Site icon Gujarat Mirror

આદિવાસી નેતા મહેશ વસાવાનો હરિરસ ખાટો, ભાજપમાંથી રાજીનામું

ગુજરાતમા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમા જોડાયેલ આદિવાસી નેતા મહેશ વસાવાનો ભાજપમા હરી રસ ખાટો થઇ ગયો છે અને લોકસભાની ચૂંટણી બાદ હાંસિયામા ધકેલાઇ ગયેલા મહેશ વસાવાએ અંતે આજે ભાજપમાથી રાજીનામુ ધરી દીધુ છે.

ર્મદા જિલ્લાના ડેડીયાપાડા પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે. તાજેતરમાં મહેશ વસાવા માજી ભરૂૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. પરંતુ હવે તેમણે પક્ષમાં પોતાના કામને ન્યાય મળતો ન હોવાનો આક્ષેપ કર્યો છે.

આદિવાસી નેતા તરીકે જાણીતા રાજીનામું આપતાં મહેશ વસાવાએ કહ્યું હતું કે ભાજપમાં કામને ન્યાય નથી મળતો. ઉલ્લેખનીય છે કે 2024માં મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા. જોકે હવે આક્ષેપો અને નિરાશા સાથે તેમણે ભાજપ પાર્ટી સાથે છેડો કરી લીધો છે.

મહેશ વસાવા 11 માર્ચ, 2024ના રોજ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. આ ઘટના ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે બની હતી, જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં તેમણે ભાજપની સદસ્યતા ગ્રહણ કરી હતી. મહેશ વસાવાએ હવે ભાજપ સાથે છેડો ફાડી લીધો છે. ભાજપ સાથેનો તેમનો સંબંધ લાંબો ટક્યો નથી.

 

Exit mobile version