Connect with us

અમરેલી

સાવરકુંડલામાં યોજાયું પરંપરાગત ઈંગોરિયા યુદ્ધ

Published

on

દેશભરમાં દીપાવલીના પર્વની ફટાકડા ફોડીને ઉજવણી થતી હોય છે પણ સાવરકુંડલા શહેરમાં ઈંગોરીયા યુદ્ધ રમવાની પરંપરા વર્ષો પુરાણી છે ને જાણે રણ મેદાનમાં એકબીજા ને ભરી પીવા નું યુદ્ધ હોય તેવો માહોલ સાવરકુંડલા શહેરમાં સર્જાઈ છે ત્યારે આ ઈંગોરીયા યુદ્ધ જાણે હમાસ અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ખેલાઈ રહ્યું છે એવા જ દ્રશ્યો સાવરકુંડલા શહેરમાં દિવાળીની રાત્રે જોવા મળે છે હાથમાં જાણે કોઈ ફળ ફ્રુટ હોય તેમ આ હર્બલ ગણાતો ઈંગોરીયા નામનો ફટાકડો એકબીજા પર ફેંકવામાં આવે છે ને જાણે રણભૂમી નું મેદાન હોય તેમ સાવરકુંડલા શહેરની ગલી ગલીએ ખેલાઈ છે ઇંગોરીયા નું યુદ્ધ.
રાત્રીના અંધારામાં આ યુદ્ધ ખેલવામાં આવે છે પ્રકાશના પર્વમાં રાત્રીના દેવળા ગેઇટ થી લઈને છેક નાવલી નદી સુધી ઇંગોરીયા યુદ્ધ નો માહોલ જામે છે રમતવીરો આ રમતનો મુક્ત મને આનંદ ઉઠાવે છે ઇંગોરીયા યુદ્ધ નો લાહવો લેવા પ્રથમ વાર ધારાસભ્ય મહેશ કસવાળાએ પરિવાર સાથે ઇંગોરીયા ની મજા માણી હતી ને પર્યટન સ્થળો વિકસવાઈ રહ્યા છે પણ આ ઈંગોરીયા યુદ્ધ ની પહેચાન સાવરકુંડલા બની રહ્યું છે ને કોઈપણ પ્રકારના જ્ઞાતિ વાદ જાતિ વાદ વિના હળી મળીને હિન્દૂ મુસ્લિમો આ ઈંગોરીયા યુદ્ધ રમી રહ્યા છે ઈંગોરીયા યુદ્ધ ની 150 વર્ષ જૂની રમત આજે પણ જળવાઈ રહી છે ને પોલીસ, ફાયર, ડોક્ટરો ની ટિમ પણ ખડેપગે રાખવામાં આવે છે ને પોલીસ અધિકારીઓ પણ આ ઈંગોરીયા યુદ્ધ નો ભાગ બનીને ઈંગોરીયા રમે છે
ઈંગોરીયાનું યુદ્ધ જાણે હમાસ અને ઇઝરાયલ નું યુદ્ધ ચાલતું હોય તેવો માહોલ દિવાળીની રાત્રે સાવરકુંડલા શહેરમાં સર્જાઈ છે ને આ આગ ના ગોળ એકબીજા પર ફેંકીની રમતનો નિર્દોસ આનંદ સાવરકુંડલા વાસીઓ ઉજવે છે ને તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવામાં આવે છે.

અમરેલી

રાજુલાના દેવકા ગામે જમીન પચાવી પાડતા છ શખ્શો સામે ફરિયાદ

Published

on

રાજુલા તાલુકાના દેવકા ગામના શખ્સની જમીન છેલ્લા એક વર્ષથી વાવેતર કરી પચાવી પાડવાના ઇરાદે ગેરકાયદેસર કબ્જો કરતા 6 શખ્સોની ઘરપકડ કરી લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં જમીન માફિયાઓ બેફામ બન્યા છે અવાર-નવાર જમીન પચાવીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે રાજુલા તાલુકાના કુંભારીયા ગામે આવેલ જમીન છેલ્લા 1 વષે થી ગેરકાયદેસર કબ્જો કરનારા છ શખ્શો સામે ડુંગર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી હતી.
રાજુલા તાલુકાના મૂળ દેવકા ગામના અને હાલ મુંબઈ રહેતા વાલજીભાઇ આતાભાઈ ચૌહાણની રાજુલા તાલુકાના કુંભારીયા ગામે ખેતીની જમીન આવેલી છે જે જમીનનો છેલ્લા એક વર્ષથી કરશનભાઇ હરજીભાઇ ચૌહાણ ભાવેશભાઇ કરશનભાઇ ચૌહાણ લાલજીભાઇ ઉર્ફે લાલાભાઇ કરશનભાઇ ચૌહાણ ત્રણેય રે.દેવકા માવજીભાઇ હરજીભાઇ ચૌહાણ મધુભાઇ માવજીભાઇ ચૌહાણ પ્રવિણભાઇ માવજીભાઇ ચૌહાણ ત્રણેય રે કુંભારીયા સહીત છ શખ્શો એ ગેરકાયદેસર કબ્જો કરી લીધેલ હતો જે કબઝો ખાલી કરવા અંગે જમીન માલિકે અવાર-નવાર કહેવા છતાં આ છયેય શખ્શોએ જમીન પચાવી પાડવાના ઇરાદે કબ્જો ખાલી કરતા ન હતા અને જમીન માલિકને મારી નાખવાની ધમકી આપતા હતા. જે અંગે આ તમામ 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાતા પોલીસે તમામ છયેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Continue Reading

