ્મનું કલેક્શન શાનદાર રહ્યું હતું અને તેણે 36.88 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. Sacknilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ‘Leo’ તેની રિલીઝના ત્રીજા દિવસે એટલે કે શનિવારે 38.73 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. આ સાથે લીઓની ત્રણ દિવસની કુલ કમાણી હવે 140.41 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

‘લિયો’ એ ટાઈગરના ‘ગણપત’નો કર્યો ખરાબ હાલ

લિયોના એક દિવસ પછી એટલે કે શુક્રવારે ટાઈગર શ્રોફની ગણપત પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ટાઇગરને આ ફિલ્મ વિશે ઘણી અપેક્ષાઓ હતી પરંતુ સિંહની ગર્જના સામે ગણપત ધ્રૂજવા લાગ્યો. ફિલ્મે પહેલા દિવસે માત્ર 2.50 કરોડની કમાણી કરી હતી. હવે ફિલ્મની રિલીઝના બીજા દિવસની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે. Sacknilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, ગણપતે તેની રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે માત્ર 2.36 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે ‘લિયો’એ ગણપતને માત્ર બે દિવસમાં બોક્સ ઓફિસ પરથી હટાવી દિહી છે.

 

Entertainment

દર્શકોની ઊંઘ ઉડાડી દે તેવી ઓટીટી પ્લેટફોર્મની 5 હોરર વેબ સીરીઝ

Published

on

By

  • નેટફ્લિક્સ, ઝી ફાઇવ, યુ ટયુબ ઉપર નિહાળી શકાશે

ઓટીટી પર લોકોને રોજ નવું નવું કંઈક જોવું હોય છે. ખાસ કરીને હોરર ફિલ્મોની વાત આવે તો મોટાભાગે લોકો ઓટીટી પર હોલીવુડ ફિલ્મો જોવાનું પસંદ કરે છે. પરંતુ આજે તમને બોલિવૂડની પાંચ સૌથી ભયંકર ફિલ્મો વિશે જણાવીએ. ઓટીટી પર ઉપલબ્ધ આ ફિલ્મો અને વેબ સીરીઝ તમારી રાતોની ઊંઘ ઉડાડી દેશે. આ ફિલ્મો અને વેબ સીરીઝ જોવા માટે તમને ખરેખર હિંમતની જરૂૂર પડશે.

આ ફિલ્મો જોયા પછી તમને ઘરમાં એકલા રહેવામાં પણ ડર લાગી શકે છે. ચાયપત્તિ સુધાંશુ રાયના નિર્દેશનમાં બનેલી એક શોર્ટ ફિલ્મ છે. આ ફિલ્મમાં ત્રણ મિત્રો એક પુસ્તક વાંચીને ભૂત બોલાવે છે અને પછી જે થાય છે તે જોઈને તમારી રાતોની ઊંઘ ઊડી જશે. આ ફિલ્મ તમે ળડ્ઢ ાહફુયિ પર જોઈ શકો છો.

ટાઈપ રાઇટર : નેટફ્લિક્સની આ વેબ સિરીઝ તમારા માટે જ છે. આ વેબસરીઝ જોઈને તમે પણ નવી જગ્યાએ રહેવા જવામાં વિચાર કરશો. આ વેબ સિરીઝ એક પરિવાર પર આધારિત છે જે રજાઓમાં ગોવામાં આવેલી એક હવેલીમાં રહેવા જાય છે. આ હવેલીમાં શું થાય છે તેની તમે કલ્પના પણ ન કરી શકો.

પરછાઇ : ઝી ફાઈવ પર આ વેબ સિરીઝ ઉપલબ્ધ છે. જેને દર્શકોએ ખૂબ જ પસંદ કરી છે. આ વેબી સીરીઝમાં તમને અલગ અલગ 12 સ્ટોરી જોવા મળશે.
ભ્રમ : બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કલ્કી કોચલીનની આ વેબ સિરીઝ બ્રહ્મ હોલીવુડની હોરર ફિલ્મોને પણ ટક્કર મારે તેવી છે. આ વેબ સિરીઝ પણ ઝી પર ઉપલબ્ધ છે.
ફુંક : ફુંક પણ સૌથી ખતરનાક ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ યુટ્યુબ પર એકદમ ફ્રી માં જોઈ શકાય છે.

Continue Reading

Entertainment

સતિશ કૌશિકની છેલ્લી ફિલ્મ ‘કાગઝ-2’ એક માર્ચે રિલીઝ થશે

Published

on

By

સતિશ કૌશિક, અનુપમ ખેર અને નીના ગુપ્તાને સ્ક્રીન શેર કરતા જોવાનો લ્હાવો માણવા ઈચ્છતા ફિલ્મી રસિયાઓ માટે ખુશખબર છે. દિવંગત દિગ્ગજ અભિનેતા અને નિર્દેશક સતિશ કૌશિકની છેલ્લી ફિલ્મ કાગઝ-2 થીયેટર રીલિઝ માટે તૈયાર છે. વી.કે. પ્રકાશ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ સતિષ કૌશિક એન્ટરટેઈનમેન્ટ એલએલપી અને વીનસ વર્લ્ડવાઈડ એન્ટરટેઈનમેન્ટ પ્રા.લિ. દ્વારા સંયુક્ત રીતે કરાયું છે. આ ફિલ્મ 1 માર્ચે દેશભરના થીયેટર્સમાં રીલિઝ થશે.

