વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ

પઠાણ ફળી વિસ્તારના બનાવની પોલીસે તપાસ હાથ ધરી જામનગરમાં પઠાણ ફળી વિસ્તારમાં રહેતા અક્રમ જાહિદભાઈ નામના 32 વર્ષના એક સંધિ યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ…

પઠાણ ફળી વિસ્તારના બનાવની પોલીસે તપાસ હાથ ધરી


જામનગરમાં પઠાણ ફળી વિસ્તારમાં રહેતા અક્રમ જાહિદભાઈ નામના 32 વર્ષના એક સંધિ યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ મચ્છર મારવાની દવા રિફીલ માંથી જંતુનાશકત દવા ગટ ગટાવી લેતાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બનાવની જાણ થતાં ભોગ બનનાર ના પરિવારજનો જી.જી. હોસ્પિટલમાં પહોંચ્યા હતા ઉપરાંત સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો પણ જી.જી. હોસ્પિટલે દોડી ગયો છ.
સંધી યુવાન અને તેના પરિવારજનોનું નિવેદન નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોતે વ્યાજખોરો ની ચુંગાલમાં ફસાઈ જતાં પઠાણી ઉઘરાણી ના કારણે પોતે આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયુ છે.જે મામલે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.