અમરેલી

બાબરામાં મહિલા સદસ્યનો પતિ 4 લાખના નશીલા સીરપ સાથે પકડાયો

Published

on

બાબરા પંથકમા પાછલા ઘણા સમયથી આયુર્વેદિક શીરપના નામે નશાકારક પીણાનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હતુ. ત્યારે આજે અમરેલી એલસીબીએ બાબરા નગરપાલિકાના વોર્ડ નં-1ના મહિલા સદસ્યના પતિ મુળશંકર મણીશંકર તેરૈયાને આવી આયુર્વેદિક શીરપની બોટલોના મોટા જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે બાતમીના આધારે તપાસ કરતા આ શખ્સ પાસેથી નશાયુકત શીરપની ત્રણ હજાર બોટલ ઝડપાઇ હતી. પોલીસે સાડા ચાર લાખનો મુદામાલ કબજે લઇ તેની સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
ચાર માસ અગાઉ પણ આ જ શખ્સ પાસેથી આવો જથ્થો ઝડપાયો હતો. ગત તારીખ 3/8ના રોજ પોલીસે આ શખ્સના ઘર અને ગોડાઉનમા તપાસ કરતા ઘરેથી નશાકારક પ્રવાહીની 5414 બોટલ અને ગોડાઉનમાથી 40073 બોટલ કબજે લીધી હતી. જે તે સમયે આ બોટલોને એફએસએલમા ચકાસણી અર્થે મોકલવામા આવી હતી. ચકાસણી દરમિયાન આ બોટલોમા આલ્કોહોલનુ પ્રમાણ વધુ હોવાનો રીપોર્ટ આવતા પોલીસે આજે મુળશંકર તેરૈયા સામે ગુનો નોંધ્યો છે.
દરમિયાન ખેડા જિલ્લામા કથીત રીતે આયુર્વેદિક શીરપ પીવાથી છ યુવાનના શંકાસ્પદ મોત થયાની ઘટના બાદ અમરેલી જિલ્લા પોલીસે તે પ્રકારનુ આયુર્વેદિક શીરપ અમરેલી જિલ્લામા કયાંય વેચાતુ હોય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો છે.

Continue Reading

અમરેલી

સાવરકુંડલામાં ગેસ કનેકશન માટે ખોદાયેલા ખાડાઓથી લોકોને હાલાકી

Published

on

સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન લાગે તે માટે સરકાર દ્વારા કામગીરીઓ પૂરજોશમાં ચાલુ છે પણ શહેરી વિસ્તારોમાં ગુજરાત ગેસ દ્વારા પાઇપ લાઈન બિછાવવાની કામગીરીઓને કારણે સાવરકુંડલા ના શહેરીજનો વ્યાપક પણે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. સાવરકુંડલા શહેરમાં ઘરે ઘરે ગેસની પાઇપ લાઇન પાથરવાની કામગીરીઓ પૂરજોશમાં ચાલી રહી છે ને ગેસ કનેક્શન માટેની પાઇપ લાઇન લગાવવા માટે ગેસ કંપની દ્વારા જાહેર માર્ગો પર ખાડાઓ કરીને પાઇપ લાઈન યુદ્ધના ધોરણે કામ તો કરી રહી છે પણ કામગીરી ઓમા ક્ષતિઓ રહી જવાને કારણે ઠેર ઠેર જગ્યાએ ખાડાઓ ખોદીને બુરવામાં આવતા ના હોવાથી વાહનચાલકો આવા ખાડામાં ફસાઈ જાય છે ને વાહનો અટવાઈ જાય છે જ્યારે અનેક ફરિયાદો એવી પણ મળી રહી છે કે કંપનીઓ દ્વારા પાઇપ લાઈન પાથરવામાં ખાડાઓ અને લાઈન બુરવાની કામગીરીમાં છીંડા જોવા મળી રહ્યા હોય ને શહેરીજનો હાલાકી ભોગવી રહ્યા છે.
જ્યારે પાલિકા દ્વારા ગેસ કનેકશન કંપની પાસે કરેલા કરાર મુજબની કામગીરી કરે છે કે કેમ તે અંગે પણ પાલિકા તંત્ર દ્વારા તપાસ થવી જરૂૂરી છે ને શેહરિજનો ને ગેસની પાઇપ લાઈન ની કામગીરીઓ પૂર્ણ જે વીસ્તરોમાં થઈ ગઈ છે ત્યાં પાઇપ લાઇન બુરવામાં આવી છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈએ તેવું પ્રબુદ્ધ લોકો ઇચ્છી રહ્યા છે ત્યારે ઘરે ઘરે ગેસ પાઇપ લાઇન ફિટીગ થાય તે સારી બાબત છે પણ પાઇપ લાઈન ફિટીગ વખતે લાઈન બુરવાની કામગીરીઓ પણ સંગાથે થાય તો અકસ્માતો ની ઘટનાઓ પણ ઘટે ને વાહનચાલકો કે રાહદારીઓને હાલાકી નો સામનો ના કરવો પડે તે અંગે પાલિકા તંત્ર દ્વારા જાગૃતિ દાખવે તે ઈચ્છનીય છે

Continue Reading

Trending