Connect with us

ગુજરાત

જેતપુર નજીક બાઈક અકસ્માતમાં પેઢલાના યુવાનનું કરુણ મોત

Published

on


જેતપુર તાલુકાના પેઢલા ગામે રહેતો યુવાન પોતાનું બાઈક લઈને જેતપુર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવાને ડ્રાઈવીંગ પરનો કાબૂ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જેતપુર તાલુકાના પેઢલા ગામે રહેતા દિનેશ કળવાભાઈ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન બપોરના અરસામાં બાઈક લઈને ધોરાજી રોડ પર જઈ રહ્યો હતો ત્યારે યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવાનને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં ભચાઉના સામખીયાળી ગામે રહેતા નરશી હોથીભાઈ ધોળકીયા (ઉ.22)બે દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે સામખીયાળી નજીક ટ્રેકટર ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક નરશી ઠાકોર મીઠાનું અગરીયુ ચલાવતો હતો અને ઘરે જતો હતો ત્યારે ટ્રેકટરની સાઈડમાં બાઈક અથડાઈને દિવાલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

rajkot

સામતશાહી ગઈ… હવે સાંસદશાહીનો યુગ, રાજકોટ એરપોર્ટ ઉપર ફ્લાઈટ રોકી રખાઈ

Published

on

By

સાંસદ માટે 100થી વધુ મુસાફરોને બાન રખાયા

રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફલાઈટમાં સૌરાષ્ટ્રનાં એક સાંસદ દિલ્હી જવાના હોય પરંતુ વરસાદના કારણે તેઓ રસ્તામાં હિરાસર એરપોર્ટ પહોંચતાં અટવાયા હોય જેના કારણે 30 મીનીટ સુધી ફલાઈટને ટેક ઓફ મોડ ઉપર ઉભી રાખી દેવામાં આવી હતી અને રાજકોટથી દિલ્હી જતાં 100 થી વધુ મુસાફરોને એક સાંસદના કારણે બાનમાં રાખવામાં આવતાં મુસાફરોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો.


એરપોર્ટ સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફલાઈટ સાંજે તેના નિર્ધારિત સમયે દિલ્હીથી રાજકોટ આવ્યા બાદ રાજકોટથી દિલ્હી માટે 8 વાગ્યે ઉડાન ભરવાની હતી તે ફલાઈટે 8.34 મીનીટે ઉડાન ભરી હતી. રાજકોટથી દિલ્હી જવા માટે અને ત્યાથી કનેકટીંગ અન્ય ફલાઈટમાં જવા માટે મુસાફરોની ચેક ઈન સહિતની એરપોર્ટની તમામ કામગીરી નિયત સમયે પૂર્ણ થઈ ગઈ હતી અને આ ફલાઈટમાં મુસાફરો બેસી ગયા હતાં. એર ઈન્ડિયાના આ ફલોઈટ ટેક ઓફ મોડ પર હોવા છતાં તેને અડધી કલાક સુધી રોકી રાખવામાં આવી હતી. અંદર બેઠેલા મુસાફરોએ સ્ટાફને પુછતાં હમણા ફલાઈટ ટેક ઓફ કરશે તેવો જવાબ આપી અડધી કલાક સુધી ફલાઈટ રન-વે ઉપર ઉભી રાખી દેવામાં આવી હતી.

ફલાઈટને મોડી કરવા પાછળ કારણ એવું છે કે સૌરાષ્ટ્રનાં એક સાંસદને દિલ્હી જવાનું હોય તેમની ટિકીટ આ ફલાઈટમાં બુકીંગ હતી પરંતુ ગઈકાલે સાંજે જોરદાર વરસાદના કારણે હાઈ-વે ઉપર આ સૌરાષ્ટ્રનાં સાંસદ અટવાયા હતાં. જેના કારણે એરપોર્ટ પહોંચતા તેમને મોડુ થાય એમ હોય આ અંગે તેમના પીએ દ્વારા એરપોર્ટના જવાબદાર અધિકારીનો સંપર્ક કરી ફલાઈટને રોકી રાખવા સુચના આપવામાં આવતાં આ સાંસદ માટે અડધી કલાક સુધી એર ઈન્ડિયાની ફલાઈટ ટેક ઓફ મોડમાં ઉભી રાખી દેવામાં આવી હતી અને અંદર બેઠેલા 100 થી વધુ મુસાફરોને બાનમાં લેવાતા આ સાંસદના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

Continue Reading

ગુજરાત

રોગચાળો પણ અણનમ, શરદી ઉધરસના 988 દર્દી સારવારમાં

Published

on

By

આરોગ્ય વિભાગના ચોપડે ડેન્ગ્યુ 1, ટાઇફોઇડ 1 સહિતના નવા કેસ નોંધાયા


મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડુર ટુ ડુર ઝૂંબેશ હાથ ધરી મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે કાર્યવાહી કરેલ જેમાં એક સપ્તાહમાં ડેનગ્યુ, ટાઇફોઇડની સાથે તાવ, શરદી, ઉધરસના 988 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જેથી મચ્છર ઉત્પતિ સબબ 447 આસામીઓને નોટીસ ફટકરાવામાં આવી હતી.
મચ્છર જ્ન્ય અને પાણી જન્ય રોગ ચાળાના અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાનાસ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 557 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 239 અને કોર્મશીયલ 209 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.
ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે 10 ડ્ઢ 10 ડ્ઢ 10નું સુત્ર અ5નાવવું. જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

