Connect with us

કચ્છ

કચ્છથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન ઉપર રાજસ્થાનમાં પથ્થરમારો

Published

on

અયોધ્યામાં રામમંદિર પ્રતિષ્ઠા બાદ ભગવાન રામનાં દર્શન અર્થે કચ્છથી અયોધ્યામાટે નીકળેલી વિશેષ આસ્થા એક્સપ્રેસ ઉપર કોઈ ટીખળખોરે પથ્થરો ફેકતાં દોડધામ મચી હતી. આ અંગે પ્રવાસીઓએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આસ્થા એક્સપ્રેસ ટ્રેન અયોધ્યા માટે પ્રસ્થાન થઈ હતી, બપોરે રાજસ્થાનના ભરતપુર વિસ્તારમાં ટેન આવતાં અજાણ્યા ટીખળખોરોએ એસ-18 નંબરના કોચ ઉપર પથ્થર ફેકયા હતા.જેને કારણે આ કોચના સીટ નં. 23 અને 24ના બારીના કાચ તૂટયા હતા. ત્યારબાદ રેલવે પોલીસે બનાવ સ્થળે આવી વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.સદ્ભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ કોચમાં વાગડ વિસ્તારના સામખિયાળી સહિતના ગામોના પ્રવાસીઓ બેઠેલા હતા. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પ્રવાસીઓના ખબર-અંતર પૂછયા હતા.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમરેલી

કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ અને અમરેલી સહિતના જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

Published

on

By

 

ગુજરાતના ઘણા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને લઇને રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આ આગાહીને લઈને આજે અમરેલી અને કચ્છ જિલ્લામાં પવન સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવો વરસાદ પડ્યો. ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જામતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને ખેડૂતોને કેરીના પાકમાં નુકસાસની ભીતિ જોવા મળી રહી છે.

આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. રાપર, અંજાર તાલુકામાં પણ કમોસમી વરદા ખાબક્યો હતો. લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાજવીજ સાથે ભારે વરસાદ પડતાં કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે, જેમાં આજે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદ અને કચ્છમાં છુટાછવાયા વરસાદની શક્યતાઓ છે. જ્યારે આવતીકાલે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. 48 કલાક બાદ રાજ્યભરમાં મહત્તમ તાપમાનનો પારો ઉચકાતા ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ બાદ રાજ્યભરનું મહત્તમ તાપમાન રાઈઝિંગ ટેન્ડેન્સીમાં રહેતા બેથી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.

Continue Reading

કચ્છ

ભુજ નજીક ગમખ્વાર અકસ્માત: 3નાં મોત

Published

on

By

  • વહેલી સવારે પધ્ધર નજીક પુલના ડિવાઈડરમાં તુફાન ઘૂસી ગઈ: પાંચ વ્યક્તિઓને ઈજા

રાજ્યના ધોરીમાર્ગ પર સર્જાતા ગમખ્વાર અકસ્માતમાં હજુ બે દિવસ પહેલા જ ધોરાજી પાસે ટાયર ફાટતા કાર પુલની રેલીંગ તોડી 40 ફૂટ ઉંડી નદીમાં ખાબકતા ચાર વ્યક્તિના ડુબી જવાથી મોત થયા હતા જે ઘટનાની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં આજે વહેલી સવારે ભૂજ-ભચાઉ હાઈવે ઉપર પુરઝડપે આવતી તુફાન કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા તુફાન પુલની રેલીંગ સાથે ધડાકાભેર અથડાઈ પડતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતાં.

આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે જઈ તુફાન ફસાયેલા લોકોને બહાર કાઢી તાત્કાલીક સારવાર અર્થે ભૂજ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.આ ગોજારા અકસતની જાણવા મળતી માહિતી મુજબ ભૂજ-ભચાઉ હાઈવે પર પધ્ધર ગામ નજીક વહેલી સવારે પુરઝડપે આવતી તુફાનજીપના ચાલકને ઝોકું આવી જતાં સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને પુલ ઉપર જ તુફાન જીપ ધડાકાભેર રેલીંગમાં ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં તુફાનમાં બેઠેલા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં.

આ બનાવની જાણ થતાં પધ્ધર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ તુફાનજીપમાં ફસાયેલા પાંચ મુસાફરોને ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફત ભૂજ જી.કે. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે મૃતકોની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

કચ્છ

ભુજમાં દસ-દસ દિવસે પાણી વિતરણથી ભારે હાલાકી

Published

on

By

  • લોકો ટેન્કર મંગાવવા મજબુર, ધારાસભ્યનો ઉડાઉ જવાબ

કચ્છના ભૂજમાં સ્થાનિક પ્રશાસનના પાપે જળસંકટ પેદા થયું છે. મળતી જાણકારી અનુસાર, છેલ્લા છ દિવસથી ભૂજની જનતાને પાણી મળી રહ્યું નથી. ભૂજોડી નજીક પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી પુરવઠો ઠપ્પ થયો હતો. સ્થાનિક પ્રશાસનના જવાબદારી અધિકારીઓએ હાથ અધ્ધર કરી દેતા જળસંકટ પેદા થયું હતું. લોકો 1200 રૂપિયાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવવા માટે મજબૂર બન્યા હતા.

છેલ્લા 6 દિવસથી ભુજ શહેરની જનતાને પાણી ના મળતા ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઇ હતી. નર્મદા પાઇપલાઇન પર આધાર રાખતા ભૂજમાં આગામી સમયમાં પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે. એક તરફ ગરમી અને બીજી તરફ પાણી નાં મળતા લોકો પરેશાન થયા હતા.ભૂજ નગરપાલિકાના વિપક્ષના નેતા કિશોરદાને કહ્યું હતું કે છેલ્લા 10 દિવસથી પાણી મળી રહ્યું નથી.ભાજપ તેમના મળતીયાઓને પાણી આપી રહ્યું છે. ભૂજ નગરપાલિકાના શાસકોએ ભ્રષ્ટાચાર કર્યો છે. ધારાસભ્ય ઉડાવ જવાબ આપી રહ્યા છે. ભૂજના ધારાસભ્ય કેશુભાઇ પટેલે કહ્યું હતું કે પાઈપ લાઈન લીકેજ થઈ ગઈ છે.બે દિવસમાં પાણી પૂરવઠો યોગ્ય રીતે મળતો થશે. લિકેજ લાઈનને બાયપાસ કરવામાં આવી રહી છે.

Continue Reading

Trending