Connect with us

GIR SOMNATH

વેરાવળ-સુત્રાપાડા અને તાલાલામાં ફટાકડાં લાઈસન્સ મેળવવા ઈચ્છુક વેપારીઓ જોગ

Published

on

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સબ ડિવીઝન હેઠળના વેરાવળ(ગ્રામ્ય/શહેર), તાલાલા, સુત્રાપાડા તાલુકામાંથી આગામી દિવાળીના તહેવાર સબબ હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડ, વેરાવળ ખાતે તા.2પ/10/2023 સુધીમાં કચેરી સમય દરમિયાન (રજાનાં દિવસો સિવાય) સવારના 10:30થી સાંજના 06:10 કલાક સુધીમાં આ કચેરી ખાતે હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા ઈચ્છુક અરજદારઓએ નિયત નમુનાનાં ફોર્મમાં અરજી કરવાની રહેશે. (મુદત વિત્યે અરજી સ્વીકારવામાં આવશે નહી) કચેરી દ્વારા ઉપરોકત તાલુકાઓમાં ફટાકડા વેચાણ માટેના નકકી કરવામાં આવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડા વેંચાણ માટે લાયસન્સ આપવામાં આવશે નહીં તેમજ અરજીનો સ્વીકાર કરવામાં આવશે નહીં જેની સર્વે લાગતાવળગતાઓએ નોંધ લેવી એમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી વેરાવળની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIR SOMNATH

વેરાવળના ખારવા વાડા અને ભોયવાડામા રાસાયણિક રજકણો ઉડવાની બુમરાણ

Published

on

તારીખ 5/12/2023ના રોજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીમાં જે વેરાવળ બંદરમાં ફેસ 2નું કામ ચાલુ કરવામાં આવ્યું છે તેના કારણે ખારવાવાડ ભોઈવાળામાં વસતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે વેરાવળમાં બંદરમાં જે ફેસ 2ના ક્ધસ્ટ્રકટર્સ ના કારણે રસાયણિક રજકણો ઉડે છે તેનાથી લોકોને સ્વાસ્થ્યની સમસ્યા થઈ રહી છે સાથે સાથે મોડી રાત્રે 2/3/4 વાગ્યા સુધી કામ ચાલે છે તેનાથી લોકો શાંતિથી સૂઈ પણ નથીં શકતા તેથી ખારવાવાડ ભોઈવાળા વિસ્તારની તમામ મહિલાઓ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવા આવી હતી સાથે સાથે મચ્છી માર્કેટની બહેનોએ રજુવાત કરી હતી કે જી. આઈ. ડી. સી. માંથી જે મચ્છી વેચવાની રિક્ષા લઈને આવીએ છે તેમાં બંદર માંથી સિમેન્ટ અને ખુબજ ધુળ ઉડે છે એનાથી અમારી કિંમતી મચ્છી બગડી જાય છે જેથી અમોને ધંધામાં ખૂબ જ નુકશાન જાય છે તે બાબતે તમામ મચ્છી માર્કેટની બહેનો પણ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડાને રજુવાત કરવામાં આવી હતી ત્યારબાદ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા એ બોટ એસોએશનના પ્રમુખ ગોપાલભાઈ ફોફંડી તથા એસોસિયનના આગેવાનો તેમજ હોળી એસોસિયનના પ્રમુખ હીરાભાઈ વધાવી તથા આગેવાનોને બોલાવી અને બંદરના કામ બાબત માટે લેખિતમાં લખી સરકારશ્રીને રજૂઆત વાત કરવામાં આવી.

