ગુજરાત
માર્ગ અને મકાન વિભાગના 407 ઇજનેરોની બદલી
સ્થાનિક સ્વરાજયની ચુંટણીના ઢોલ ઢબુકી રહ્યા છે ગમે ત્યારે જાહેરાત થવાની શકયતા છે. તેની વચ્ચે ગુજરાત સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં બદલી અને બઢતીના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક વિભાગમાંથી મોટો ઘાણવો કાઢવામાં આવ્યો છે જેમાં માર્ગ અન મકાન વિભાગના 407 ઇજનેરોની બઢતી અને બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓર્ડરમાં વર્ગ-2ના 105 ઇજનેરોની બદલી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 27 ઇજનેરોનો સમાવેશ થાય છે. રાજકોટમાં વી.એસ. કાલરીયા અને મલ્હાર ડાભી, કાલાવડ- રાજકોટમાં હરકિશન પરમાર અને નિખીલકુમાર ખાંટની અસરપરસ તેમજ રાજકોટ-જુનાગઢ પોલીસ કેમ્પસના આર.સી. કનેરીયાની અને ડી.એમ. ચોવટીયાની સામસામી, રાજકોટના રવિકુમાર જાવીયાની ધ્રોલ અને ઉપલેટા પંચાયતના ઇજનેર નિરવ પટેલની ગાંધીનગર ખાતેની આલેખનની વર્તુળ કચેરી ખાતે બદલી કરવામાં આવી છે.
ઉપરાંત વર્ગ-2 અને વર્ગ-3ના મદદનીશ અને અધિક મદદનીશ 230 ઇજનેરની પણ ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં રાજકોટના વિપુલ કટારીયાને શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ વિભાગમાં, ગોંડલના દેવદૂત ભરાઇને રાજકોટ ગુણવતા નિયમમાં, રા.ધો.માંથી પરમેશ્વર પ્રસસાદની મુખ્ય વિભાગમાં, જેતપુર પંચાયતાંથી નીરવ ચિત્રોડાની સુરત જિલ્લા પંચાયત, રાજકોટ બાંધકામ પેટા વિભાગના મિરાજકુમાર સરધારાની ગોંડલ, રાજકોટ શહેરમાંથી હેમેન્દ્ર જોશીની જિલ્લા પંચાયત, ધોરાજી પંચાયતમાંથી વિપુલ લહેરૂની રાજકોટ શહેર સહીત સૌરાષ્ટ્ર-કચ્છના 57 જેટલા ઇજનેરોની બદલી કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા વર્ગ-1ના કાર્યપાલક 30 ઇજનેરોની બદલી કરાઇ છે. તેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 13 ઇજનેરોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરી વિકાસ સતા મંડળમાં ફરજ બજાવતા એસ.આર. પટેલની જિલ્લા માર્ગ મકાન વિભાગમાં બદલી કરવામાં આવી છે. તેમજ 12 જેટલી વર્ગ-2ના નાયબ કાર્યપાલક ઇજનેરને પણ ટ્રાન્સફરના ઓર્ડર કરાયા છે. ઉપરાંત વિદ્યુત વર્તુળમાં વર્ગ-2ના 12 મદદનીશ અને વર્ગ-3ના 18 અધિક મદદનીશ ઇજનેરોને પ્રમોશન આપવામાં આવ્યો છે. તેમાં રાજકોટના જી.પી. નાંઢાની ગાંધીધામ અને એમ.કે. ચાવડાની વર્ગ-3 માંથી વર્ગ-2માં જી.પી. નાંઢાની ખાલી જગ્યા પર બઢતી આપી બદલી કરવામાં આવી છે.
મૃતક ઇજનેર વી.એચ. ડામોરની બદલીનો પણ ઓર્ડર કરાયો
રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજનેરોની બઢતી અને બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં એક બેદરકારી સામે આવી છે. ગત તા.2 ઓકટોબરના રોજ નિર્માણ પામેલ દિવંગત વી.એચ. ડામોરની ગોધરા બદલી કરતો ઓર્ડર પણ કરવામાં આવતા સમગ્ર રાજયમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાત
પીએમના કાર્યક્રમ દરમિયાન હાર્ટ એટેકથી પીએસઆઈનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારે વડાપ્રધાન મોદીની હાજરીમાં યોજાયેલ એકતા પરેડના કાર્યક્રમ દરમિયાન બંદોબસ્તમાં રહેલા એક પીએસઆઈનું હાર્ટ એટેકથી અવસાન થતાં પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા છેલ્લા બે દિવસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ પાસે ફરજ પર હતા. તે દરમિયાન રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ હાર્ટએટેક આવ્યો હતો. જેઓને તાત્કાલિક નવનિર્મિત ટ્રોમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
કચ્છ
PM મોદીએ કચ્છ સરહદે જવાનો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે કેવડિયા કોલોની સ્ટેચ્યુઓફ ુયનિટી ખાતે એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ કચ્છ શરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી બપોરે કેવડિયાથી સીધા કચ્છના નલિયા ભૂજ થઈ એરબેઝ ઉપર પહોંચ્યા હતા. અને ત્યાં પાક. સરહદે ફરજ બજાવતા બીએસએફના જવાનો સાથે દિપાવલીની ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી જવાનો સાથે કરે છે તે પરંપરા મુજબ આ વર્ષે કચ્છ સરદે દિવાળી ઉજવવાના હોય સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.
ક્રાઇમ
હોટલ સંચાલક ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં બે આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ
શહેરના ભુપેન્દ્ર રોડ પર પાર્કવ્યુ હોટલ સંચાલક પાસે ગેરકાયદે નાણા કઢાવવા હવાલો લઈ હુમલો કરી છરી થી ઈજા પહોંચાડતા ખુની હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા દિનેશ મુછડી તથા રમેશ બોરીચાની રેગ્યુલર જામીન અરજી રદ કરતો હુકમ છે.વધુ વિગત મુજબ શહેરમાં રહેતા અને રજપૂત કરવામાં પાર્ક વ્યુ હોટલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયાએ દિનેશ ઉર્ફે મુછડી રતિભાઈ ચાવલા અને રમેશ જીવાભાઇ સબાળ નામના અશોકસોએ રસ્તામાં આંતરિક લોખંડના પાઇપથી માર માર્યા અંગેની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પ્રાથમિક તપાસમાં દિનેશ ઉર્ફે મુછડી રતીભાઈ ચાવડા તથા રમેશ જીવાભાઈ સબાળ પફુલ ગોસ્વામી પાસે રૂૂા.35 લાખ માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂૂા.71 લાખ બળજબરી થી ખુનની કોશીસ કરેલ હોવાનુ જણાવ્યું હતું બાદ તપાસ પૂર્ણ થતા બંને શખ્સોને જેલવાલે કરવામાં આવ્યા હતા હાલ જેલ વાલે રહેલા બંને શખ્સોએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી તે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બંને આરોપીઓના જામીન નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.ઉપરોક્ત કામમાં મુળ ફરીયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી,રિપલ ગેવરીયા, પાર્થ સંધાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમા પુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે એ.જી.ઝાલા રોકાયેલ હતા.