Continue Reading

ગુજરાત

જૂની કલેક્ટર કચેરીમાં મહેફિલ જામી? ક્લેક્ટરનો તપાસનો આદેશ

Published

on

By

પૂરવઠાની ઝોનલ કચેરીમાં ગુરુવારે રાત્રે ગ્લાસ ખખડ્યા, કોઈએ પોલીસને જાણ કરતા મોબાઈલ દોડી ગઈ પણ ‘જામ’ ઢોળાઈ ગયા: કલેક્ટર સુધી માહિતી પહોંચતા મામલો સળગ્યો

રાજકોટની જૂની કલેક્ટર કચેરી સાંજ પડેને રેઢીપડ થઈ જાય છે ત્યારે જૂની કલેક્ટર કચેરી હવે લુખ્ખા અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્યારે ગુરૂવારે રાત્રે જૂની કલેક્ટર કચેરીમાં આવેલ પુરવઠાની ઝોનલ ઓફિસની લોબીમાં સાંજ પડતાની સાથે જ મહેફીલ મંડાઈ હતી અને ગ્લાસ ખખડવા લાગ્યા હતાં. કોઈએ લોબીમાં મહેફીલ જામી હોવાની પોલીસને ફોન કરતા પોલીસ મોબાઈલ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ પાછળથી ભીનું સંકેલાઈ ગયું હતું. જો કે, આ ઘટનાની કલેક્ટર કચેરી વર્તુળોમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. અને મહેફીલ અંગેની માહિતી છેક કલેક્ટર સુધી પહોંચતા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.


કલેક્ટર કચેરીના સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ શહેરની જૂની કલેક્ટર કચેરીમાં સાંજે છ વાગ્યા પછી સરકારી કર્મચારીઓ ફરજ પરથી ઘરે જવા નિકળ્યા બાદ આખી જૂની કલેક્ટર કચેરી ઉજ્જળ વેરાન જેવી બની જાય છે. કોઈ કોઈક દિવસ જૂની કલેક્ટર કચેરીમાં આવેલ પૂરવઠાની ઝોનલ કચેરી મોડી સાંજ સુધી ધમધમતી હોય છે.


સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે સાંજે પુરવઠાની ઝોનલ કચેરી મોડે સુધી ચાલુ હતી. રાશનના અમુક વેપારીઓ અને કમિશન એજન્ટો પુરવઠાની કામગીરી માટે ઝોનલ કચેરીમાં આવ્યા હતાં. કચેરી સમય પૂર્ણ થયા બાદ કર્મચારીઓ અને અધિકારીઓ ઘરે જતાં રહ્યા હતાં. ત્યારે ઝોનલ કચેરીની લોબીમાં જ રાત્રે આઠ વાગ્યે મહેફીલ મંડાઈ હતી.


રાત્રીના આઠ વાગ્યા પછી પણ જૂની કલેક્ટર કચેરીમાં ગ્લાસ ખખડતા હોવાની છેક પોલીસ કંટ્રોલ સુધી કોઈએ માહિતી પહોંચાડી હતી જેના પગલે રાત્રીના 8:30ના અરસામાં જૂની કલેક્ટર કચેરીમાં પોલીસ મોબાઈલ પણ ધસી ગઈ હતી. જો કે, પોલીસ જૂની કલેક્ટર કચેરીમાંથી ખાલી હાથે પરત ફરી હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસ કાફલો જૂની કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ મહેફીલના રંગમાં ભંગ પડ્યો હતો. બાદમાં ભીનું સંકેલાઈ ગયું હતું અને જામ ઢોળાઈ ગયા હતાં. જો કે, આ વાતનો ગણગણાટ કલેક્ટર કચેરીમાં શરૂ થયો હતો. ગુરૂવારે રાત્રે બનેલી ઘટના અંગે શુક્રવારે વાત વહેતી થઈ હતી. પરંતુ શનિ-રવી રજાના કારણે કલેક્ટર સુધી છેક સોમવારે મહેફીલની વાત પહોંચતા ચોંકી ઉઠેલા જિલ્લા કલેક્ટરે ખાનગી રાહે તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ જૂની કલેક્ટર કચેરીમાં મંડાયેલી મહેફીલમાં એકલ-દોકલ કર્મચારી પણ હોવાની વાત વહેતી થઈ છે જ્યારે તેની સાથે રેશનીંગના વેપારી અને કમિશન એજન્ટો હોવાનું જાણકારોએ જણાવ્યું છે. ત્યારે આ ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ કલેક્ટરે ખાનગીરાહે તપાસના આદેશ આપ્યા છે.

સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાશે
જૂની કલેક્ટર કચેરીની પુરવઠાની ઝોનલ કચેરીની લોબીમાં ગુરૂવારે રાત્રે મહેફીલ મંડાઈ હોવાની ચર્ચાએ કલેક્ટર કચેરીમાં ભારે જોર પકડ્યું છે ત્યારે આ ઘટનાની છેક કલેક્ટર સુધી માહિતી પહોંચતા ખાનગી રાહે તપાસના આદેશો આપવામાં આવ્યા છે. અને જૂની કલેક્ટર કચેરીમાં સાંજના છ વાગ્યા પછી કોની કોની અવર જવર થઈ હતી તે અંગેની તપાસ કરવા માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે.

Continue Reading

Trending