Connect with us

આંતરરાષ્ટ્રીય

તાઇવાનમાં પ્રચંડ ભૂકંપથી ઇમારતો ધરાશાયી, જાપાનમાં સુનામી એલર્ટ

Published

on

  • 25 વર્ષમાં પહેલીવાર 7.4ની તીવ્રતાના પ્રચંડ ભૂકંપથી પત્તાના મહેલની જેમ મકાનો જમીનદોસ્ત, 7નાં મોત, 50થી વધુ ઘાયલ, એક લાખ મકાનમાં વીજળી ગુલ

ગઇકાલે જાપાનમાં 6.1નો ભુકંપ આવ્યા બાદ તાઈવાનમાં બુધવારે સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.4 આંકવામાં આવી છે. ભૂકંપના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. 25 વર્ષ બાદ આવો પ્રચંડ ભુકંપ આવ્યાનું સતાવાળાઓએ જણાવ્યું હતું.

તાઇવાનના અગ્નિશમન વિભાગે આજે જણાવ્યું હતું કે ટાપુના પૂર્વ કિનારે 7.4-ની તીવ્રતાના ભૂકંપ બાદ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. તાઈવાનમાંથી ડરામણી તસવીરો સામે આવી રહી છે. ઈમારતો જોઈને જાણી શકાય છે કે ભૂકંપ કેટલો મજબૂત હશે. એક તસવીરમાં તમે જોઈ શકો છો કે બિલ્ડિંગ કેવી રીતે ઝૂકી રહી છે.

તાઈપેઈમાં ભૂકંપ પછી ઈમારતો ધ્રૂજતી રહી. દરમિયાન, જાપાનની હવામાન એજન્સીએ લોકોને લગભગ એક અઠવાડિયા સુધી આવા આફ્ટરશોક્સ માટે એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.એક રિપોર્ટ અનુસાર, તાઈવાનના ઈલેક્ટ્રિસિટી ઓપરેટર તાઈપાવરનું કહેવું છે કે ભૂકંપના કારણે શહેરના ઘણા ભાગોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. દેશભરમાં 87,000 થી વધુ લોકો વીજળી વિના જીવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે.

તાઈવાનમાં ભૂકંપ બાદ જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. જાપાનનું કહેવું છે કે ઓકિનાવા પ્રાંતની આજુબાજુ તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. સુનામીની આ લહેર ત્રણ મીટર સુધી ઊંચી હોઈ શકે છે. ચેતવણીને ધ્યાનમાં રાખી અહીંનું એરપોર્ટ બંધ કરાયું છે.

આંતરરાષ્ટ્રીય

ઈરાનના હુમલા વચ્ચે હમાસનો ઈઝરાયલને યુધ્ધ વિરામ, બંધકોની મુક્તિનો નવો પ્રસ્તાવ

Published

on

By

  • બદલો લેવા ઈઝરાયલની ઈરાનને ધમકી પણ વોશિંગ્ટન સાથ નહીં આપે

ઈરાનના ઈઝરાયેલ પર હવાઈ હુમલો ઘણા લાંબા સમયથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ માટે ઈઝરાયેલના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ હવે અમુક હમાસે માંગણીઓ કરી છે. હમાસે ઇઝરાયેલ સામે યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. જે અંતર્ગત હમાસે માંગ કરી છે કે ઈઝરાયેલ 7 ઓક્ટોબરથી તેના દ્વારા પકડવામાં આવેલા 129 બંધકોમાંથી કોઈપણને છોડાવા માંગતા પહેલા છ સપ્તાહના યુદ્ધવિરામનું પાલન કરવું પડશે.આતંકવાદી જૂથની દરખાસ્ત શનિવારે મોડી રાત્રે રજૂ કરવામાં આવી હતી જ્યારે તેણે યુએસ-બ્રોકરેડ પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. અહેવાલ મુજબ, પ્રસ્તાવમાં હમાસે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ પર એક શરત મૂકી છે