વીનસ ફિલ્મના પ્રોડ્યુસર રતન જૈને ફિલ્મમાં વણી લેવાયેલા મેસેજની માહિતી આપતા જણાવ્યું હતું કે, બીજાનો માર્ગ અવરોધવાને બદલે તમારો પોતાનો રસ્તો બનાવો. રાજકીય રેલીઓ તથા વિરોધ પ્રદર્શનોને કારણે ટ્રાફિક જામ સર્જાય છે અને સામાન્ય માણસોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.

અગાઉ 2021માં રીલિઝ થયેલી ફિલ્મ કાગઝને પણ લોકોએ ખૂબ વખાણી હતી. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની મુખ્ય ભૂમિકા હતી. હવે તેની સિક્વલમાં અનુપર ખેર સહિતના દિગ્ગજો એક સાથે રૂૂપેરી પડદા પર જોવા મળશે. કાગઝ-2નું પોસ્ટર રીલિઝ કરતી વખતે અનુપમ ખેરે પોતાના સહકલાકાર અને મિત્ર એવા સતિશ કૌશિકની યાદમાં લખેલી એક ભાવુક નોંધમાં જણાવ્યું હતું કે ડીયર સતિશ કૌશિક, તમારા મહત્ત્વાકાંક્ષી અને કમનસીબે છેલ્લાં પ્રોજેક્ટ કાગઝ-2નું ટ્રેઈલર લોન્ચ થઈ રહ્યું છે. આ ફિલ્મ બનાવવા માટે તમે ખૂબ મહેનત કરી હતી. આ ફિલ્મને અમે વિશ્વમાં વસતા તમારા તમામ ચાહકો સુધી પહોંચાડીશું. આ ફિલ્મમાં રેલીઓ અને વિરોધ પ્રદર્શનોને કારણે હેરાન થતાં સામાન્ય માણસોની મુશ્કેલીઓને રજૂ કરાઈ છે.

Continue Reading

Entertainment

લગ્નના બંધનમાં બંધાયા રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની, કાર્તિક આર્યનથી લઈને નયનથારા સુધીના સ્ટાર્સે પાઠવ્યા અભિનંદન, જુઓ PHOTOS

Published

on

By

 

બોલીવુડની અભિનેત્રીઓમાંની એક રકુલ પ્રીત સિંહ હવે ઓફિશિયલ મિસિસ ભગનાની બની ગઈ છે. રકુલ પ્રીત અને જેકી ભગનાનીએ 21 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. બંનેએ ગઈકાલે ગોવામાં પરિવાર અને મિત્રો વચ્ચે શાહી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેમના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હવે મૃણાલ ઠાકુર, સામંથા રૂથ પ્રભુથી લઈને મલાઈકા અરોરા સુધીના ઘણા સેલેબ્સ અને ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે.

આ કપલે જેમ જ તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર સાથે શેર કર્યા ત્યારે બધાએ તેમને અભિનંદન આપવાનું શરૂ કર્યું. રકુલ પ્રીતની પોસ્ટ પર ટિપ્પણી કરતા ભૂમિ પેડનેકરે લખ્યું, ‘સૌથી સુંદર 3 દિવસ’. સોનલ ચૌહાણે લખ્યું, ‘તમારા બંનેને ખૂબ ખૂબ અભિનંદન’. સોનાક્ષી સિન્હાએ લખ્યું, ‘તમને અભિનંદન’.

આ સિવાય કાર્તિક આર્યન, નયનથારા, મૌની રોય, વાણી કપૂર, સ્મૃતિ ખન્ના, કાજલ અગ્રવાલ, પરિણીતી ચોપરા, રિતેશ દેશમુખ સહિત ઘણા લોકોએ તેને લગ્ન માટે શુભેચ્છા પાઠવી હતી.

તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ એક નહીં પરંતુ બે રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. પહેલો પંજાબી અને બીજો સિંધી રિવાજો, કારણ કે રકુલ પ્રીત શીખ પરિવારમાંથી આવે છે, જ્યારે જેકી સિંધી પરિવારમાંથી આવે છે.

રકુલ પ્રીત સિંહે તેના લગ્નમાં ડિઝાઇનર તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરેલો પેસ્ટલ લહેંગા પહેર્યો હતો. આ લહેંગા પર દોરા અને મોતીથી હાથવણાટ કરવામાં આવ્યો હતો. ડિઝાઈનર તરુણ તાહિલિયાનીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લહેંગા વિશેની માહિતી શેર કરી છે. આ પોસ્ટની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘સાંજના લગ્ન માટે, રકુલે એક સમકાલીન પરંતુ વાઇબ્રન્ટ વ્યક્તિત્વની કલ્પના કરી. તરુણ તાહિલિયાનીએ તેમના જીવનમાં એક દ્રષ્ટિનો સમાવેશ કર્યો.

Continue Reading

Trending