Continue Reading

GIR SOMNATH

તળાજામાં વિધવા માતાની બેટના ફટકા મારી પુત્રએ હત્યા નિપજાવી

Published

on

ભાવનગર જિલ્લાના તળાજા ની નદીના સામા કાંઠે આવેલ નરસિંહ મહેતા નગર,પી.ડબ્લ્યુ. ડી ના ક્વાર્ટર મા પોતાના બે સંતાનો સાથે રહેતી વિધવા માતા ને આજે જ્યેષ્ઠ પુત્ર એ માથાના ભાગે ક્રૂરતા પૂર્વક લાકડાના ક્રિકેટ રમવા ના બેટના ફટકા મારી હત્યા કરી નાખી હતી.મહિલા અહીં ટ્રેઝરી ઓફિસમા સરકારી કર્મચારી છે.માતાની હત્યા નિપજાવવા બદલ નાના દીકરા એ મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તળાજા મા ચકચાર મચાવતા બનાવ ની મળતી વિગતો મુજબ નજીકના સથરા ગામે દવે પરિવાર મા પિયર ધરાવતા અને કુંઢડા ગામે સાસરું ધરાવતા અને હાલ તળાજા મામલતદાર કચેરીના મેદાનમાં આવેલ ટ્રેઝરી ઓફીસમા પ્યુન ની નોકરી કરતા રેખાબેન મૂળશંકરભાઈ બારૈયા ઉ.વ.59 તે નદીના સામા કાંઠે આવેલ પી.ડબ્લ્યુ. ડી ના કવાર્ટર નં.27 મા રહે છે. રેખાબેન આશરે વીસેક વર્ષ પહેલાં વિધવા થતા તેમના પતિ મૂળશંકરભાઈ ના વરસાદ તરીકે નોકરી મળેલ હતી.તેઓને બે દીકરા મિતેષ અને નિતેષ.
આજે રેખાબેન બપોરે 12 વાગ્યા આસપાસ ઓફિસે હતા એ સમયે મોટો દીકરો મિતેષ ઉ.વ30 ઘરે રસોઈ બનાવવા અને જમવા માટે લેવા આવેલ હતો.મોટાભાગે એ રાબેતા મુજબ નો ક્રમ હતો.એ સમયે નાનો દીકરી નિતેષ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતો હોય અભ્યાસ અર્થે ઘરે ન હતો.આ સમયે પુત્ર મિતેષ ને માતા રેખાબેન સાથે રસોઈ બાબતે બોલાચાલી થતા રૂૂમ મા પડેલ બેટ ઉપાડી ને માતા ના માથા અને કમર ના ભાગે ઉપરા છાપરી ફટકા મારવા લાગતા રેખાબેન રૂૂમમાંજ પડી ગયા હતા.માથામાં વાગેલ ફટકાઓ ને લઈ લિહીના ખાબોચિયામાં તરફડીયા મારવા લાગ્યા હતા.દેકારો થતા આસપાસ ના રહીશો દોડી આવ્યા હતા.108 મારફતે તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે નાના દીકરા નિતેષ અને પાડોશી લઇ ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે મૃત્યુ પામેલ જાહેર કરેલ હતા.મહિલા એફ.એસ.એલ – પી.એમ માટે ભાવનગર લઈ જવામાં આવેલ.માતા ની હત્યા નિપજાવવા બદલ નાના ભાઈ નિતેષ એ મોટાભાઈ મિતેષ વિરુદ્ધ તળાજા પોલીસ મા ફરિયાદ નોંધાવતા તપાસ પો.ઇ. આર.ડી. ચૌધરી ચલાવી રહ્યા છે.

Continue Reading

GIR SOMNATH

સૂત્રાપાડા પંથકમાંથી 1200 લિટર ચોરાઉ ડીઝલ સાથે 3 ઝડપાયા : 3 ટ્રક કબજે કરાયા

Published

on

ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં ચોરીયાઉ ડીઝલનું ગેરકાયદેસર વેંચાણ થતુ હોવાની માહિતીના આધારે સુત્રાપાડા પોલીસે અમરાપુર ફાટક પાસેથી ચોરી કરી અત્રે લાવેલ 1200 લીટર ડીઝલના જથ્થા સાથે રાજુલાના બે અને ઉનાના એક શખ્સોને ત્રણ ટ્રકો મળી કુલ રૂૂ.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળ તપાસ હાથ ધરી છે. ચોરીયાઉ ડીઝલ પીપાવાવની ઓઈલ કંપનીમાં ચાલતા ટેન્કરોમાંથી ચોરી કરાતું હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુત્રાપાડા પંથકમાં ચોરીયાઉ ડીઝલ સસ્તા ભાવે વેચાતું હોવાની માહિતી સુત્રાપાડા પોલીસના સંજય પરમાર, મનોજ બાંભણીયા, નિલેશ મોરીબે બાતમી મળી હતી. જેના આધારે પીઆઈ આર.એલ.પ્રજાપતિ, પીએસઆઈ એન.એ.વાઘેલાએ સ્ટાફને સાથે રાખી વેરાવળ – કોડીનાર હાઇવે ઉપર અમરાપુર ફાટક પાસે દરોડો પાડયો હતો. ત્યાં સ્થળ ઉપરથી ચોરીયાઉ 1200 લીટર ડીઝલનો જથ્થો તથા ત્રણ ટ્રકો સાથે રાહુલ રાજદે ડેર ઉ.વ.26, પ્રદિપ રામદે ડેર ઉ.વ.25 બંન્ને રહે.રાજુલા, મેહુલ બોધાભાઇ ચૌહાણ ઉ.વ.23 રહે.ઉના વાળા હાજર મળી આવતા ત્રણેયની સામે સીઆરપીસી કલમ 102, 41(1) ઉ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અટક કરી હતી.
આ અંગે પીએસઆઈ એન.એ.વાઘેલાએ જણાવેલ કે, મળી આવેલ ડીઝલનો જથ્થો પીપાવાવ પંથકમાં આવેલ ઓઈલ કંપનીમાં ટ્રાન્સપોર્ટમાં ચાલતા ટેન્કરોમાંથી ચોરી કરી તેનું સસ્તા ભાવે વેંચાણ થતુ. જેઓ પાસેથી પકડાયેલા શખ્સો ડીઝલ લઈ આવી અહીં પોતાના ટ્રકો ઉપરાંત અન્ય ટ્રકોને વેંચતા હોવાનું પૂછપરછમાં સામે આવ્યુ છે. જેના આધારે પીપાવાવ પંથકમાં કેટલા શખ્સો કઈ રીતે ચોરી કરતા તે જાણવા આગળ તપાસ હાથ ધરી છે.

Continue Reading

Trending