કે તેણે ગાઝામાં તમામ લડાઈ બંધ કરવી જોઈએ અને છ અઠવાડિયા સુધી શહેરી વિસ્તારોમાંથી હટી જવું જોઈએ, જેથી વિસ્થાપિત પેલેસ્ટિનિયનો ઉત્તર તરફ પાછા ફરી શકે.આતંકવાદી જૂથના ડ્રાફ્ટમાં દરેક ઇઝરાયેલી નાગરિક માટે 30 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની શરત મુકવામાં આવી છે. તેણે એવી પણ માંગ કરી હતી કે દરેક પકડાયેલા સૈનિક માટે 50 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવે, જેમાંથી 30 આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. જો કે અમેરિકી પ્રમુખ બાઈડેને સ્પષ્ટ પણે જણાવ્યું કે, ઈરાન વિરુદ્ધ ઈઝરાયેલની વળતી કાર્યવાહીનો વિરોધ કરશે.

બીજી તરફ ઈરાને ઈઝરાયેલ પર 300 થી વધુ ડ્રોન અને મિસાઈલો વડે જોરદાર હુમલો કર્યો હતો. ઇઝરાયલે આમાંથી 99 ટકા ડ્રોન અને મિસાઇલોને તોડી પાડવાનો દાવો કર્યો હતો, પરંતુ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. ઈઝરાયેલે કહ્યું છે કે તે આ હુમલાનો બદલો લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અમારી લડાઈ ઈસ્લામિક રિપબ્લિક સાથે છે, ઈરાનના લોકો સાથે નથી.

તમને જણાવી દઈએ કે 1 એપ્રિલના રોજ ઈરાને સીરિયાની રાજધાની દમાસ્કસમાં તેના દૂતાવાસ પર થયેલા હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું, જેમાં ઈરાની સેનાના 2 જવાન સહિત 7 રિવોલ્યુશનરી ગાર્ડના જવાનો માર્યા ગયા હતા. ત્યારથી ઈરાને ઈઝરાયલ સામે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ઈઝરાયેલે ઈરાનના આ હુમલા બાદ ગઈકાલની રાતને લાંબી રાત ગણાવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈઝરાયેલે લખ્યું છે કે તે એક લાંબી રાત હતી, જેની સવાર આવી ગઈ છે. એક વાત સ્પષ્ટ છે કે, અમે મજબૂત, સ્થિતિસ્થાપક છીએ અને અમે ક્યારેય આતંકવાદ સામે ઝૂકીશું નહીં. જે લોકો ઈઝરાયેલના લોકોને નુકસાન પહોંચાડશે તેઓ કરશે. આની કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયેલના આ સંદેશથી સ્પષ્ટ છે કે તે ચૂપ રહેવાનું નથી. ટૂંક સમયમાં તે ઈરાન સામે બદલો લઈ શકે છે. સાથે જ ઈરાનને પણ ઈઝરાયેલના વળતા હુમલાનો ડર છે. ત્યારે ઈરાને સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખીને કહ્યું છે કે અમે સ્વબચાવમાં હુમલો કર્યો છે, પરંતુ જો ઈઝરાયેલ ફરી અમારા પર હુમલો કરશે તો તેના પરિણામ ખરાબ આવશે. અમેરિકાએ આ યુદ્ધમાં ઈઝરાયલને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

15 અપહૃત ભારતીય ખલાસીઓને છોડાવવા વિદેશમંત્રી એક્શનમાં: ઈરાન સાથે વાતચીત

Published

on

By

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી છે કે તેમણે 17 ભારતીયોને મુક્ત કરવા અંગે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવ અંગે પણ ચર્ચા કરી હતી. 13 એપ્રિલે ઈરાને એમએસસી અશિયત નામનું જહાજ કબજે કર્યું હતું, ભારતીય વિદેશ મંત્રાલયને આ માહિતી મળતા જ ભારતીય વિદેશ મંત્રાલય એક્શનમાં આવી ગયું છે. ત્યારથી વિદેશ મંત્રાલય ઈરાન સાથે સતત સંપર્કમાં છે. તેમજ ભારતીયોની મુક્તિ માટે પ્રયાસો ચાલુ છે. તમને જણાવી દઈએ કે આ જહાજ એક કાર્ગો જહાજ છે જે આંશિક રીતે ઈઝરાયેલના અબજોપતિ ઉદ્યોગપતિની માલિકીની કંપનીનું છે, વિદેશ મંત્રી જયશંકરે ઈરાન સાથે આ મુદ્દે વાતચીત કરતા કહેરાન ભારત સરકારના અધિકારીઓને આક્લાસીઓને મળવાની છૂટ આપે તેવા સ્પષ્ટ સંકેત મળ્યા છે.

