Site icon Gujarat Mirror

માનસિક બીમારીથી કંટાળીને ભાણવડની મહિલાએ અગ્નિસ્નાન કર્યું

ભાણવડમાં સરકારી દવાખાના પાસે રહેતા દક્ષાબેન ઈલેશભાઈ ઘેડિયા નામના 43 વર્ષના કુંભાર મહિલા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હોય, આ બીમારીથી કંટાળીને તેમણે ગત તારીખ 11 ના રોજ પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે કેરોસીન છાંટીને દીવાસળી ચાંપી લેતા તેમને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગેની જાણ હાલ રાજકોટ ખાતે રહેતા વિજયભાઈ વજશીભાઈ મંડોરા (ઉ.વ. 43) એ ભાણવડ પોલીસને કરી છે.

પરવાનગી વગર માછીમારી કરતાં ચાર સામે ગુનો
હાલ ચોમાસાની ઋતુમાં દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં છે. ત્યારે કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી વગર માછીમારી બોટલ લઈને સલાયાના દરિયામાં ગયેલા કુલ ચાર માછીમારો સામે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

જેમાં થરી પાડો વિસ્તારમાં રહેતા અબ્બાસ સંઘાર (ઉ.વ. 48) અને સલેમાન ઈશાક સંઘાર (ઉ.વ. 48) જસરાયા ચોકમાં રહેતા મુસ્તાક સિદ્દીક લોરૂૂ (ઉ.વ. 22) અને સલીમ ઉમર સંઘાર (ઉ.વ. 30) નામના ચાર શખ્સો સામે બીએનએસ અને મત્સ્યોદ્યોગ કાયદા હેઠળ સલાયા મરીન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

Exit mobile version