હવે આ મામલે નવી માહિતી સામે આવી છે. જોકે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા સાઇટ પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, રવિવારે સાંજે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના વિદેશ મંત્રી એચ. અમીરાબ્દોલ્લાહિયન સાથે વાત કરી હતી. એમએસસી અશિયત ના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સની મુક્તિ અંગે ચર્ચા કરી. વિસ્તારની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે વધતા તણાવને ટાળવો જોઈએ, સંયમ રાખવો જોઈએ અને કૂટનીતિ દ્વારા મામલો ઉકેલવો જોઈએ.

ઈરાનના વિદેશ પ્રધાન ડો. અમીર અબ્દુલ્લાહિયાને જણાવ્યું હતું કે તેઓ અટકાયતમાં લેવાયેલા જહાજને લગતી વિગતોનું અનુસરણ કરી રહ્યા છે અને ઉલ્લેખિત જહાજના ક્રૂ સાથે ભારત સરકારના પ્રતિનિધિઓની મુલાકાતની શક્યતા ટૂંક સમયમાં પૂરી પાડવામાં આવશે.

Continue Reading

આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં પત્નીની હત્યામાં ફરાર ગુજરાતી પર અઢી લાખનું ઇનામ

Published

on

By

યુનાઇટેડ સ્ટેટ્સના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ ટોપ 10 મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અમદાવાદના વિરમગામના રહેવાસી ભારતીય નાગરિક ભદ્રેશકુમાર પટેલનું નામ પણ છે. FBIએ તેના પર અઢી લાખ ડોલરનું ઈનામ રાખ્યું છે. એફબીઆઈએ એક્સ પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે ભદ્રેશ કુમાર પટેલ 2015થી ફરાર છે જ્યારે તેણે મેરીલેન્ડ રાજ્યના હેનોવરમાં ડંકિન ડોનટ્સ કોફી શોપની અંદર તેની પત્ની પલકની કથિત રીતે હત્યા કરી હતી.

અહેવાલો અનુસાર, તે સમયે ભદ્રેશ કુમાર પટેલની ઉમર 24 વર્ષ હતી, તેણે રસોડામાં ચપ્પા વડે તેની 21 વર્ષીય પત્નીના ચહેરો પર ઘા માર્યા હતા અને દુકાનના પાછળના રૂૂમમાં જ્યાં તેઓ બંને કામ કરતા હતા ત્યાં પણ ઘણી વખત ચપ્પાના ઘા માર્યા હતા. આ ઘટના જે સમયે બની હતી ત્યારે ઘણા ગ્રાહકો ઘટનાસ્થળ પર હાજર હતા. WTOP રિપોર્ટ અનુસાર હત્યાના લગભગ એક મહિના પહેલા દંપતીના વિઝા પૂરા થઈ ગયા હતા, અને તપાસકર્તાઓ માનવું હતું કે ભદ્રેશ કુમારની પત્ની પલક પટેલ ભારત પરત ફરવા માંગતી હતી, પરંતુ તેના પતિએ તેનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે FBIભદ્રેશ પટેલને સશસ્ત્ર અને અત્યંત ખતરનાક ગુનેગાર માને છે.
અગાઉ પણ એફબીઆઈએ ભદ્રેશની ધરપકડ કરવામાં મદદ કરવા બદલ એક યાદી અને ઈનામ જાહેર કર્યું હતું. વર્ષ 2017માં માહિતી માટે 100,000 ડોલરના ઈનામ સાથે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, પરંતુ તે હજી પણ ફરાર છે. એપ્રિલ 2015માં, 24 વર્ષીય પટેલ અને તેની પત્ની પલક, ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઈટ શિફ્ટમાં કામ કરતા હતા. ગુનાની રાતના સીસીટીવી ફૂટેજમાં ભદ્રેશ અને પલક રેકની પાછળ ગાયબ થતા પહેલા સ્ટોરના કિચન તરફ સાથે ચાલતા જોવા મળ્યા હતા

Continue Reading

Trending